• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

નંદગામના યુવાનનો ફોન હેક કરી 51 હજાર પડાવી લેવાયા

ગાંધીધામ, તા. 24 : ભચાઉના નંદગામ નાની ચીરઈમાં રહેતા એક યુવાનનો મોબાઈલ હેક કરી ગઠિયાએ બારોબાર રૂા. 51,000 ઉપાડી લીધા હતા. નંદગામમાં રહી ટી.એમ. સોલ્ટ ચીરઈમાં કામ કરનાર પીયૂષ શામજી ખાટરિયા (આહીર) નામનો યુવાન આ બનાવનો ભોગ બન્યો હતો. આ યુવાનને તેના મિત્ર મોહિત ધનજી બરારિયાએ આર.ટી.ઓ. ચલણની એ.પી.કે. ફાઈલ  મોકલી હતી અને આ ચલણ ક્યાનુ છે જોઈને મને જાણ કરવા કહ્યું હતું ત્યારે યુવાન કામમાં હોવાથી બાદમાં તેણે આ ફાઈલ ખોલીને જોઈ હતી. બાદમાં તેને ઓટીપી આવ્યા હતા અને જુદા-જુદા ત્રણ ટ્રાન્ઝેશન થકી ગઠિયાઓએ કુલ રૂા. 51,000 ઉપાડી લીધા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં બનેલા આ બનાવ અંગે પોલીસે આજે ગુનો નોંધી હવે આગળની તપાસ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd