ભુજ, તા. 11 : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ
સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનું આયોજન કરાયું હતું. ઉદ્ઘાટન પ્રસંગે આશાપુરા ગ્રુપના
ચેરમેન મનનભાઈ શાહ તથા દીનાબેન શાહ તેમજ ઉમરભાઈ ખીરા કેળવણી નિરીક્ષક ઉપસ્થિત રહ્યા
હતા. સંચાલન ઉષ્માબેન શુક્લાએ કર્યું હતું, સ્વાગત હરીશ હુરમાડેએ કર્યું હતું. કાર્યક્રમની
રૂપરેખા હસ્મિતાબેન ત્રિવેદી આપી હતી. અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણાધિકારી નીલેશ ગોર
ઉપસ્થિત રહ્યા હતા. લખપત, અબડાસા, માંડવી,
મુંદરા, નખત્રાણા, ભુજ સહિતના
તાલુકાઓના આશરે 264 પ્રતિભાશાળી
બાળકોએ જિલ્લાઓમાં ભાગ લીધો હતો. આ શાળા કક્ષાએ
2,789 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
તાલુકા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલા 264 જેટલા વિદ્યાર્થીએ આજે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ આયોજનની જવાબદારી નીલેશ દેકાવાડિયા અને પ્રીતિબા જાડેજાના માર્ગદર્શન હેઠળ
વંદનાબેન ગોસ્વામી, કુંતલબેન ટાંક,
લીલાબેન ગરવા, મીનલબેન જોષી, હીનાબેન ભટ્ટ, સંગીતાબેન પુરબિયા, આરતીબેન પ્રજાપતિ, રિદ્ધિબેન ઠક્કર, સકીલ નોતિયારે સંભાળી હતી. મનનભાઈએ રમતની સાથે ખેલદિલી, શિસ્ત અને ટીમ સ્પિરિટ વિકસાવવા પર ભાર મૂક્યો હતો. દીનાબેને જણાવ્યું હતું કે, બાળકો હંમેશાં
આ જ રીતે ઉત્સાહપૂર્વક આગળ વધે અને રમતોત્સવમાં ભાગ લેનારા દરેક વિદ્યાર્થીને સન્માનિત
કરવામાં આવ્યા હતા. આશાપુરા ગ્રુપ તરફથી પ્રકાશ
ગોર, ધરમ વરુ,
દીપક મોઘા સહિતના અધિકારીઓ તથા
પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.