ભુજ : નીપા હર્ષદ ઝવેરી (ઉ.વ. 50) તે હર્ષદના પત્ની, રવિલાલ નથુભાઈ ઝવેરીના પુત્રવધૂ, દિલીપભાઈ, સ્વ. જગદીશભાઈ, ભરતભાઈ,
બંકિમભાઈ, નિલેશભાઈ, વિલાસભાઈ,
સ્વ. કમલેશભાઈ, શ્રેણીકભાઈના ભાભી, સ્વ. જસવંતીબેન (મુંબઈ), બિન્દુબેન (માંડવી),
છાયાબેન (મુંબઈ), હીનાબેન (મુંબઈ) (તેજલ ગારમેન્ટ
તથા નિરાલી ટેક્ષટાઈલ્સવાળા)ના ભાભી, શાંતાબેન નાનાલાલ શાહ (મુંદરા-હાલે
સુરત-મુંબઈ)ના પુત્રી, પરેશ, નિલેશભાઈ,
વિપુલભાઈ, પંકજભાઈ, પ્રીતિબેન
કીર્તિભાઈ વોરા (મુંબઈ)ના બહેન તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-6-2026ના શનિવારે સવારે 8.30 વાગ્યે નિવાસસ્થાન ઘીવાળી શેરીથી.
ભુજ : ભરતભાઇ ચમનલાલ અબડા (ઉ.વ. 69) (નિવૃત્ત આર્મી, નિવૃત્ત એસ.બી.આઇ. બેંક) તે સ્વ. મેઘબાઇ ચમનલાલ
અબડાના પુત્ર, ભાનુબેનના પતિ, ધારા (સોનુ),
મેહુલ (એપીએલ)ના પિતા, વિજયભાઇ એમ. ડુડિયા (એમઆઇસીટી),
દામિની, ગ્રીષ્મા, ધારા,
આરાધ્યાના સસરા, સ્વ. દેવુબેન જખુભાઇ રાઠોડના જમાઇ,
સ્વ. શંકરસિંહ રાઠોડના બનેવી, મહેશભાઇ વલ્લભજી
ડુડિયા (રિવા), સ્વ. પ્રતાપભાઇ હરિભાઇ મકવાણાના વેવાઇ,
સ્વ. જેન્તીભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. પ્રવીણભાઇ, યોગેશભાઇ, ગં.સ્વ.
લક્ષ્મીબેન કરશનભાઇ સોલંકી, સ્વ. મંજુલાબેન રમણીકભાઇ રાજપૂત,
અરવિંદભાઇ એમ. અબડાના ભાઇ, કુસુમબેનના દિયર,
મંજુલાબેનના જેઠ, સ્વ. ઉદય, વિશાલ (એપીએલ), પ્રીતમ, પૃથ્વીરાજ
(એમઆઇસીટી), મોહિત, યશરાજ, કૃપાલી હાર્દિક દૈયાના કાકા, સ્વ. પરેશભાઇ (એસ.ટી.),
પ્રફુલ્લભાઇ (ભુ.ન.પા.), દીપકભાઇ (ભુ.ન.પા.),
જસ્મિનભાઇ, અમિતભાઇ, રેનુબેનના
મામા, ક્રિષ્ના, પ્રાચી, પ્રિયંકાના દાદા, મોક્ષના નાના, રૂપલ, રીની, અનિતા, નીકિતા, કીર્તિદા, અનંત એમ. સોલંકીના
મામાજી સસરા તા. 11-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2026ના શનિવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી રિલોકેશન સાઇટ ખાતે.
ભુજ : રાજેશભાઈ સૂર્યકાંતભાઈ ભટ્ટ (ઉ.વ. 64) તે પ્રોફેસર સૂર્યકાંતભાઈ ભટ્ટ
(લાલન કોલેજ) તથા સ્વ. કોકિલાબેનના પુત્ર, ભાવના, કીર્તના, નીલેશ,
નિકુંજના ભાઈ, જ્યોતિબેનના પતિ, ભક્તિ, કામિનીના જેઠ, પ્રાર્થના,
ફલક ના પિતા, ભાવેશ, ડો. ધાર્મિ, વૃત્તિ આગમ
શાહના કાકા, કિન્નર, અભયા, પીયૂષના મામા, દક્ષેશભાઈ પુરુષોત્તમભાઈ ઠક્કરના સસરા
તા. 12-6-2026ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા
છે.
ભુજ : ભરતભાઇ બાબુલાલ ચારણ (પડાયા) (ઉ.વ. 30) તે રવિ, દિલીપ, રમેશ, નરેન, સામજી, જવેરબેન, રામા, ભાવના, દક્ષાના ભાઇ,
લાખુભાઇ, પૂંજાલાલના ભત્રીજા, દીપકભાઇ સામજીભાઇના ભાણેજ, મૂરજીભાઇ દેવજી ફાફણાના સાળા
તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ
તા. 14-6- 2026ના સાંજે આગરી અને તા. 15-6-2026ના સવારે ઘડાઢોળ (પાણીઆરું)
નિવાસસ્થાન ચારણવાસ, ભુજ ખાતે.
ભુજ : ભરતભાઈ જેઠમલભાઈ ઠક્કર (ઉ.વ. 63) તે સ્વ. શારદાબેન જેઠમલભાઈ
ઠક્કરના પુત્ર, સ્વ. હર્ષિદાબેનના પતિ,
દમયંતીબેન શંભુલાલ શામજી આથા (નખત્રાણા)ના જમાઈ, વિનોદભાઈ (લહેરીભાઇ) ઠક્કર (અશ્વિન ટી ટ્રેડર્સ), હંસાબેન
કિશોરભાઈ સચદે (સુરત)ના ભાઈ, અશ્વિન, કેતનના
પિતા, લક્ષ્મીબેનના જેઠ, ચાંદની (ડોલી)ના
સસરા, દર્શન અને કિશનના કાકા, ફોરમના કાકાસસરા,
રમેશભાઈ, દિલીપભાઈ, મહેન્દ્રભાઈ,
પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ, ગીતાબેન જગદીશભાઈ કારિયા,
ગં.સ્વ. અનુબેન ભગવાનદાસ સેજપાલના બનેવી, દીપકભાઈ
ભગવાનદાસ પોપટના વેવાઈ, ચિંતન, દર્શનના મામા, મીવાન અને
હિવાના દાદા તા. 12-6-2026ના
અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 13-6-2026ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાન
પ્લોટ નં. 78, આશાપુરા પાર્ક, મુંદરા રોડથી ભુજ લોહાણા સમશાનગૃહ મધ્યે જશે.
ભુજ : કુંભાર હાજિયાણી ખતુબાઇ (ઉ.વ. 62) તે મ. કુંભાર હાજી સુલેમાન
હસન ઉર્ફે (પાંચો કાકા)ના પત્ની, અબ્દુલસતાર
ઉર્ફે (પપ્પુ)ના માતા, મો. શાફીક , મો.
શાકીબ, મો. હુસૈન, મો. તુફેલના દાદી,
કુંભાર દાઉદ હસન (મિરજાપર)ના ભાભી, મ. ભખર ઈશાક
(મુંદરા)ના પુત્રી, સુમાર જાકબ અલીમામદ (મુંદરા)ના બહેન,
આફતાબ જુસબ, સમીર રઝાક (ભુજ), ઓસમાણ સુમાર, અહેમદ અલીમામદ (મુંદરા)ના સાસુ તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-6-2026ના રવિવારે સવારે 10થી 11 મોલુવાલી મસ્જિદ, જમાતખાના, સરપટ ગેટ બહાર, ભુજ ખાતે.
માંડવી : મ.ક.સ.સુ જ્ઞાતિ નવીનચંદ્ર જેરામભાઈ પરમાર (ઉ.વ. 82) તે સ્વ. જયાબેન જેરામભાઈ પરબતના
પુત્ર, સરલાબેનના પતિ, અલ્પાબેન
સંજયભાઈ સોલંકી (ગાંધીધામ), પ્રીતિબેન શૈલેશભાઈ સોલંકી (અંજાર),
રીટાબેન હિંમતભાઈ સોલંકી (અંજાર), સ્વ. રાહુલના
પિતા, ગં.સ્વ. હેમલતાબેન જાદવજી પરમાર, સ્વ. વાલીબેન નાનજીભાઈ પરમારના ભત્રીજા, સ્વ. મધુબેન
વિનોદભાઈ ચૌહાણ (ભુજ), સ્વ.રંજનબેન લવજીભાઈ સોલંકી (રાજકોટ),
ગં.સ્વ. તરલાબેન પ્રતાપભાઈ ધામેચા (માધાપર), સ્વ.
લક્ષ્મીબેન અરાવિંદભાઈ ચૌહાણ (ભચાઉ), પ્રવીણાબેન કનુભાઈ સોલંકી
(ભુજ), વસંતબેન જેન્તીલાલ ધામેચા (બિદડા), સ્વ. અશોકભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. દમયંતીબેન ભવાનજી વાઘેલા (ભુજ),
સ્વ. ધનવંતીબેન ખેંગારભાઈ વાઘેલા (ભુજ), ગં.સ્વ લીલાવંતીબેન ઇશ્વરભાઇ સોલંકી (ભુજ), મુક્તાબેન ઠાકરશીભાઈ ચૌહાણ (ભચાઉ), કિશોરભાઈ,
ભૂપેન્દ્ર, ભરત, ડિમ્પલબેન
દીપકભાઈ પરમાર (રાજકોટ)ના ભાઈ, નીતાબેન અશોકભાઈના જેઠ, શ્યામ, અંજની, સતીશ, કુંજન, સ્વ. બલરામ, જીગિષા, અંજલિ,
પ્રિયંકા, ઋષભ, હર્ષના મોટાબાપા, સ્વ. કાશીબેન પ્રેમજીભાઈ
પરમાર (મુંદરા)ના જમાઈ, સ્વ. મુક્તાબેન મહેશભાઈ સોલંકી (માધાપર),
મહેશભાઈના બનેવી, સુમન, જિજ્ઞેશ,
ભ્રાંતિ, પ્રિયા, જીનલ,
શિવમના નાના તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 13-6-2026ના શનિવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
મુંદરા-માંડવી : મૂળ માંડવીના બલોચ ગુલાબખાન મીરખાન (ઉ.વ. 68) તે મ. જુસબખાન, મ. જુમાખાન, મ. નાસીરખાન,
ઇબ્રાહિમખાન, મુસાખાન, આદમખાનના
મોટા ભાઇ, અલ્તાફ, શબ્બીરખાનના પિતા તા.
11-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 14-6-2026ના રવિવારે સવારે 11થી 12 ધોબી જમાતખાના, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ ખારોઇના સામાબેન લોંચા (ઉ.વ. 78) તે સ્વ. રાજાભાઇ પરબત લોંચાના
પત્ની, મંજુલાબેન, મહેન્દ્રના
માતા, સ્વ. ઉગાભાઇ, દેવશીભાઇ, દેવજીભાઇ, ભચુભાઇ, સ્વ. કેશવજીભાઇના
નાનાભાઇના પત્ની, રવજીભાઇ, ખેતાભાઇ,
થાવરભાઇ, વેરશીભાઇના ભાભી, હરિલાલ, મનજી (ભોપા), મણિલાલ,
કમલ, નયનના કાકી, દિનેશ,
મૂરજી, ધરમ, ગોવિંદ,
પાલાભાઇ, પ્રફુલ્લના મોટીમા, સ્વ. ખેતશી ભીમાના પુત્રી, વીરજીભાઇ, રામીબેન રામજી ખોખર, સામાબેન મેઘજી જેપારના બહેન,
મયૂર, પ્રતિપાલ, કોમલના દાદી
તા. 11-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક્રિયા
તા. 13-6-2026ના આગરી તથા તા. 14-6-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન ગ્રીન
સિટી, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : શાંતાબેન લક્ષ્મીકાંત ભટ્ટ તે સ્વ. લક્ષ્મીકાંત
મોહનલાલ ભટ્ટના પત્ની, ત્રંબકલાલ
મૂળશંકર પંડયા (મોરબી)ના પુત્રી, શરદ, યોગેશ, મીના,
ક્રિષ્ના, પૂનમના માતા, શિલ્પા,
દીપ્તિ, રાજેશ, જિતેશ,
ધવલના સાસુ, નીલ, નુપૂર,
ઋષિ, ઈશિતાના દાદી, ઉર્વી,
કુંજલ, શિવમ, વિજીતા, હેતવી, કિશનના નાની તા. 12-6-2026ના
અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 13-6-2026ના સવારે 9 વાગ્યે 21/બી, હલાઈ નગર, ગાંધી સર્કલ,
ચકીવાળી ગલી, માધાપરથી માધાપર સ્મશાને જશે.
માનકૂવા (તા. ભુજ) : મૂળ ગઢશીશાના લક્ષ્મીબેન રવજીભાઈ ઉકાણી
(ઉ.વ. 93) તે સ્વ. ડો. રવજીભાઈ ગંગદાસભાઈ
ઉકાણીના પત્ની, સ્વ. પેથાભાઈ કચરાભાઈ સાંખલા
(ગઢશીશા)ના પુત્રી, ડો.
રમેશભાઈ (માનકૂવા), જયાબેન (ઘાટકોપર), સરસ્વતીબેન
(અંધેરી), કંચનબેન (વડોદરા), નિર્મળાબેન
(પનવેલ), સ્વ. જશુબેન (ભુજ)ના માતા, મંજુલાબેન
(માનકૂવા), ભગવાનદાસ (ઘાટકોપર), પ્રભુદાસ
(અંધેરી), સ્વ. પરસોત્તમદાસ (વડોદરા), મોહનલાલ
(પનવેલ)ના સાસુ, આનંદ, મનીષા (ભુજ)ના દાદી,
નમ્રતા, ઉદય વેલાણી (ભુજ)ના દાદીસાસુ, ઈરા, ઇનેનના પરદાદી, સ્વ. ડો. લધારામભાઈ
(ખોંભડી), સ્વ. ડો. પ્રેમજીભાઈ (નેત્રા)ના નાના ભાઈના પત્ની, સ્વ. ડો. પરસોત્તમભાઈ
(નખત્રાણા), ભચીબેન વાલજીભાઈ પાંચાણી (હાલે જબલપુર-એમ.પી.)ના
ભાભી, ડો. મનસુખભાઈ (નખત્રાણા), હરિભાઈ
(પનવેલ-મુંબઈ), નરેન્દ્રભાઈ (પૂના), કિશોરભાઈ
(નખત્રાણા), રાજેશભાઈ (ખોંભડી)ના કાકી, નવીનભાઇ (સુરત)ના મોટીબા તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-6-2026ના રવિવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, માનકૂવા ખાતે.
ભુજોડી (તા. ભુજ) : ધનીબેન હાજાભાઈ મંગરિયા (ઉ.વ. 91) તે સ્વ. હાજાભાઈ દેવાભાઈ મંગરિયાના
પત્ની, માયાભાઈ હાજાભાઈ મંગરિયા, પુંજાભાઈ હાજાભાઈ મંગરિયા, ગં.સ્વ. માનાબેન અરજણ બળિયા
(સુંદરપુરી), નાનજી હાજાભાઈ મંગરિયાના માતા, કાનજી, રમેશ પુંજા, રમેશ નાનજી,
હરેશ, કિશોર, પ્રેમિકા શામજી
બુચિયા (સિરાચા), હીરૂબેન નવીન પાયણ (મથલ), મનીષા, મયુરી, અશ્વિની,
તમન્ના, પ્રિયંકા, પ્રિન્સ
અને વિયાનના દાદી, જેઠાલાલ નારાણ મંગરિયા, ધ્યારામ હમીર મંગરિયા, મુરજી હમીર મંગરિયા, ચંદુલાલ વાઘજી મંગરિયાના કાકી, સ્વ. વાલજી ધમાભાઈ લોંચા
(અંજાર)ના પુત્રી તા. 12-6-2026ના
અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 19-6-2026ના શુક્રવારે સાંજે આગરી અને પાણી (ઘડાઢોળ) તા. 20-6-2026ના શનિવારે નિવાસસ્થાને, મફતનગર, ભુજોડી ખાતે.
દરશડી (તા. માંડવી) : મૂળ સણોસરાના સોલંકી (રાજપૂત) શામજીભાઈ
મોહનભાઈ (ઉ.વ. 65) તે બાયાબાઇ મોહનભાઈના પુત્ર, વિજયાબેનના પતિ, કેસરબેન
અર્જુનાસિંહ રાઠોડ, સ્વ. લાલજીભાઈ, સ્વ.
મેઘજીભાઈ, ગાવિંદભાઈ, સ્વ. વિશનજીભાઈના
ભાઈ, સ્વ. મોહનભાઈ, સ્વ. માવજીભાઈના કાકાઈ
ભાઈ, રાજ, રીનાબેન, શિલ્પાબેન, સુનિતાબેનના પિતા, કિરણભાઈ,
અરાવિંદભાઈ, વસંતભાઈના સસરા, પ્રીતમ, પ્રિતેશ, દીપકભાઈ,
અશોકભાઈ, જ્યોતિબેન, પુષ્પાબેન,
પ્રેમિલાબેનના કાકા, સ્વ. રાજવીરાસિંહ,
મીનાબેનના મામા, દિયા, હિત,
કૃતાર્થ, પ્રિયાંશીના નાના, સ્વ. ધનબાઈ હરજી પરમાર (મોટી મંઉ)ના જમાઈ, રમેશભાઈ,
સ્વ. પ્રતાપભાઈના બનેવી તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 15-6-2026ના સોમવારે સાંજે 4થી 5.30 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.
કોટડા જડોદર (તા. નખત્રાણા) : પ.ક.મ.ક.સ.સુ. જ્ઞાતિ દરજી રતનબેન
મોહનલાલ સોલંકી (ઉ.વ. 85) તે સ્વ. મોહનલાલ મૂળજીના પત્ની, ખીમજીભાઈ, અરાવિંદભાઈ,
ચમનભાઈ, કમલેશભાઈ, વિનોદભાઈ
(કોટડા-જ.), પુષ્પાબેન (જામનગર)ના માતા, સ્વ. નિર્મળાબેન, દેવમણીબેન, પ્રવીણાબેન,
રસીલાબેન, વંદનાબેન, નાનાલાલ
(જામનગર)ના સાસુ, ગં.સ્વ. ઝવેરબેન પરસોત્તમના દેરાણી, ગં.સ્વ. વસંતાબેન કરસનભાઈના જેઠાણી,
સ્વ. સુંદરબેન વેલજી પરમાર (ગુજરાત), ગં.સ્વ. નાનુબેન
વાલજી સોલંકી (દયાપર), ગં.સ્વ. મંજુલાબેન ભીખાભાઈ (રતનાલ), વાલજીભાઈ દામજીભાઈ (નારણપર),
જેરામભાઈ દામજીભાઈ (કોટડા જ.)ના ભાભી, અમિત,
બાદલ, દિપુલ, નયન,
પ્રિન્સ, ઓમ, વૈશાલી,
ભાવિની, કોમલ, રેખા,
શીતલ, આરતી, રોશની,
નંદીની, ડોલીના દાદી, ઇન્દુબેન
અમિત, કાજલબેન દિપુલ, કાજલબેન પ્રિન્સના
દાદીસાસુ, શોર્ય, માન્યાના પરદાદી,
વિપુલ, સુનીલ, સોનુના નાની,
સ્વ. દેવકાબેન વેલજી મોઢ (રવાપર)ના પુત્રી, સ્વ.
ગંગાબેન કુંવરજી સોલંકી (ડુમરા), સ્વ. પરસોત્તમ, સ્વ. ગાવિંદજી, સ્વ. નાનજી (રવાપર)ના બહેન તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-6-2026ના
રવિવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશનની બાજુમાં, કોટડા જડોદર ખાતે.
મોટી વિરાણી (તા. નખત્રાણા) : પીર હાજી અબ્દુલ અજીજશા હાજી આમદશા
(ઉ.વ. 70) તે મ. પીર અબ્દુલ કરિમશા, પીર હાજી ઈબ્રાહિમશાના ભાઈ, પીર ઈમ્તિયાઝશા, પીર મુસ્તફાશાના પિતા, પીર આશિફશા (ભુજ), પીર ગુલઝારશા, પીર જુસબશાના કાકા તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-6-2026ના રવિવારે સાંજે અસર નમાજ
બાદ મુસ્લિમ જમાતખાના, મોટી વિરાણી
ખાતે.