• શુક્રવાર, 19 જૂન, 2026

મારૂ કંસારા જ્ઞાતિની ક્રિકેટ સ્પર્ધાનો આરંભ

માધાપર, તા. 17 : મારૂ કંસારા સોની જ્ઞાતિ મંડળ માધાપર આયોજિત જ્ઞાતિ શ્રેષ્ઠી પ્રભુદાસભાઇ ખેતશી સોની સ્મૃતિકપ-2026 નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો મિરજાપર ગ્રાઉન્ડમાં આરંભ થયો હતો, જેમાં આઠ ફ્રેન્ચાઇઝી ટીમો સાથે કચ્છના જ્ઞાતિના 156 ક્રિકેટરે ફોર્મ ભર્યું હતું. દાતા પરિવારના હિતેશ ગુજરાતીનું માધાપર મંડળના પ્રમુખ બિપિન પરમાર અને અખિલ કચ્છ મહામંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઇ ચનાણીએ સન્માન કર્યું હતું. ટ્રોફીના દાતા તારાબેન કાનજી બગ્ગા પરિવારના દિલીપભાઇ બગ્ગાનું સન્માન ભરત ચૌહાણ, ડેની છત્રાળાએ મુકેશ બારમેડાનું સન્માન સમીર છત્રાળા, ભાવેશ બગ્ગા, ભરત મૂરજીનું સન્માન ભુજ યુવક મંડળના પ્રમુખ રાહુલ સોલંકી અને  રોયલ એકેડમીના પૂર્વ ખેલાડી કચ્છના ભૂતપૂર્વ રાજેશ સોનીએ બિપિન પરમારનું સન્માન શાંતિલાલ સોની અને અનિલ છત્રાળાએ ધર્મેશ બારમેડાનું સન્માન હિતેશભાઇએ કર્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે `રંગે રમત'ના લેખક શાંતિલાલ સોનીએ ક્રિકેટની રમત સાથે અનેક વ્યવસાયિક સ્થાનો, એમ્પાયર એકેડમી વગેરેની વિસ્તૃત જાણકારી આપી હતી. દિલીપભાઇ બગ્ગાએ મોબાઇલના ઓછા ઉપયોગ અને વ્યસનમુક્તિ પર ભાર મૂકયો હતો. ચંદ્રકાંતભાઇ ચનાણીએ ખેલાડીઓને સમાજની એકતા, સંગઠનમાં રહી ખેલદિલીથી રમવા પર સૂચન કર્યું હતું. ભુજ જ્ઞાતિ પ્રમુખ હિતેશભાઇએ આયોજનમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. આ પ્રસંગે કન્વીનર જિગર બારમેડા, પાર્થ બારમેડાએ જહેમત ઉઠજી હતી. કાર્યક્રમનું સંચાલન મહેશ બારમેડાએ કર્યું હતું. 

Panchang

dd