• શનિવાર, 20 જૂન, 2026

ભુજ અને કોઠારામાં માદક પદાર્થ ગાંજા સાથે બે આરોપી ઝડપાયા

ભુજ, તા. 19 : શહેરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખનારા એક શખ્સને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ઝડપી 102 ગ્રામ ગાંજા સહિત કુલ રૂા. 50,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અબડાસા તાલુકાના માનપુરા-કોઠારા ધોરીમાર્ગ પર 30 ગ્રામ ગાંજા સાથે એક ઈસમ ઝડપાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી પ્રકાશ ઉર્ફે સુનીલ કાળુજી ઠાકોરને 102 ગ્રામ ગાંજો કિં. રૂા. 5,100 તથા એક મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂા. 50,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજી તરફ કોઠારા હાઈવે પર વસીમ ગેસ વેલ્ડિંગ નામની દુકાનમાં સુલતાન ઈલિયાસ લુહાર નામના ઈસમને રૂા. 1,500ના 30 ગ્રામ ગાંજા સાથે પકડી પાડયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd