ભુજ : જયાબેન સવાઇલાલ ગોર (ઉગાણી) (ઉ.વ. 91) તે સ્વ. રતનબેન શંકરલાલ પુરુષોત્તમ
ઉગાણીના પુત્રવધૂ, સ્વ. કરશનજી
નારાણજી વિઠાના પુત્રી, સ્વ. સુરેશ, રમેશ,
સ્વ. બિપિન, સ્વ. હરસિદ્ધ, રસીલા, ગીતા, પવિત્રાના માતા,
ગં.સ્વ. ભારતીબેન, વિજયાબેન, ગં.સ્વ. અંજનાબેન, શાંતિલાલ હરિરામ નાગુ (નાની ખાખર),
વિનોદભાઇ, મુકેશભાઇ બાબુલાલ ગોર (અન્નપૂર્ણાવાળા)ના
સાસુ, તુષાર, વિજય, જિજ્ઞેશ, અર્ચના અતુભાઇ જોષી, હેમલ
રાહુલભાઇ મોતા, હિતેષીના દાદી, કેવન,
ભૂમિત, નીકિતા પ્રફુલભાઇ નાકર, ફાલ્ગુની ભૂષણ અજાણી, સ્વ.કુ. ઉત્તરા વિનોદભાઇ ગોરના
નાની, સ્વ. રામકૃષ્ણ, ગોદાવરીબેન,
સ્વ. ભાનુપ્રતાપ, સ્વ. ઝવેરબેન, સ્વ. સરસ્વતીબેન પુરુષોત્તમ જોષી, જશોદાબેન વિરજી વિઠાના
ભાભી, સ્વ. જયંતીલાલ કરશનજી વિઠાના બહેન, મંગલભાઇ, રાજુભાઇ, યોગેશભાઇ,
સ્વ. દક્ષાબેનના ફઇ, સ્વ. મહેન્દ્ર, શૈલેશભાઇ, સ્વ. કિરણભાઇ, મૃદુલાબેન,
ઉષાબેન, નીતાબેન અને નીતાબેનના કાકી તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 22-9-2026ના મંગળવારે સાંજે 5થી 6 આર.ટી.ઓ. સમાજવાડી, રિલોકેશન સાઇટ ખાતે.
ભુજ : સમેજા હારૂન અનવર (આઈના મહેલ) (ઉ.વ. 45) તે અનવર (શરદબાગ)ના પુત્ર, અલીમામદ, કાસમ,
ઉમર, સુગરાબેન, મુમતાજબેનના ભત્રીજા, અબ્દુલ સમેજા (મથડા)ના
ભાણેજ, દાઉદ સમેજા (પત્રકાર જીએસટીવી ગુજરાત સમાચાર),
ઈસ્માઈલ, મોં. અસીલ, હેમદ,
આફતાબ, અમનના ભાઈ તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-9-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ડો. રામ ગઢવી હોસ્પિટલની બાજુમાં, કોડકી રોડ, ભુજ ખાતે.
અંજાર : કિશોરપુરી રામપુરી ગોસ્વામી (ઉ.વ. 66) (પૂર્વ પ્રમુખ તથા સલાહકાર દશનામ
ગોસ્વામી સમાજ અંજાર) તથા (પૂર્વ ચેરમેન લાઈટ એન્ડ ગાર્ડન સમિતિ, અંજાર નગરપાલિકા) તે સ્વ. નર્મદાબેન રામપુરીના
પુત્ર, વંદનાબેનના પતિ, વિજયપુરી,
નીતિનપુરી, હાર્દિકપુરીના પિતા, સ્વ. શાંતાબેન મુલગિરિ (ચંદિયા)ના જમાઈ, રમેશગિરિ (નાગલપર),
પ્રવીણગિરિ (ચંદિયા)ના બનેવી, કૃપાબેન,
નિરૂપાબેન (જી.એસ.ટી ગાંધીધામ)ના સસરા, સ્વ. શાંતાબેન
નારણપુરી, સ્વ. ચમનપુરી બુધપુરીના ભત્રીજા, સ્વ. પ્રવીણપુરી, સ્વ. નરસીપુરી, સ્વ. ગિરીશપુરી, ગં.સ્વ. દમયંતીબેન પરસોત્તમગિરિના નાનાભાઈ,
ગં.સ્વ. પ્રવીણાબેન પ્રવીણપુરી, ગં.સ્વ. ઉર્મિલાબેન
નરાસિંહપુરીના દિયર, જિજ્ઞેશપુરી, નીલેશપુરી,
ભાવનાબેન મહાદેવગર (ભુજ), પ્રીતિબેન શિલ્પેશગિરિ
(માધાપર ), રીનાબેન યોગેશપુરી (કેરા), જ્યોતિબેન
રાહુલગિરિ (અંજાર)ના કાકા, અલ્પાબેન જિજ્ઞેશપુરી, આરતીબેન નીલેશપુરીના કાકાજી સસરા,
દેવ, મીરા, જાનયા,
ધૈર્ય, મદેશ, કેવલ્યના દાદા
તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-9-2026ના
મંગળવારે સાંજે 4થી 5 મિસ્ત્રી સમાજવાડી (પીરવાડી), અંજાર ખાતે. ભંડારો અને પૂજનવિધિ શંખઢોળ તા.
2-10-2026ના શુક્રવારે નિવાસસ્થાને.
અંજાર : સમેજા હાજરાબેન કાસમ (ઉ.વ. 90) તે સમેજા કાસમ સિધિક (એસ.ટી.
ડ્રાઇવર)ના પત્ની, સમેજા આમદ
(એસ.ટી.)ના માતા, ત્રાયા
કાસમ અબ્દુલા (એસ.ટી.)ના સાસુ, મહેબૂબ, ફિરોઝ, રફીકના દાદી, ત્રાયા અનવર
કાસમના નાની, સમેજા મ. આદમ ઇશાક, સમેજા
ઝહીર ઇસ્માઇલ, સમેજા અબ્દુલ ઇશાકના મોટીમા તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 22-9-2026ના મંગળવારે સવારે 10થી 11 નિવાસસ્થાન નગરપાલિકા કોલોની,
મકાન નં. 167, નયા અંજાર
ખાતે.
અંજાર : અ.સૌ. દમયંતીબેન ધરમશીભાઈ અનમ (ઉ.વ. 77) તે સ્વ. ભવાનજી મોતીરામ અનમ
(ધામણ)ના પુત્રવધૂ, સ્વ. પરસોત્તમ
ગોપાલજી ઉદવાણી (અંજાર)ના પુત્રી, ધરમશીભાઈ ભવાનજી અનમ (હાલે
નાગપુર)ના પત્ની, હિનાબેન, સ્વ. રાજેશના
માતા, હિતેષભાઈ ઠક્કર (આદર્શ કોમ્પ્યુટર-નાગપુર)ના સાસુ,
ભકિત, રાઘવના નાની, સ્વ.
પ્રભાબેન કેશવજી, શંકરલાલ પરસોત્તમ ઉદવાણીના બહેન, રમીલાબેનના નણંદ, મીનલ, દર્શના,
તેજસના ફઈ, સોનલ, ચેતનભાઈ
(ભુજ), અમિતભાઈ (ગાંધીધામ)ના ફઈસાસુ, ભાવના,
હિતેષ, દિનેશના માસી, પ્રીતિબેન,
વર્ષાબેન, કનૈયાલાલ કોડરાણીના માસીસાસુ તા. 19-9-2026ના નાગપુર ખાતે અવસાન પામ્યા
છે. માવતર પક્ષની પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : કાપડી કપિલાબેન (ઉ.વ. 70) તે સ્વ. ધનસુખભાઇ વેલજીના પત્ની, મહેન્દ્રભાઇ, હસમુખભાઇ,
અરવિંદભાઇ, રિતેશભાઇ, અનસૂયાબેન
દિલીપભાઇ કાપડી (અંજાર), રસીલાબેન હિંમતરામ કાપડી (આણંદ),
પુષ્પાબેન વિનોદભાઇ સેવક (વરલી), સ્વ. ગીતાબેન
રાજેશભાઇ સેવક (વરલી)ના મોટા ભાભી, ઉમેદ, સ્વ. પ્રહલાદ, હેતલબેન નીલેશભાઇ ચંદ્રયાણી (મુંબઇ)ના
માતા, વિવેક અને યુગના દાદી, નિવના નાની,
કુંતલબેન હિતેષભાઇ સાધુ, અમિત, વિશાલ, શ્યામ, રુદ્રના મોટીમા,
પુરબાઇ આશારામ કાપડી (મોડસર)ના પુત્રી, સ્વ. મેઘજી
આશારામ, જાનકીબેન કિશોરભાઇ, સ્વ. ભગવતીબેન,
ગોદાવરીબેનના બહેન તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 4થી 5 સારસ્વત સમાજવાડી, બોર્ડિંગ, વાગડિયા ચોક, નિવાસસ્થાનની
બાજુમાં.
માધાપર (તા. ભુજ) : મૂળ ખોખરાના ગં.સ્વ. ભચીબેન ગોપાલ ચાવડા
(સુતાર) (ઉ.વ. 62) તે સ્વ. ગોપાલભાઈ ભાણજીભાઈ
ચાવડાના પત્ની, હસમુખભાઈના માતા,
ભાવનાબેનના સાસુ, પ્રિયાંશી, રિદ્ધિ, ડીસાના દાદી, સ્વ. ભાણજીભાઈ
મેઘજીભાઈના પુત્રવધૂ, પ્રતાપભાઈ, દિલીપભાઈ,
નરસીભાઈ, હરસુખભાઈના કાકી, સ્વ. ભગવાનજીભાઈ વીશાભાઈ પરમારના પુત્રી, માધવજીભાઈ,
ખીમજીભાઇ, મોહનભાઈ, ગોમતીબેનના
બહેન તા. 20-9-2026ના
અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને ગંગેશ્વર રોડ, વિશ્વકર્મા ચોક, માધાપર-નવાવાસ
ખાતે.
કુકમા (તા. ભુજ) : ખલીફા અબ્દુલ વેલા (ઉ.વ. 49) તે મ. વેલા ઇસ્માઇલના પુત્ર, રમજુભાઇ, સાલેભાઇ (અટલનગર-ચપરેડી)ના
ભાઇ, અઝહર, અલ્તાફના પિતા, ભૂરાભાઇ ખલીફા (વોંધ)ના જમાઇ તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 22-9-2026ના મંગળવારે સવારે 10થી 11 કુકમા ઇદગાહ ખાતે.
જાંબુડી (તા. ભુજ) : હઠુભા કારૂભા જાડેજા (ઉ.વ. 70) (નિવૃત્ત પો. જમાદાર) તે સ્વ. મોહનાસિંહ, મદનાસિંહ (એમઇએસ-ભુજ)ના મોટા ભાઈ, મયૂરાસિંહ, ઇન્દ્રજિતાસિંહ (બીએમસીબી), ભરતાસિંહ (એમઇએસ-ભુજ)ના પિતા, હરપાલાસિંહ (તલાટી),
વિશ્વરાજાસિંહ (પોસ્ટ)ના મોટાબાપુ, હરપાલાસિંહ
વાઘેલા (ખેડોઈ)ના સસરા, માનવીરાસિંહ, વિરાજાસિંહ,
રાજવીરાસિંહ, દેવવ્રતાસિંહના દાદા, પ્રિન્સરાજાસિંહના નાના તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-9-2026ના ગુરુવારે ક્ષત્રિય સમાજવાડી, જાંબુડી ખાતે તથા ધાર્મિકક્રિયા બારસ તા. 1-10-2026ના ગુરુવારે નિવાસસ્થાન જાંબુડી
ખાતે.
જાંબુડી (તા. ભુજ) : નામાબેન વિશ્રામ ખરેટ (ઉ.વ. 90) તે વિશ્રામ સુમાર ખરેટના પત્ની, સ્વ. કાનજી સુમાર ખરેટના ભાભી, સ્વ. દેવજી, ભીમજી, સ્વ. શામજી,
બાયાબેન દેવશી મંગરિયા, જેઠીબેન પૂજા સીજુ,
ધનબાઇ શામજી મંગરિયાના માતા, મગીબેન, ભચીબેનના સાસુ, નાનુબેન, ડેમાબેન,
સ્વ. જશુબેન, રમેશના મોટીમા, મોહન, મગન, દીપક, રાહુલ, મનસુખ, સુરેશ, કેવલ, લક્ષ્મી, રમીલા, વેદિકાના દાદી તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 23-9-2026ના, પાણીઆરો તા. 24-9-2026ના નિવાસસ્થાન જાંબુડી ખાતે.
ગંગોણ નાની : કેશાબા મુરુભા જાડેજા (ઉ.વ. 76) તે સ્વ. મુરુભા માણસંગજીના
પત્ની, નટુભા, રતનજીના માતા,
રતનજી નટુભાના દાદી તા. 19-9-2026ના અવસાન પામ્યા છે.
મસ્કા (તા. માંડવી) : વેલજી શંભુલાલ બોડા (ઉ.વ. 44) તે ત્રિવેણીબેન શંભુલાલના પુત્ર, પ્રજ્ઞાબેનના પતિ, સ્વ.
જમનાબેન હરિશંકરના પૌત્ર, સંદીપના ભાઈ, ખુશાલીબેનના જેઠ, મીરલના કાકા, ગં.સ્વ. કસ્તૂરબેન હંસરાજ ઉગાણી (ભીંસરા), સ્વ. સાકરબેન
વિશનજી માકાણી (માંડવી), સ્વ. રાધાબેન ભાણજીભાઈ નાથાણી,
ગં.સ્વ. દમયંતીબેન કાંતિલાલ મોતા, લાભશંકર,
પ્રભાશંકર, પ્રવીણભાઈ, જગદીશભાઈના
ભત્રીજા, સ્વ. મણિબેન નારાણજી મોતાના દોહિત્ર, સ્વ. કસ્તૂરબેન શંભુલાલ મોતા, સ્વ. દમયંતીબેન જવાહરલાલ
મોતા, ગં.સ્વ. ચંચલબેન રણછોડજી વ્યાસ, ગં.સ્વ.
બેનકુંવરબેન પ્રવીણભાઈ મોતાના ભાણેજ, શાંતાબેન ગૌરીશકર મોતા
(મસ્કા)ના જમાઈ, સ્વ. ભાવેશભાઈ મોતા, ચેતનભાઈ
મોતા (મુંબઈ)ના બનેવી, ધનશ્રીબેન ચેતનભાઈ મોતા, ગ.સ્વ. મનીષાબેન ભાવેશભાઈ મોતાના નણદોયા, હેરિન,
વન્યા, જેનીલ, પ્રેમના ફુવા
તા. 18-9-2026ના અવસાન પામ્યા છે. માવિત્ર
પક્ષ અને સાસરા પક્ષની સાદડી તા. 21-9-2026ના સોમવારે સાંજે 3થી 5 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : રાયમા અલીમામદ આમદ તે રફિકના પિતા, સિધિક અને રમજાનના મોટા ભાઈ, અલીમામદ ઈબ્રાહિમ, રમજાન ઈબ્રાહિમ, અભુ ઈબ્રાહિમ (ટપ્પર)ના કાકાઈ ભાઈ, લધા જાકાના મામાઈ
ભાઈ તા. 20-9-2026ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 22-9-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.
મોરજર (તા. નખત્રાણા) : ધોકડિયા ખેતશીભાઇ મનજી (ઉ.વ. 80) તે સ્વ. નાનબાઇ તથા કાન્તાબેનના
પતિ, અમૃતલાલ, જયંતીભાઇ (માનકૂવા),
લક્ષ્મણ, મંજુલાબેન મોહનભાઇ ચાવડા (માનકૂવા),
ચંપાબેન બાબુલાલ દાફડા (રતડિયા)ના પિતા, સ્વ. નારાણ
મેઘજી, ખીમીબેન કાનજી વાઘેલાના ભાઇ, મનોજ,
સુનીલ, કિરીટ, વિવેક,
સુભાષ, કવિતાબેન સંજય રાઠોડ (માનકૂવા),
રીટાબેન દીપક સોલંકી (કાદિયા), નીકિતા,
નમ્રતાના દાદા, સ્વ. રામજી ભાણજી પરમાર (આણંદસર-મંજલ),
સ્વ. મનજીભાઇ, સ્વ. ચૂનીલાલભાઇ, સ્વ. કેશરા મેઘજી, ખીમજી મેઘજી, મોહન મેઘજી (મોડાસા)ના બનેવી, રામજીભાઇ, સ્વ. રાજાભાઇ, રમેશભાઇ (નખત્રાણા)ના કાકા, દેવજી કાનજી વાઘેલા (વિથોણ)ના મામા તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ
તા. 21-9-2026ના રાત્રે તથા તા. 22-9-2026ના સવારે 10.30 વાગ્યે પાણીઆરો તથા બેસણું
નિવાસસ્થાને.
નલિયા (તા અબડાસા) : પ.ક.મ.ક.સ.સુ. ગં.સ્વ. રતનબેન (ગોદાવરીબેન)
રવજીભાઈ ડાભી (દરજી) (ઉ.વ. 95) તે સ્વ. લક્ષ્મીબેન
ધનજી દરજીના પુત્રવધૂ, સ્વ. ગોદાવરીબેન
દેવજીના જેઠાણી, મોરારજીભાઈ, ભાણજીભાઈ,
ચત્રભોજ, સ્વ. બુદ્ધાભાઈ, સ્વ. દમયંતીબેન શિવજી પરમાર (વાંઢ), સ્વ. દેવલક્ષ્મીબેન
પ્રવીણભાઇ મોઢ (ભુજ), ગં.સ્વ. અનસૂયાબેન દામજીભાઈ મોઢ (નલિયા),
રાધાબેન ખીમજીભાઈ સોલંકી (ભારાસર), રમીલાબેન હરેશભાઈ
ગોહિલ (નખત્રાણા)ના માતા, પરસોત્તમભાઈ, ભરતભાઈ, સ્વ. વિજયાબેન રામજી સોલંકી (ખોંભડી),
સ્વ. નર્મદાબેન જેઠાલાલ મોઢ (નખત્રાણા), સ્વ. મહાલક્ષ્મી
રાજેશભાઈ પરમાર (ભાંડુપ-મુંબઈ), અમરતબેન શાંતિલાલ સોલંકી (દરશડી)ના
મોટાબા, ચંપાબેન, મધુબેન, કમળાબેનના સાસુ, પ્રવીણાબેન, મનીષાબેનના
મોટા સાસુ, જગદીશભાઈ, નીલેશભાઈ,
જયેશભાઈ, મયૂરભાઈ, શિવાંગભાઈ,
રૂપેશભાઈ, વિજયભાઈ, બ્રિજેશભાઈ,
પ્રથમભાઈ, આશાબેન, પ્રીતિબેન,
જયશ્રીબેન, સ્વ. બીનાબેનના દાદી, પ્રજ્ઞાબેન, હિનાબેન, શ્રદ્ધાબેન,
તેજલબેન, વૈશાલીબેન, ડિન્કીબેનના
દાદીસાસુ, જીત, સૌમ્ય, વ્યોમ, નિરાલી, ક્રીમાલી,
ખુશીના પરદાદી, સ્વ. મણિબેન ગોપાલજી પરમાર (કલ્યાણપર)ના
પુત્રી, સ્વ. રામજીભાઈ, લહેરીભાઈ (દેશલપર-વાં.),
ગં.સ્વ. રુક્ષ્મણીબેન લહેરીભાઈ ડાભી (નલિયા), ગં.સ્વ.
દેવકાબેન નારાણભાઈ સોલંકી (કાંડાગરા), ગૌરીબેન મનસુખભાઈ મોઢ
(સૂરજપર)ના બહેન, લક્ષ્મીબેન કરશનદાસ જાદવજી (મંજલ)ના ભત્રીજી,
નવીનભાઈ, જેન્તીભાઇ, સુરેશભાઈના
કાકાઈ બહેન, ગં.સ્વ. રુક્ષ્મણીબેન, દમયંતીબેનના
નણંદ, કિશોરભાઈ, મુકેશભાઈ, અરાવિંદભાઈ, નીતિનભાઇ, ગં.સ્વ.
જયશ્રીબેન (અમદાવાદ), આશાબેન (ભુજપુર), નિશાબેન (રામપર-વેકરા)ના ફઈ તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 21-9-2026ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, નલિયા ખાતે.
નલિયા (તા. અબડાસા) : સુમરા હલીમાબાઈ હાજી આમદ (ઉ.વ. 87) તે મ. ઈસ્માઈલ, ઓસમાણ, રમજાન,
અબુબકર, રઝાક, હુશેન,
હનીફના માતા, મ. ઈબ્રાહિમ મુશા, ઉમર મુશાના ભાભી, જુસબ જુણસ, અબ્દુલ,
સલીમ, અનવર, સિધિક ના મોટામા,
દાઉદ, સલીમ, ગની,
અનવરના સાસુ, આધમ, ફકીરમામદ,
સિકંદર, અકીલ, સિરાજ,
શાહીલ, આમદ, તાહીર,
સુલતાન, સાજીદ, અહદ,
શકીલના દાદી, કાદર, સદામ
, હમીદ, શકીલના નાની તા. 19-9-2026ના અવસાન છે. વાયેઝ-જિયારત
તા. 21-9-2026ના સોમવારે સવારે 10.30થી 11.30 હિંગોરજા જમાતખાના, નલિયા ખાતે.
વિંઝાણ (તા. અબડાસા) : પ્રભાતબા (ઉ.વ. 87) તે જાડેજા આસુભા વિજયરાજજીના
પત્ની, સ્વ. પ્રવીણાસિંહ, અનોપાસિંહ,
મયૂરાસિંહના માતા, ધર્મરાજ, યોગરાજ, પૂર્વરાજના દાદી તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. સાદડી
બાવાની દરબારગઢ, વિંઝાણ ખાતે. ધાર્મિકક્રિયા
1-10-2026ના નિવાસસ્થાને.
દયાપર (તા. લખપત) : સોલંકી જેઠીબેન (ઉ.વ. 68) તે મનજી કાંયા સોલંકી (રસલિયા)ના
પત્ની, કાનજીભાઇ, ચંદુલાલ,
દમયંતીબેન નારાણ ચાવડા (સુખપર-ભુજ)ના માતા, દિયા,
પ્રિન્સ, દીપ, સાચી,
સાક્ષી, પ્રિયાંશી, અંશના
દાદી, રામજી (નખત્રાણા), ગોપાલ (સુખપર-ભુજ),
દેવજી, નાનજી, કરશન (રસલિયા)ના
કાકી, ખીરસરાના સ્વ. ભોજા પચાણ વાઘેલા, સ્વ. મીઠુભાઇ ડાયાભાઇ, સ્વ. નાનુબેન તેજા પરમાર (રતડિયા),
કાનુબેન નારાણ સોલંકી (દયાપર)ના બહેન, નીરજ,
ભૂમિના નાની, દિનેશભાઇ, ધનજીભાઇ,
જયંતીભાઇ, પરેશભાઇ, નીલેશ,
ઇશ્વર, મનોજ (તમામ ખીરસરા-નેત્રા)ના ફઇ તા. 20-9-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ-સત્સંગ
તા. 22-9-2026ના રાત્રે તથા તા. 23-9-2026ના સવારે 11 વાગ્યે પાણીઆરો, બેસણું નિવાસસ્થાને.
રાજકોટ : હસમુખરાય વીરચંદભાઈ રાયચુરા તે ભારતીબેનના પતિ, પીયૂષભાઈ, પ્રીતિબેન પ્રદીપકુમાર
વસાણી, જયોતિબેન મુકેશકુમાર સાયાણીના પિતા, દીપકભાઈ, જીતુભાઇ રાયચુરાના ભાઈ, સ્વ. શાંતિલાલ મોરારજી ખખ્ખરના જમાઇ તા. 19-9-2026ના અવસાન પામ્યા છે. બેસણું
તા. 21-9-2026ના સોમવારે સાંજે 4થી 6 સ્વામિનારાયણ મંદિર, યોગી હોલ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે.
સાસરા પક્ષનું બેસણું પણ સાથે.