• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

પ. બંગાળમાં વિશાળ અદાણી આરોગ્ય મંદિરનો શિલાન્યાસ

કોલકતા / મુંદરા તા.  24 : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કોલકાતાના ન્યૂ ટાઉન સ્થિત `બંગાળ સિલિકોન વેલી ટેક હબ' ખાતે 2,000 બેડની ક્ષમતા ધરાવતા `અદાણી આરોગ્ય મંદિર'નો ગુરૂવારે શિલાન્યાસ કર્યો હતો. પશ્ચિમ બંગાળના 2026ના હેલ્થકેર વિઝન સાથે સુસંગત એવા આ પ્રકલ્પનો અમલ અદાણી ફાઉન્ડેશન કરશે. આ પ્રકલ્પ અંતર્ગત  વાર્ષિક 2,00,000થી વધુ ઇન ડોર દર્દીઓ અને 20 લાખથી વધુ આઉટ ડોર દર્દીઓને સેવા અપાશે. લગભગ 10,000 રોજગારીની તકોનું સર્જન ધરાવતા અને પૂર્વ ભારત તથા તેની બહારના વિસ્તારો માટે વિશ્વ કક્ષાનું એકેડેમિક મેડિકલ સેન્ટર અને વ્યાપક આરોગ્ય સંભાળ ઇકોસિસ્ટમ તરીકે કલ્પવામાં આવેલા આ  પ્રકલ્પમાં  રૂ. 4,000 કરોડથી વધુનું રોકાણ કરાશે. 51.75 એકરમાં આકાર લેનાર `અદાણી આરોગ્ય મંદિર' એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં `સ્ટેપ-ડાઉન' અને `ટ્રાન્ઝિશનલ કેર'ની સુવિધાઓ સાથેની આ વ્યાપક ઇકોસિસ્ટમમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવાની સુવિધા પૂરી પાડવા માટે `મેડિટેલ' અને `િવશ્રામ ગૃહ'નો પણ સમાવેશ થશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, બંગાળના પુનર્નિર્માણ માટે અમે અદાણીની હાજરીની રાહ જોઈ રહ્યા છીએ. આ આખરી પરિકલ્પના માત્ર એક હોસ્પિટલના સંકુલની નહી પણ સંપૂર્ણ સંકલિત `હેલ્થકેર સિટી' હશે. તેમણે કહ્યું હતું કે ભારતમાં ક્યાંય પણ આટલી ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની હોસ્પિટલ નથી. આ હોસ્પિટલ મેડિકલ ટુરિઝમને મોટો વેગ આપશે. અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અદાણી આરોગ્ય મંદિર એક વિશ્વ કક્ષાની, બિન-નફાકારી તબીબી સંસ્થા હશે જેમાં શામેલ 2000 બેડમાંની એક હજાર બેડ રાજ્ય અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજનાઓ હેઠળ લાભ મેળવવાને પાત્ર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને સેવા આપશે. શ્રી અદાણીએ મેગા-પ્રકલ્પો માટે ગ્રુપનો પાયો બનનારા ગુજરાતનાં મુંદરા સાથે સરખાવતા રાજ્યને પૂર્વમાં સમૂહની કર્મભૂમિ તરીકે ઓળખાવ્યું હતું. તેમણે 2035 સુધીમાં પશ્ચિમ બંગાળમાં બંદરો, લોજિસ્ટિક્સ, નવીનીકરણીય ઊર્જા, વીજ ઉત્પાદન, વીજ ટ્રાન્સમિશન અને વિતરણ, રસ્તાઓ અને પુલો, ગ્રીન સિમેન્ટ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર્સના ક્ષેત્રોમાં રૂ. 1 લાખ કરોડથી વધુના રોકાણના રોડમેપની જાહેરાત કરી હતી. અદાણી ફાઉન્ડેશને અમેરિકાની માયો ક્લિનિક ગ્લોબલ કન્સલ્ટિંગ તેમજ સિંગાપોરના સિંગહેલ્થ સાથે જોડાણ કર્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd