• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

જ્ઞાનેશકુમાર સામે મહાભિયોગની વિપક્ષની તૈયારી

નવી દિલ્હી, તા. 24 : ચૂંટણીપંચ અને `સર'ના ખુલાસા પછીથી ઘેરાયેલા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલી વધતી જઇ રહી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષો ચૂંટણીપંચના વડા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ માટેનો એક ડ્રાફટ પણ તૈયાર થઈ રહ્યો છે.  કોંગ્રેસની આગેવાનીમાં તમામ વિપક્ષો સંસદના બંને ગૃહોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ આપશે. આ સંબંધમાં મુસદ્દો તૈયાર કરાઇ રહ્યો છે અને થોડા દિવસમાં જ બંને ગૃહોમાં મુકાશે. મહાભિયોગના પ્રસ્તાવ માટે સત્રની કાર્યવાહી જારી રહેવી જરૂરી નથી. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાયદાના તજજ્ઞોની મદદથી મહાભિયોગનો પ્રસ્તાવ તૈયાર કરવાની તૈયારી ચાલી રહી છે. એક અહેવાલથી આખાં ચૂંટણીપંચ અને મતદારયાદી સુધારણા (સર)ની પ્રક્રિયા સામે સવાલ ઊઠયા છે ત્યારે વિપક્ષી છાવણીને તૈયાર મુદ્દો મળી ગયો છે. વિપક્ષ પહેલાં પણ મતચોરી તેમજ ચૂંટણીપંચની ભૂમિકા સામે લગાતાર સવાલ ઊઠાવતો રહ્યો છે. અંગ્રેજી અખબારનો ચૂંટણીપંચમાં મતભેદોનો અહેવાલ સામે આવ્યા બાદ કોંગ્રેસ સહિત વિપક્ષોએ ચૂંટણીપંચની કામગીરી સામે સવાલો ઊઠાવવા માંડયા છે. - જ્ઞાનેશ દેશદ્રોહી, રાજીનામું દે : રાહુલ :  નવી દિલ્હી, તા. 24 : ચૂંટણીપંચની પ્રક્રિયા અંગે અહેવાલ બાદ વિપક્ષી છાવણીના પંચ પર પ્રહારો શરૂ થઇ ગયા છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર પર આકરા પ્રહારો, આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. રાહુલે જ્ઞાનેશકુમારને દેશદ્રોહી પણ લેખાવી નાખતાં તેમના રાજીનામાંની માંગ કરી હતી. ચૂંટણીપંચ, સર અને મતદારયાદી સહિતના વિવાદો પર 55 મિનિટ સુધી પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસ નેતાએ આરોપ મૂક્યો હતો કે, જ્ઞાનેશકુમારે મતચોરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્ઞાનેશકુમારને નિયુક્ત કર્યા. તેમના વિરુદ્ધ મેં લખેલા પત્ર પર કોઇ કાર્યવાહી એ કારણે ન થઇ કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્ઞાનેશકુમારને બચાવે છે, તેવા આરોપ રાહુલે કર્યા હતા. લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું હતું કે, હું માત્ર હવામાં વાતો નથી કરતો, મારી પાસે તેના પાકા પુરાવા છે. રાહુલે કહ્યું હતું કે, ઇન્દિરા બાંગલાદેશ યુદ્ધમાં જીત્યા પછી પણ ચૂંટણીમાં હારી ગયા હતા. ભારતમાં દરેક સરકાર સામે શાસનવિરોધી લહેર હોય છે. ભાજપ સાથે આવું ન થયાનું કારણ જ્ઞાનેશકુમાર છે. તેમણે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ગરબડો કરાવી. એટલે જ મોદી, શાહ વિરુદ્ધ શાસનવિરોધી લહેર ન આવી, તેવું તેમણે કહ્યું હતું. અમારી માંગ છે કે, જ્ઞાનેશકુમાર રાજીનામું આપે. તેમની ગતિવિધિઓ દેશહિત વિરોધી છે. બંને ચૂંટણી કમિશનરે સત્ય સામે લાવીને સાચું કામ કર્યું છે. હું તેમની પ્રશંસા કરું છું, તેવું રાહુલે જણાવ્યું હતું. સંસદમાં બેઠેલા સાંસદ મતચોરીના આધાર પર સંસદમાં પહોંચ્યા છે, તો તેમણે બનાવેલા તમામ કાયદા ગેરકાનૂની છે, તેવું કોંગ્રેસ નેતા બોલ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd