વાશિંગ્ટન, તા. 19 : અમેરિકી નેતા તુલસી ગબાર્ડે
કરેલા એક ધડાકાએ આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. તુલસીએ કહ્યું હતું કે, ચીનની જે લેબમાંથી કોરોના વાયરસ ફેલાયો હતો,
તેને અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકે પૈસા આપ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ જો
બાયડનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. એંથની ફાઉચીએ ચીનની વુહાન લેબને આર્થિક મદદ કરી
હતી, તેવું ગબાર્ડે કહ્યું હતું. રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના નિર્દેશક
તરીકે પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે તુલસી
ગબાર્ડે જણાવ્યું હતું કે, 85 વર્ષીય ડો. ફાઉચીએ વુહાન લેબને લાખો ડોલરની મદદ કરી હતી. આ પૈસા
અમેરિકાના સામાન્ય કરદાતાઓના હતા, જેનો
ઉપયોગ વુહાન લેબમાં ખતરનાક સંશોધનમાં કરાયો હતો. આ પ્રકારનાં સંશોધનમાં વાયરસને વધુ
સંક્રમણ ફેલાવનાર તેમજ જીવલેણ બનાવાતા હોય છે. ખાસ ઉલ્લેખનીય છે કે, ફાઉચીએ 2020માં અમેરિકામાં
કોવિડ સંક્રમણ ફેલાયું તે વખતે બાયડન સરકારની કોરોના રોકવાની રણનીતિનું નેતૃત્વ કર્યું
હતું.