• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

હિન્દ મહાસાગર સુધી યુદ્ધની ઇરાનની ધમકી

નવી દિલ્હી, તા. 24 : ઈરાને હવે અમેરિકાને વધુ ભયાનક ધમકી આપી દીધી છે. ઈરાનનાં સુપ્રીમ લીડર મુઝતબા ખામેનીનાં સલાહકારે કહ્યું છે કે, જો અમેરિકા કે ઈઝરાયલ ફરીથી હુમલો કરવાની હિંમત કરશે તો હવે મધ્યપૂર્વનાં યુદ્ધને હિંદ મહાસાગર સુધી વધારવામાં આવશે. ખામેનીનાં સલાહકાર રહીમ સફવીએ કહ્યું હતું કે, આ ઘર્ષણ ફારસની ખાડી અને હોર્મુઝ જળમાર્ગથી લાલ સાગર સુધી ફેલાઈ ગયું છે એટલે સંભવ છે કે, યુદ્ધ થાય તો મોરચો વધુ આગળ પણ વધી જાય. તે કદાચ હિંદ મહાસાગર અને તેનાંથી પણ આગળ નીકળી જઈ શકે છે. ઈરાનની આ ચેતવણીથી ભારતને ચિંતાની કરચલીઓ ઉપસવા લાગી છે. છેલ્લા 8 માસથી ચાલતો આ ટકરાવ જો હિંદ મહાસાગર સુધી ફેલાઈ જાય તો લાડઈ ભારતનાં સમુદ્રી પાડોશ નજીક આવી જશે. આનાથી ભારતને મધ્યપૂર્વ, યુરોપ અને આફ્રિકાથી જોડતા સમુદ્રી માર્ગો ઉપર વાણિજ્યિક નૌવહનમાં માઠી અસરો જોવા મળી શકે છે. આ સમુદ્રી માર્ગો ઉપર કોઈપણ પ્રકારનાં અવરોધ ભારતને વિશેષ અસર કરી શકે છે કારણ કે ભારત પોતાની ક્રૂડ ઓઈલની ખપતનો મોટો હિસ્સો મધ્યપૂર્વથી આયાત કરે છે. ફારસની ખાડી, હોર્મુઝ અને આસપાસનાં સમુદ્રી વિસ્તારોમાં જહાજ પરિવહન પહેલેથી જ ખતરામાં છે અને તેનાં કારણે ઓઈલનાં ભાવ અને માલવહનનો ખર્ચ વધી ગયો છે. હવે હિંદ મહાસાગરમાં પણ તનાવ ફેલાય તો ભારતની પરેશાનીમાં ઓર વધારો થઈ શકે છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd