• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

અવસાન નોંધ

ભુજ : વીશા શ્રીમાળી સોની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 78) તે સ્વ. અરાવિંદભાઈ વાઘજીભાઈ ગુસાણીના પત્ની, મહેશભાઈ (કોર્ટ બેલીફ), સંગીતાબેનના માતા, પિન્કીબેન (પ્રીતિબેન), નરેશકુમાર (રાજકોટ)ના સાસુ, પૂર્વા, અંજનીના દાદી, હેમાંગી, નિધિના નાની, જયકુમાર માંડલિયા (કેરા)ના દાદીસાસુ, સ્વ. મનસુખલાલ, સ્વ. દેવેન્દ્રભાઈ, નીતિનભાઈ (જેન્તુ), સ્વ. હેમંતભાઈના ભાભી, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. વસંતબેન, ગં.સ્વ. સંધ્યાબેનના જેઠાણી, સ્વ. રામદાસ પ્રેમજીભાઈ આડેસરા (આદિપુર)ના પુત્રી, લતા (દેવી) લક્ષ્મીદાસ ઘેરૈયા (માંડવી), વીણા રમણીકલાલ માંડલિયા (અંજાર)ના મોટા બહેન અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2026ના શનિવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી પાર્ટીપ્લોટ, સોનીવાડ, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. સરલાબેન ધીરજલાલ ઠક્કર (તન્ના) (ઉ.વ. 69) તે સ્વ. ધીરજલાલ કરશનદાસ તન્નાના પત્ની, સ્વ. કમળાબેન કરશનદાસ દામજીના પુત્રવધૂ, સ્વ. નારાણજી કાનજી સોમૈયા (કેરા)ના પુત્રી, ભક્તિ, કપિલ, જયના માતા, પ્રિયંકા, પૂજાના સાસુ, અક્ષત, જાન્યાના દાદી, સ્વ. પ્રતાપભાઇ, સ્વ. વેલજીભાઇ, ચંદ્રકાન્તભાઇ, જયેશભાઇ, ગં.સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. ભાનુબેન, સ્વ. દમયંતીબેન, ઇન્દિરાબેન, ગં.સ્વ. શાંતાબેન, ચંદનબેનના બહેન, ઝવેરબેન, જયશ્રીબેન, માલતીબેન, પૂનમબેનના નણંદ, સ્વ. અનિલભાઇ, દિલીપભાઇ, સ્વ. મહેશભાઇ, કૌશિકભાઇ, ગં.સ્વ. નિર્મળાબેન અમૃતલાલ, ગં.સ્વ. કાંતાબેન પદમશીભાઇ, કુંદનબેન જમનાદાસ (મુંબઇ), હિનાબેન હસમુખભાઇના ભાભી, સ્વ. અનિતાબેન, ઉષાબેનના જેઠાણી, ક્રિમાલી, લીના, હેમાલી, કોમલ, હેતલ, ઘનશ્યામના કાકી, સંજય, પંકિન, નયના, રવિ, કુમુદ, કુંજલ, રીના, તેજસ, પાર્થના મામી તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9-2026ના રવિવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડીની બાજુમાં, ભુજ ખાતે.

માંડવી : શાહ ભોગીલાલ (નિવૃત્ત ટેલિફોન ઓપરેટર બીએસએનએલ) (ઉ.વ. 78) તે સ્વ. ગુલાબબેન મગનલાલ રવજી શાહના પુત્ર, જ્યોત્સનાબેનના પતિ, સ્વ. કાંતિલાલ કેશવજી વોરા (અંજાર)ના જમાઈ, મયંક, મહિમા, રચનાના પિતા, સ્વ. શશિકાંત, સ્વ. શાંતિલાલ, નવીનચંદ્ર (મુંબઈ), કીર્તિભાઈ (ભુજ), તનસુખભાઈ, જયેશભાઈ (મુંબઈ), હિતેનભાઈ (માંડવી) (ગ્રામીણ બેંક), સ્વ. ધનલક્ષ્મીબેન (ચંદ્રાબેન) ચંપકલાલ સંઘવી (અંજાર), ગં.સ્વ. કુસુમબેન નવીનચંદ્ર મહેતા, ગં.સ્વ. મંજુલાબેન વિનોદભાઈ શાહ, ગં.સ્વ. હંસાબેન લહેરીભાઈ મહેતા (મુંબઈ)ના ભાઈ, ભરતભાઈ, નીતિનભાઈ કાંતિલાલ વોરા (અંજાર)ના બનેવી, વિવેક ચંદુલાલ શાહ, કુશલ અશોકભાઈ વોરા, મીન્ટુબેન મયંક શાહના સસરા, ક્રિયાના દાદા, સૌમીલ, દર્શિતના નાના તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2026ના શનિવારે સાંજે 4થી 5 જૈનપુરી (એસી હોલ) માંડવી ખાતે.

મુંદરા : મૂળ મીઠાપુરના ખારવા દેવકીબેન ઝાલા (ઉ.વ. 75) તે ઠાકરશી પબાભાઈ ઝાલાના પત્ની, સ્વ. પાચીબેન પબાભાઈ ઝાલા (મીઠાપુરવાળા)ના પુત્રવધૂ, હરેશભાઈ, રમેશભાઈ, રાજેશભાઈ, કિશોરભાઈ, ક્રિષ્નાબેન, રીટાબેન, વાસંતીબેનના માતા, કલ્પનાબેન, અનુષ્યાબેન, કલ્પનાબેન, મીનાક્ષીબેન, સ્વ. પ્રતાપભાઈ, ભરતભાઈ, અરાવિંદભાઈના સાસુ, પૂજા, હાર્દિક, કિંજલ, કુંજન, હર્ષ, મંથન, અર્ચના, નીવ, કૃપાલીના દાદી, સ્વ. બચીબેન ગોપાલભાઈ રાઠોડના પુત્રી તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2026ના શનિવારે સાંજે 4થી 5 (ભાઈઓ-બહેનોની) સાગર ભુવન (ખારવા સમાજવાડી), મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ નલિયાના હાલે મુંબઇ સરલાબેન મંગલદાસ કટારમલ (ભાનુશાલી) (ઉ.વ. 57) તે સ્વ. ગંગાબાઈ લીલાધર મૂરજી ભદ્રા (મૂળ લોરિયા હાલે માધાપર)ના પુત્રી, કાનજી, દિનેશ અને ચતુરાના બહેન, સ્વ. જેતબાઈ લાલજી ભદ્રા (લોરિયા)ના પૌત્રીરામજી, કાનજી, કસ્તૂરીબેન, સ્વ. જમનાબેનના ભાણેજી તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષ તરફથી સાદડી તા. 19-9-2026ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, લવાસા સોસાયટી, ગોકુલધામ રોડ. માધાપર-નવાવાસ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ વરસામેડી નર્મદાબેન માણેક  (ઉ.વ. 97) તે સ્વ. જેઠાલાલ રતનશી માણેકના પત્ની, સ્વ. હેમરાજ લાલજી સોમેશ્વર (ખેંગારપર)ના પુત્રી, સ્વ. મહેન્દ્રભાઈ, હરેશભાઈ (વરસામેડી), નવીનભાઈ, સુરેશભાઈ, ગં.સ્વ. જયશ્રીબેન, ચેતનાબેનના માતા, સ્વ. જિતેન્દ્રભાઈ ડુંગરસી પલણ, સુભાષભાઈ નેણશી કારિયા (ભુજ), લક્ષ્મીબેન, સ્વ. રીટાબેન, નીલમબેનના સાસુ, રિંકુ (ભચાઉ), રાહુલ (વરસામેડી), મિતલ, નિરલ, જિગર, પાર્થ, ક્રિષ્નાના દાદી, અમરદીપભાઈ જિતેન્દ્રભાઈ દતાણી (ભચાઉ), મીત ચંદ્રકાન્ત ચંદે, જિજ્ઞા રાહુલભાઈ, રૂદાલી જિગરના દાદીસાસુ, કાજલ વિપુલભાઈ સોતા, કૃપા પૂર્વેશભાઈ ગણાત્રા, રીમા તેજસભાઈ શર્મા, રૂપલ તેજસભાઈ જોબનપુત્રા, જુલી જયભાઈ અખાણીના નાની, ધ્યાની, પ્રિશિવના પરદાદી, બચુબેન, દેવકાબેનના ભાભી, સ્વ. જાદવજી, સ્વ. દામજી, સ્વ. શિવજી, સ્વ. સાકરબેન, સ્વ. તૃષાબેનના બહેન તા. 18-9-2026ના અવસાન પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9-2026ના સાંજે 4.30થી 5.30 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ  ખાતે.

માધાપર (તા. ભુજ) : રજિયાબેન ફજવાણી (વાંકીવાળા) (ઉ.વ. 86) તે મ. નુરદ્દીનભાઇ હસનઅલી ફજવાણીના પત્ની, મ. પ્યારઅલી, મન્સુરઅલી, મ. ગુલબાનુબેનના ભાભી, મ. નાદીરભાઇ, રફીકાબેન, નિઝારભાઇ, રોજમીનબેન, સમસુદ્દીન (સ્ટાઇલ ફૂટવેર-મુંદરા)ના માતા, શાબાનભાઇ, દિલીપભાઇ, રોઝીનાબેન, પરીનબેનના સાસુ, શાહ સુલતાનબેનના માસી, નિખિલ, ઇકરા, આલીમ, અલીફના દાદી, સન્ની, પ્રિન્સના નાની તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-9-2026ના શનિવારે સાંજે 4.30થી 5.30 ખોજા જમાતખાના કમ્પાઉન્ડ, માધાપર ખાતે.

મઉં મોટી (તા. માંડવી) : શામજીભાઇ કચરાભાઇ સીંચ (ઉ.વ. 70) તે  ડાઇબેનના પતિ, મહેશ, મૂરજી (જી.આર.ડી.), લક્ષ્મી પ્રવીણ ધેડા (કુરબઇ), કમળા નીલેશ ધેડા (મોટા કપાયા)ના પિતા, ખેરાજભાઇ, નારાણભાઇ, ભાણબાઇ મીઠુ ધેડા (કુરબઇ), મુલબાઇ બુધા વિગોરા (મકડા), કેશરબાઇ કેશવજી ધેડા (સાંયરા-કોઠારા), લીલબાઇ ધનજી ધેડા (નિરોણા)ના ભાઇ, પૂનમબેન ચેતન લાંભરખિયા (આસંબિયા), કરણ, વિવેક, મિત્તલ, રાજ, હાર્દિક, શિલ્પાના દાદા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-9-2026ના આગરીની રાત, તા. 21-9-2026ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મફતનગર, મઉં મોટી ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : ધનબાઇ ધનજી સોધમ (ઉ.વ. 56) તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-9-2026ના રવિવારે આગરી, તા. 21-9-2026ના સોમવારે પાણી (ઘડાઢોળ).

બારોઇ (તા. મુંદરા) : આદમ મુસા ગોયલ (ઉ.વ. 54) તે ફકીરમામદ, ઇબ્રાહિમ, ઇસ્માઇલ, મામદના ભાઇ, રમજાન, રફીક, રસીદ ગોયલના કાકા, ઓસમાણ ભજીરના સાળા તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-9-2026ના સવારે 10.30થી 11 બારોઇ જમાતખાના ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : સુમરા હાજી દાઉદ હાજી રમજુ (ઉ.વ. 57) તે વસીમ અકરમ, કમાલ અહેમદના પિતા, હાજી સાલેમામદ, હાજી સતાર, હાજી લતીફના ભાઇ તા. 17-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-9-2026ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સુમરાવાસ, નાના કપાયા ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : મૂળ ધારી (અમરેલી)ના હાલ અમેરિકા દ્વારકાદાસ છગનલાલ વિઠ્ઠલાણી (ઉ.વ. 80) તે ડો. સુમતીબેનના પતિ, હેતલના પિતા, સ્વ. ગંગાબેન દેવશીભાઈ ઠક્કર (ઢોરી)ના જમાઈ, મહિપતભાઈ દેવશીભાઈ ઠક્કર (ભુજપર), સ્વ. કંકુબેન મુળજીભાઈ મજેઠિયા (ભુજ), સ્વ. દમયંતીબેન દિલીપભાઈ ઠક્કર (સાવરકુંડલા), ઇન્દિરા મહેશ અનમ (ભુજ)ના બનેવી, સ્વ. પુષ્પાબેન મહિપતભાઈ ઠક્કર (ભુજપર)ના નણદોયા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-9-2026ના શનિવારે સાંજે 4થી 5 મહિપતભાઈ દેવશીભાઈ ઠક્કરના નિવાસસ્થાને માતૃ-પિતૃ બિલ્ડિંગ, જેશલપીર મંદિર સામે, ભુજપર (તા. મુંદરા) ખાતે.

આણંદપર-યક્ષ (તા. નખત્રાણા) : હાલે કોંડાલી (મહારાષ્ટ્ર) અરાવિંદભાઈ ભગત (ઉ.વ. 52) તે જવેરબેન કીર્તિભાઈ વીરજી ભગતના પુત્ર, ભાવેશ, જિજ્ઞેશ, પ્રીતિના ભાઈ, નરાસિંહભાઈ, અશોક, ભૂપેન્દ્ર, મનોજના કાકાઈ ભાઈ, રુદ્ર, યશ્વી, જેનીલના મોટાબાપા તા. 18-9-2026ના કોંડાલી (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 20-9-2026ના રવિવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે તથા ધાર્મિક વિધિ કોંડાલી (મહારાષ્ટ્ર) ખાતે.

લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : દાફડા દેવીબેન (ઉ.વ. 72) તે અરજણ શિવજી દાફડાના પત્ની, ભગવતીબેન, લક્ષ્મીબેન મૂળજી લોંચા (દેવપર-યક્ષ), વિમળાબેન અરવિંદભાઇ ચાવડા (સિયોત), કાનજી અને મૂરજીના માતા, મીઠુભાઇ ભોપા, સ્વ. મનજીભાઇ, દેવજીભાઇ, સ્વ. લાલુબેન ખેંગાર ચાવડા (નખત્રાણા), ભચીબેન વિરજી સોલંકી (મોટા કાદિયા)ના ભાભી, સ્વ. ડાયાભાઇ હરજી જાદવ (મોટા કાદિયા)ના બહેન, બાબુલાલ (માનકૂવા), મોહન, જગદીના ફઇ, મોહનભાઇ, નરશી, પ્રવીણના મોટીમા, રેખા, રોહિત, વંદના, ગાયત્રી, દર્શન, પ્રિન્સ, દૃષ્ટિ, ચિરાગના દાદી, મૂરજી મેઘજી લોંચા (દેવપર-યક્ષ), અરવિંદ કરશન ચાવડા (સિયોત-સરપંચ), કમળાબેનના સાસુ તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 21-9-2026ના રાત્રે સત્સંગ તથા તા. 22-9-2026ના સવારે 11 વાગ્યે પાણીયારો. બેસણું નિવાસસ્થાને.

પાનધ્રો (તા. લખપત) : ભારતીબેન રસિકલાલ ગણાત્રા (ઉ.વ. 68) તે ઠક્કર રસિકલાલ ચત્રભુજના પત્ની, સ્વ. દમયંતીબેન તથા બચુબાઇ ચત્રભુજ તોલારામના પુત્રવધૂ, રાહુલભાઇ, રવિભાઇ, મીનાબેન, સંધ્યાબેન, શીતલબેનના માતા, સંગીતાબેન, દીપાબેન, સમીરભાઇ (વાપી), બિપિનભાઇ (વાપી), રાહુલભાઇ (માધાપર)ના સાસુ, કાવ્યાબેન, ત્રીનાબેન, રોહન, દિત્યાબેનના દાદી, રાજુભાઇ, નીતિનભાઇ, દીપકભાઇ, હિંમતભાઇના ભાભી, જ્યોતિબેન, રસીલાબેન, રશ્મિબેન, ક્રિષ્નાબેન, કલ્પનાબેનના જેઠાણી, ઇશિતાબેન કિશનભાઇ અનમ (નખત્રાણા), દેવભાઇના મોટામા, ભવ્ય, તીર્થ, વંશ, પ્રિન્સી, નીલ, ધ્યાની, વૈશ્નવીના નાની, સીતાબેન પરમાનંદ કતિરા (નારાયણ સરોવર), ચંદ્રિકાબેન મંગલદાસ બારૂ (સિયોત)ના ભત્રીજાવહુ, સ્વ. જમનાદાસ નારાણજી દાવડા (નલિયા)ના પુત્રી, સ્વ. શંભુરામ, સ્વ. પરસોત્તમ, સ્વ. ખીમજીભાઇ, સ્વ. લહેરીભાઇ, સ્વ. જયાબેન, વિઠ્ઠલદાસના બહેન તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-9-2026ના રવિવારે સાંજે 4થી 5 સથવારા સમાજવાડી, પાનધ્રો ખાતે.

મુંબઇ : કચ્છી ભાટિયા વૈષ્ણવ મીના આશર (ઉ.વ. 94) તે સ્વ. મોરારજી ચત્રભુજ આશરના પત્ની, સ્વ. ચત્રભુજ કરસનદાસ માવજી આશર (રંગવાળા), સ્વ. ચંપાબેન, સ્વ. હીરાબેનના પુત્રવધૂ, સ્વ. કોકિલાબેન ચત્રભુજ આશરના ભાભી, મમતા આશર, અનીશા ઉદ્દેશી, જાગૃતિ પલેજાના માતા, સ્વ. કરસનદાસ ઝવેરી અને સ્વ. પુષ્પાબેન ઝવેરીના પુત્રી, સ્વ. રતનશી ઝવેરી, સ્વ. મધુકાંત ઝવેરી, સ્વ. સુંદરદાસ ઝવેરી, સ્વ. માધુરીબેન રમણકાંત કાપડિયાના બહેન, પરેશભાઈ, નરેશભાઈ, ચંદ્રેશભાઈના સાસુ, ધવલ, અસીમ, હંસી, પવનના નાની, મિત વેદ, સ્નેહા, ધરતીના નાનીસાસુ તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુંબઇ : મૂળ વરસામેડીના મનીષ માણેક (ઉ.વ. 52) તે સ્વ. નર્મદાબેન રાઘવજીભાઈ માણેકના પૌત્ર, ગં.સ્વ. પાર્વતીબેન હરીશભાઈ માણેકના પુત્ર, આરતીબેનના પતિ, સંગીતા યોગેશભાઈ ઠક્કર, સ્મિતા સચિનભાઈ કેસરિયા, કમલ માણેક, શ્વેતા નૈમેશ સેજપાલ, પ્રણવ માણેક, પૂજા પ્રતિક આથાના ભાઈ, મૈયાબેન મકનજીભાઈ કોટક, હંસાબેન શંકરભાઈ, વનિતાબેન અશોકભાઈના ભત્રીજા, મુક્તાબેન મોરારજીભાઈ પલણ (અંજાર)ના દોહિત્ર, ભૂમિ, જય, જાહનવીના મામા, કાન્તાબેન ઉમેદભાઈ ઠક્કરના જમાઈ, મયૂરભાઇ, રેખાબેન, મિત્તલબેન, દિગીશાબેનના બનેવી, રિમાબેનના નણદોઈ, ઈશાન્વીના ફુવા તા. 16-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-9-2026ના શનિવારે 5થી 7 ગોપુરમ હોલ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરીતાની બાજુમાં, મુલુંડ (વેસ્ટ) મુંબઈ-80 ખાતે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd