• શનિવાર, 20 જૂન, 2026

અદાણી મેડિકલ કોલેજમાં નવા ડીનની નિમણૂક

ભુજ, તા. 19 : ભુજ સ્થિત કચ્છની એક માત્ર અદાણી મેડિકલ કોલેજના નવા ડીન તરીકે ડો. અજિતકુમાર ખીલનાનીને નિયુક્ત કરવામાં આવ્યા છે. કોલેજના પૂર્વ ડીન ડો. એ.એન. ઘોષ વયમર્યાદાને લઈને નિવૃત્ત થતાં તેમની જગ્યાએ વરાયેલા ડો. ખીલનાનીએ નવા હોદ્દાનો કાર્યભાર સંભાળી લીધો છે. છેલ્લાં 10 વર્ષથી કચ્છમાં  ગેઈમ્સ ખાતે  તબીબી અને મેડિકલ શૈક્ષણિક ક્ષેત્રે પ્રવૃત્ત એવા ડો. ખીલનાની ઈ.એન.ટી. સર્જન છે. ગેઈમ્સમાં તેમની નિમણૂક કાન, નાક અને ગળાના સર્જન તરીકે અને એસોસિયેટ પ્રોફેસર તરીકે કરવામાં આવી હતી. ડીન તરીકેની નિયુક્તિ  પહેલાં તેઓ કોલેજમાં પ્રોફેસર અને ઇ.એન.ટી. વિભાગના હેડ તેમજ આસિ. ડીન તરીકે કાર્યરત હતા.  

Panchang

dd