• ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026

બેડમિન્ટનની પુરૂષ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

નવી દિલ્હી, તા. 23 : એશિયન ગેમ્સમાં ભારતને 12મો મેડલ બેડમિંટનમાં મળ્યો હતો. બેડમિંટન પુરૂષ ઈવેન્ટમાં ભારતને સેમીફાઈનલમાં ચીન સામે 3-1થી હારનો સામનો કરવો પડયો હતો. જો કે ટીમે બ્રોન્ઝ મેડલ નામે કર્યો હતો. પુરૂષ બેડમિંટન ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ માટે મેચ હોતી નથી. સેમીફાઈનલ હારનારી ટીમને ત્રીજી ગણવામાં આવે છે. ભારતે અગાઉ 2022મા થયેલી એશિયન ગેમ્સની ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યાં ટીમને ચીન સામે ફાઈનલમાં હાર મળી હતી. આ વખતે  સેમીફાઈનલમાં જ ચીનનો સામનો થયો હતો અને ભારતીય ટીમને બ્રોન્ઝથી સંતોષ કરવો પડયો છે. ભારતીય ટીમ તરફથી પહેલા મેચમાં લક્ષ્ય સેન ઉતર્યો હતો. તેની સામે ચીનનો પુર્વ વિશ્વ ચેમ્પિયન શિ યુકી હતો. યુકીએ મેચને 21-16, 21-18થી પોતાના નામે કર્યો હતો. બીજા કુબલામાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ જીત નોંધાવીને મુકાબલો 1-1થી બરાબર કર્યો હતો. બન્નેએ વાંગ ચાંગ અને લિઆંગ વેઈકેંગને 21-11,22-20થી હરાવ્યા હતા.  ભારતે ત્રીજી મેચમાં આયુષ શેટ્ટીને ઉતાર્યો હતો અને ચીન તરફથી લી શેફિંગ આવ્યો હતો. લિએ મેચ 21-19, 21-13થી નામે કર્યો હતો. બીજા ડબલ્સ મેચમાં હી જી ટિંગ અને લિઈ યી સામે એમઆર અર્જુન અને હરિહરન અમ્સકરુનન વચ્ચે ટક્કર થઈ હતી. ચીની જોડીએ આ મેચ નામે કર્યો હતો. આ હાર સાથે ચીનને બેસ્ટ ઓફ 5મા 3-1થી અજેય સરસાઈ મળી હતી અને ફાઈનલમાં પહોંચ્યું હતું 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd