• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

ચીન-અમેરિકા લડશે તો બેયની હાર

વોશિંગ્ટન, તા. 24 : `ટેરિફયુદ્ધ' છેડવાની ધમકીઓ સતત આપતા રહેતા અમેરિકાને ચીને ચોંટિયો ભરી લીધો છે. વ્હાઈટ હાઉસ પહોંચેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ કહ્યું હતું કે, અમેરિકા અને ચીન લડવાથી બચે. બન્ને દેશ આપસમાં લડતા રહેશે તો માત્ર હાર જ થશે. સંબંધોમાં `શીતયુદ્ધ' જેવી છાની તાણ વચ્ચેથી આજે સવારે અમેરિકા પહોંચ્યા હતા અને ટ્રમ્પ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર ગયા હતા અને જિનપિંગનું સ્વાગત કર્યું હતું. પત્ની પેંગ લિમુઆન સાથે પહોંચેલા ચીની રાષ્ટ્રપતિએ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પત્ની મેલેનિયા સાથે પહોંચેલા ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા અને ચીન દોસ્ત છે. બન્ને દેશના હિત એકમેકથી જોડાયેલા છે.  જિનપિંગે એવી ચેતવણી પણ આપી હતી કે ચીન અને અમેરિકા સાથે નહીં રહે તો અનેક વૈશ્વિક સમસ્યાઓ ઉકેલવી બહુ જ મુશ્કેલ બની જશે. આવું કહીને ટ્રમ્પને ટેરિફ પર ટકોર કરતાં ચીની રાષ્ટ્રપતિએ કહી દીધું હતું કે, આપણે જો આપસમાં લડતા રહીશું તો બન્નેની હાર થશે. અહેવાલ અનુસાર આ બેઠકમાં વેપારની સાથોસાથ એઆઈ, ટેકનોલોજી, ટેરિફ અને  અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. બેઠક દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિએ સૌથી મહત્ત્વના મુદ્દા તરીકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ને લેખાવતાં કહ્યું હતું કે, એઆઈનું નિયંત્રણ હંમેશાં માણસના હાથમાં રહેવું જોઈએ. અમેરિકાની કોઈ પણ મોટી ટીવી ચેનલે આ મુલાકાતનું જીવંત પ્રસારણ કર્યું નહોતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd