• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ વાલ્કા મોટાના ભરતભાઇ જોષી (ઉ.વ. 64) તે જયાબેનના પતિ, સ્વ. જમનાબેન ઉમિયાશંકર જોશીના પુત્ર, મૂળશંકરભાઈ, સ્વ. નાનાલાલભાઈ, ભાનુબેન, પુષ્પાબેન, ધીરજભાઈના ભાઈ, સ્વ. તુલસીદાસ વાઘજી, સ્વ. દયારામ વાઘજીના ભત્રીજા, નારાયણભાઈ, સ્વ. પરષોત્તમ, કેશવજીભાઇ, ચંદુભાઈ, સ્વ. શંકરભાઈ, નિરંજનભાઈ, તુષારભાઈ, પ્રતાપભાઇ, રાજેશભાઈ, હરેશભાઈ, જયેશભાઈના કાકાઈ ભાઈ, સ્વ. માધવજી શંકરલાલ જોશી (ગઢશીશા), સ્વ. વાલજીભાઈ શંકરલાલ જોશી, સ્વ. મોહનલાલ શંકરલાલ જોશીના જમાઈ, સ્વ. રમેશભાઈ (મમાયમોરા), પ્રફુલ્લભાઈ (અંજાર), દિલીપભાઈ (ગઢશીશા)ના બનેવી, સ્વ. દિનેશભાઈ (વિથોણ)ના સાળા, નીતાબેન, ચેતનાબેન, બિન્દુબેન, વૈશાલીબેન, કિરણબેન, નીરવના પિતા, રાજેશ જોશી (વાડાસર), ધર્મેશ જોશી (મોરઝર), ધીરુ મારાજ (ભેરૈયા), લવેશ જોશી (માંડવી), ધવલ જોશી (ગઢશીશા)ના સસરા, મમતાબેન, ભાવેશભાઈના કાકા, અનિતાબેન, સુધીરભાઈ, ઉમેશભાઈ, ચેતન, અનીશ, પાર્થના કાકા સસરા, કાજલબેન, રિયાબેન, વિનલબેન, નિરાલીબેન, હિતેશના મોટાબાપા, નંદિની, ભાગ્યના દાદા, પીયૂષ, અક્ષય, પાર્થ, કોમલ, દેવાંશીના ફુવા, ધાર્મિક, યશાંશી, બંસી, પ્રિયાંશી, ઝલક, ચાહત, વત્સ, પ્રયાતી, જાગવી, દક્ષ, હીરના, આયુષી, જેવિન, માનવિક, ધીમહિ, અન્વીકાના નાના, અભિષેક, ભાવિનના મામા  તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-9-2026ના શનિવારે 4થી 5 ડી.સી. જાડેજા ભવન, શક્તિધામ રોડ, વાલદાસ નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ નાના લાયજાના બાયાંબેન બગડા મહેશ્વરી (કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના નિવૃત્ત કર્મચારી) તે સ્વ. મૂળજી થાવરના પત્ની, રાયશી, બીનાબેન કિરણભાઇ દરજી (ઇડર)ના માતા, ભાનુમતી, કિરણ દરજી (ઇડર)ના સાસુ, વાલજી મેઘજીભાઇ, હરજી મેઘજીભાઇ, ચાંપશી માયાભાઇ, નથુ ગાંગજીભાઇ બગડા, અરવિંદ ગાંગજીભાઇ બગડા, હરેશ ગાંગજીભાઇ બગડા (બીએસએફ)ના કાકી, લક્ષ્મીબેન વાલજીભાઇ, ખીતુબેન હરજીભાઇ, માયાબેન નથુભાઇ, ક્રિષ્નાબેન અરવિંદભાઇ, રતનબેન ચાંપશીભાઇના કાકીસાસુ, (કરણ) અક્ષયના દાદી તા. 22-9-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : વડનગરા નાગર જ્યોતિકાબેન દીવાકરભાઈ વોરા (ઉ.વ. 81) તે વિમલ, મોહિતના માતા, સેજલ, રૂચાના સાસુ, વિશ્વાના દાદી 24-9-2026ના  અવસાન પામ્યા છે.  સ્મશાનયાત્રા તા. 25-9-2026ના સવારે 8.30 કલાકે સુંદરમ 69/એ, જાદવજી નગર, તાલુકા પંચાયત સામેથી સ્વર્ગ પ્રયાણધામ જશે.

ભુજ : ઝવેરીબેન મહેતા (ઉ.વ. 84) તે મહેતા રવિલાલ ધનજીના પત્ની, ભારતી, ગુણવંતી, મંજુ, નરેન્દ્ર, દિનેશના માતા, રેખાબેન, દીપાબેન, ભોગીભાઇ માવજી વોરા, દિલીપ નેમજી ગાંધીના સાસુ, લબ્ધી તથા યશ મહેતાના દાદીસાસુ, વંશ, આંશી, હિતાંશના દાદી, ડો. જિજ્ઞા, રિદ્ધિ, કેતવી, કેવલીના નાની, દોશી દામજી હીરાચંદના પુત્રી, હરખચંદ દોશી, સામજી દોશી, ગોવિંદજી દોશી, જયસુખ દોશી, જશવંતીબેન, નિલાબેનના બહેન તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર રાખેલ નથી. (ચક્ષુદાન કર્યું છે)

ભુજ : મૂળ દરશડી (તા. માંડવી)ના રાઠોડ ગંગાબેન (ઉ.વ. 82) તે સ્વ. પૂંજાભાઇ ફકુભાઇ રાઠોડના પત્ની, રમેશભાઇ (પોસ્ટ ખાતું), વનિતાબેન કાનજી ચૌહાણ (માનકૂવા), સવિતાબેન બાબુલાલ ચાવડા (મિરજાપર), ચંપાબેન અમરત પરમાર (રતડિયા), પારૂબેન રમેશ લોંચા (નખત્રાણા)ના માતા, અરજણ રવજી પરમાર (મેઘરજ), સ્વ. હમીર રવજી પરમાર (હિંમતનગર), સ્વ. પાંચાભાઇ (નખત્રાણા), વીરજીભાઇ (ઠક્કરબાપા નગર), વિઠ્ઠલભાઇ (મેઘરજ)ના બહેન, અંકિતા, પ્રશાંતના દાદી, સ્વ. રામજી ફકુ રાઠોડ (મોડાસા), સ્વ. માલા ફકુ (મોડાસા), સ્વ. જમનાબેન ખીમજી ગોહિલ (કાદિયા), શાંતાબેન બચુ લોંચા (ઠક્કરનગર)ના નાનાભાઇના પત્ની, બાબુલાલ, છગનભાઇ, ભાઇલાલ, કાંતિલાલ, મીઠુભાઇ, મોહનભાઇ, વિઠ્ઠલભાઇ (તમામ મોડાસા)ના કાકી, મીનાબેનના સાસુ, રસિક, હેતલ, કાજલ, જિતેન્દ્ર, નીલેશ, ધવલ, અવની, રિંકલ, રોહન, રોહિતના નાની, ભીમજીભાઇ મનજીભાઇ વાઘેલા (નખત્રાણા)ના વેવાણ તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 28-9-2026ના રાત્રે સત્સંગ તથા 29-9-2026ના સવારે 10.30 કલાકે પાણિયારો, બેસણું નિવાસસ્થાન શ્યામજી કૃષ્ણવર્મા હાઇટ્સ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, તાપી - જે2-201, ભુજ ખાતે.

ભુજ : નાનજી લાલજી જોગી (ઉ.વ. 48) તે બબીબેન લાલજી જોગીના પુત્ર, રમીલાબેનના પતિ, દીપક, પ્રકાશ, જ્યોતિબેનના પિતા, કાંતિ ભરત જોગી, રમીતા દીપકના સસરા, દર્શિલ દીપકના દાદા, હરિભાઇ લાલજી, સ્વ. નવીનભાઇ લાલજી, રમીલાબેન ધનજી જોગી, લતાબેન સુરેશભાઇ જોગીના ભાઇ, નવીનભાઇ ભીમજી જોગી, ભરતભાઇ જોગીના વેવાઇ તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-9-2026ના શુક્રવારે સાંજે 5થી 6.30 નિવાસસ્થાન જયપ્રકાશ નગર, ડોલર હોટેલની સામે, સરપટ ગેટ, ભુજ ખાતે.

અંજાર :  ગં.સ્વ. વસંતબેન કાથરાણી (ઉ.વ. 75) તે સ્વ. મગનલાલ નરશીભાઇના પત્ની, રાજેશના માતા, ચાર્મી, વિનાયકના દાદી, કિન્સી, ધ્રુવીના મોટાદાદી, અંકિતાના સાસુ, રાધિકાબેનના મોટાસાસુ, સ્વ. બધીબેન કુંવરજીભાઇ રાણાના પુત્રી, સ્વ. રંભાબેન દયારામભાઇ, સ્વ. શાંતાબેન ચૂનીલાલના નાનાભાઇના પત્ની, વિજ્યાબેન શાંતિલાલભાઇ, ભારતીબેન હરિલાલભાઇ, અરુણાબેન હરજીવનભાઇના ભાભી, સ્વ. દેવજીભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. પ્રેમિલાબેન દયાળજીભાઇ પૂજારા, સ્વ. વનિતાબેન પ્રવીણભાઇ ભીંડે, ગં.સ્વ. મંજુલાબેન ગોરધનદાસ મીરાણીના બહેન, દેવકુંવરબેન, કાન્તાબેનના નણંદ, રૂખીબેન, મધુબેન, ચંદાબેન, જ્યોતિબેનના કાકી, કોકિલાબેન, અલ્પાબેન, નિશાબેન, ભરતભાઇના મોટાબા, સ્વ. મહેશકુમાર, સ્વ. જયતીલાલ, વિનોદકુમાર, સ્વ. કમલેશકુમારના કાકીસાસુ, મનોજકુમાર, અશોકકુમાર, પરેશકુમારના મોટાસાસુ તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-9-2026 શુક્રવારે સાંજે 4.30થી 5.30 સારસ્વત બ્રાહ્મણ બોર્ડિંગ, રામ ઓટા પાસે, નિંગાળિયા ફળિયું, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : મૂળ મોડાસાના મૂળજીભાઇ અમરતભાઇ ખીમસુરિયા (મુખી) (ચારણ) (ઉ.વ. 65) તે ધનીબેનના પતિ, રમેશભાઇ, રવિભાઇ, જનકભાઇ, કુંવરબેન રમેશભાઇ ધરડા, મંજુલાબેન પ્રકાશભાઇ ધરડા, વનીતાબેન નવીનભાઇ માધડ, દક્ષાબેન યોગેશભાઇના  પિતા,  જિજ્ઞાબેનના સસરા,  જીવાભાઇ, ભૂરાભાઇ, અરજનભાઇ, તુલસીભાઇ, નામીબેન પરબતભાઇ, મણિબેન આલાભાઇ, ભચીબેન સાજણભાઇ, દેવીબેન પાલાભાઇના ભાઇ,  લખાભાઇ, મોહનભાઇ, લક્ષ્મણભાઇના કાકા,  ભરત, શૈલેશ, અંકિત, ગોટીના મોટાબાપા, મેઘજીભાઇ જેઠાભાઇ સાગઠિયા (નેત્રાવાળા)ના જમાઇ તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. તા. 28-9-2026ના બારમું અને તા. 29-9-2026ના સવારે 6.15 વાગ્યે પાણી ચિત્રકૂટ સામે, અંજાર ખાતે.

માંડવી : હાલ થાણા જયશ્રી ત્રિવેદી (ઉ.વ. 67) તે સ્વ. રોહિતના પત્ની, સ્વ. લલિતા અનંતરાયના પુત્રવધૂ, કવિતા, વૈશાલી, ભાર્ગવના માતા, આમોંદ, તેજસ, હર્ષાના સાસુ, નિરંજના, બિંદેશ, વંદના, વર્ષાના ભાભી, સ્મિતાના જેઠાણી, સ્વ. કાંતાબેન પોપટલાલ ત્રિવેદી (ફરાદી)ના પુત્રી, સ્વ. કમલેશ, પ્રદીપ, દક્ષાના બહેન, કવિશના દાદી, શોનક, રિદાંશના નાની, રુદ્રના કાકી તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. લૌકિક પ્રથા અને પ્રાર્થના રાખેલ નથી.

માંડવી : મૂળ રાજડાના બહાદુરસિંહ ભાઇજીભા (ઉ.વ. 96) (નિવૃત્ત પી.એસ.આઇ.) તે સ્વ. અમરબાના પતિ, સ્વ. ચાંદાજી ભાઇજીભાના નાના ભાઇ, ગોવિંદસિંહ (નિ. સિંચાઇ વર્તુળ), ગુલાબસિંહ, સ્વ. રઘુવીરસિંહ (એ.એસ.આઇ.) (જનકપર), હનુભા ઝાલા (રંગપર), રસીકબા હરપાલસિંહ ઝાલા (ભાલારા), અરૂણાબા વિક્રમસિંહ વાઢેર (રોહા)ના પિતા, રવજી, સ્વ. દેવુભા, ગુલાબસિંહ, સ્વ. આસુભા, ગજુભા, પ્રવીણબાના કાકા, નરેન્દ્રસિંહ (અદાણી), ધર્મેશ (મસ્કત), કુલદીપ, કરણસિંહ, મનીષાબા હરપાલસિંહ રાણા, ભાવિનીના દાદા, અભ્યુદય, ઋષિતાબા, અનન્યા, સ્વરાબા, કશ્યપસિંહ, રાજવીરસિંહ, અરીકાના પરદાદા તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. ભાઇઓ તથા બહેનોની પ્રાર્થનાસભા તા. 25-9-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે. ઉત્તરક્રિયા નિવાસસ્થાન સોલીટર સોસાયટી, મસ્કા રોડ, માંડવી ખાતે.

મુંદરા : ગિરનારા પરજિયા સોની મનીષાબેન સુરેશકુમાર વૈઠા તે સ્વ. જયાબેન પ્રેમજી સુંદરજીના પુત્રવધૂ, સુરેશભાઇના પત્ની, મુકેશભાઇના માતા, સ્વ. સોની વનિતાબેન વિઠ્ઠલદાસભાઇ જોગિયા (જામખંભાળિયા)ના પુત્રી, સ્વ. નારાણભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, ચમનભાઇના નાનાભાઇના પત્ની, ગં.સ્વ. વસંતાબેન, ગં.સ્વ. સવિતાબેન, શીલાબેનના દેરાણી, લીલાવંતીબેન (અંજાર), કંચનબેન (ધોરાજી), દમયંતીબેન (લેસ્ટર યુ.કે.)ના ભાભી તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-9-2026 શુક્રવારે સાંજે 4.30થી 5.30 ખારવા સમાજવાડી, મુંદરા ખાતે.

સુખપર (તા. ભુજ) : ખલીફા અબ્દુલ પીરમામદ (ઉ.વ. 75) તે મ. પીરમામદ સિધિકના પુત્ર, હાજી લતીફ, હાજી રહેમતુલ્લા, આદમ, રમઝાનના મોટા ભાઇ, અદ્રેમાન હાસમ (અંજાર)ના મોટાબાપાના દીકરા, મુસ્તાક, નાસીર, અસલમ, આરીફ, ઇમરાનના મોટાબાપા, અજિઝ જુસબ (ભુજ)ના સાળા તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-9-2026ના શનિવારે સવારે 10થી 11 ખલીફા હાજી રહેમતુલ્લાના નિવાસસ્થાને.

નવી દુધઈ (તા. અંજાર)  : અરજણભાઇ હાજાભાઇ મહેશ્વરી (નોરિયા) (ઉ.વ. 86) તે સ્વ. જીવાબાઇના પતિ, મણશીભાઇ, નાનુબાઇ હેમરાજ નંજણના પિતા, સ્વ. નેણબાઇના સસરા, માલબાઇના દિયર , મગાભાઇ થારૂ (ખેડોઇ)ના જમાઈ, હેમરાજભાઇ નંજણ (વડાલા)ના સસરા, સોનલબેન બાબુભાઈ વિસરિયા (સિનોગ્રા), દિનેશભાઈ (એસઆરપી ભચાઉ), ચંદ્રિકાબેન (કોટડા ચકાર), ડાયાલાલ, અશ્વિનના દાદા, યશોદાબેન, ગીતાબેન, લક્ષ્મીબેનના દાદાજી સસરા, કાવ્યા, વંશ, જીયા, આયુશ, આરવ, આરોહી, અનાયા, પંથના પરદાદા તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ગણેશ મંદિર પાસે, નવી દુધઇ ખાતે. ધાર્મિક વિધિ (દિયાડો) તા. 28-9-2026ના સોમવારે આગરી (જાગ), તા. 29-9-2026ના મંગળવારે ઘડાઢોળ (પાણી).

સાપેડા (તા. અંજાર) : રાખ્યાભાઇ આશાભાઈ ડાંગર (ઉ.વ. 86) તે સ્વ. આશાભાઈ બેચરભાઈ ડાંગરના પુત્ર, સ્વ. જેસંગભાઈ બેચરભાઈ ડાંગરના ભત્રીજા, સામજીભાઈ જેસંગભાઈ ડાંગર (પૂર્વ સરપંચ-સાપેડા), પાંચાભાઈ જેસંગભાઈ ડાંગર (ઉપ સરપંચ-સાપેડા), શામજી આશાભાઈ ડાંગર (પૂર્વ પ્રમુખ, અંજાર તાલુકા ભાજપ), લખુભાઈ જેસંગભાઈ ડાંગર, શાંતિલાલ જેસંગભાઈ ડાંગરના ભાઇ, શાંતિલાલ ડાંગર, બધાભાઈ ડાંગરના  પિતા, રમેશભાઈ સામજીભાઈ ડાંગર (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય), ગોપાલભાઈ પાંચાભાઈ, રોહિતભાઈ સામજીભાઈ, રાજેશભાઈ લખુભાઈ, મયૂરભાઈ શાંતિલાલ, સંજયભાઈ શાંતિલાલ, સંદીપભાઈ શાંતિલાલ, શિવાયભાઈ સંજયભાઈના દાદા તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સાપેડા ખાતે.

દેવપર યક્ષ (તા. નખત્રાણ) : કાંતાબેન શિવજીભાઈ રૂડાણી (ઉ.વ. 69) તે સ્વ. શિવજીભાઈ નાગજીભાઈ રૂડાણીના પત્ની, પ્રેમિલાબેન (અમદાવાદ), પારૂબેન (પૂના), નરેન્દ્રભાઈ, ઉત્તમભાઈના માતા, વેલબાઈ (વિથોણ), ભચીબેન (કોલકાતા), ખીમજીભાઈના ભાભી, રાજેન્દ્રભાઈ, દિનેશભાઇ, દીપકભાઈના કાકી તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 25-9-2026ના શુક્રવારે સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી 5.30 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, દેવપર (યક્ષ) ખાતે. બાકીના દિવસોમાં સાદડી નિવાસસ્થાને.

દેશલપર-વાંઢાય (તા. નખત્રાણા) : મણિબેન દેવજીભાઇ માવાણી (લાલાણી) (ઉ.વ. 81) તે સ્વ. દેવજીભાઇ અબજીભાઇ માવાણીના પત્ની, વસંતભાઇ, દિનેશભાઇ, ભાનુબેન જેન્તીભાઇ વાસાણી (વડવા કાંયા), દમયંતીબેન દિનેશભાઇ નાકરાણી (લક્ષ્મીપર)ના માતા, જયશ્રીબેન, વનિતાબેનના સાસુ, મિતેષ, સાગરના દાદી, જીનલના દાદીસાસુ, પ્રેમજીભાઇ, સ્વ. શાંતિભાઇ, રતિલાલભાઇ, ભચીબેન હીરજીભાઇ ચોપડા (દહેગામ), જમનાબેન કરસનભાઇ માકાણી (દેશલપર), હીરબાઇ નારણભાઇ પોકાર (કટની), ભગવતીબેન પરસોત્તમ પોકાર (માનકૂવા)ના ભાભી, સ્વ. લાછુબેન જેઠાભાઇ ધનજીભાઇ લિંબાણી (જિયાપર)ના પુત્રી, નાનજીભાઇ, કાંતિભાઇ, ચીમનભાઇના બહેન તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 26-9-2026ના સવારે 8.30થી 11, બપોરે 3.30થી 5 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દેશલપર (વાંઢાય) ખાતે.

નાની વમોટી (તા. અબડાસા) : ચૌહાણ અંજલિબા (ઉ.વ. 21) તે નરપતસિંહ રાણુભાના પુત્રી, બળવંતસિંહ, વિક્રમસિંહના ભત્રીજી, કિરપાળસિંહ, મિતરાજસિંહ, મયૂરસિંહ, સૂર્યદીપસિંહના મોટાબહેન અવસાન પામ્યા છે. બેસણું 3-10-2026 સુધી તેમના નિવાસસ્થાને.

નરેડી (તા. અબડાસા) : કુંવટ ભગત રામજી સુમાર તે હાંસબાઇના પતિ, હરિલાલ, કિરણભાઇ, નાનબાઇ નારાણ સીજુ (વરાડિયા), માનબાઇ ભીમજી જેપાર (ગણેશનગર), પ્રેમિલાબેન વાલજી જેપાર (કોટડા મઢ), ભાવનાબેન કાનજી ભધ્રુ (મથલ)ના પિતા, ધનબાઇ જુમા સીજુ, સ્વ. મુલબાઇ ખીયશી જેપારના ભાઇ, સ્વ. આચાર દેવા ગોરડિયા, થાવર દેવા ગોરડિયા, ખીમજી દેવા ગોરડિયાના બનેવી, નથુ આચુના કાકાઇભાઇ, શિવજી માલા, નાનજી માલા, દયારામ માલાના કાકા, હરેશ નથુ, ધનજી નથુ, હિતેશ નથુ, પ્રેમજી નથુના મોટાબાપુ, હર્ષાબેન રમેશ ખોખર (ગણેશનગર), દિવ્યકુમાર, રાજકુમાર, રાઘવ, અંકિતાબેન, ખુશ્બૂબેન, હેન્સીબેનના દાદા તા. 23-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-10-2026 અને ઘડાઢોળ તા. 4-10-2026ના નિવાસસ્થાને.

રાજકોટ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ પ્રશાંતભાઇ જશવંતરાય પંડ્યા (ઉ.વ. 52) તે સ્વ. જશવંતરાય ભાઇશંકર પંડ્યાના પુત્ર, દિયાના પિતા તા. 24-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 28-9-2026ના સોમવારે સાંજે 4થી 6 નિવાસસ્થાન સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ, એ- વિંગ, 601, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, રાજકોટ ખાતે.

મુંબઇ (મુલુંડ) : મૂળ લોરિયાના લક્ષ્મીબેન તન્ના (ઉ.વ. 85) તે સ્વ. કલ્યાણબાઇ ગોવિંદજીના પુત્ર, સ્વ. મહાલક્ષ્મીના પતિ, રક્ષા રાજેન્દ્ર ઠક્કર, ચેતના દેવેન્દ્ર ઠક્કર, જયેશના પિતા, એકતાના સસરા, રણછોડદાસ પ્રેમજી માંડલવિઝારના જમાઇ, સ્વ. મંજુલા, ભાગીરથી, સ્વ. વિજ્યા, જયાના ભાઇ, ક્રિશ, ઝાયનાના દાદા, સ્વીટી સિદ્ધાર્થ, ખ્યાતિ ચેતન, ધ્વનિ દિશાંક, કશ્યપ, અવનીના નાના તા. 22-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-9-2026 શનિવારે સાંજે 4.30થી 6 પરમેશ્વરી સેન્ટર, આશાનગર, મુલુંડ વેસ્ટ ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd