• ગુરુવાર, 04 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ: લતાબેન જયંતીલાલ દાવડા (ઉ.વ. 72)  તે જયંતીલાલ ખટાઉ દાવડાના પત્ની, સ્વ. ચાગાબેન ખટાઉ વાલજી દાવડાના પુત્રવધૂ, સ્વ. જમનાબેન કાનજીભાઈ દૂધવાળાના પુત્રી, જીત અને આકાશના માતા, મીનલ અને દીપાના સાસુ, શશીભાઈ, સ્વ. તારાબેન, કમળાબેન, સ્વ. હરીશભાઈ, સ્વ. પ્રવિણાબેનના ભાભી, દીનાબેનના જેઠાણી, સ્વ. સુબોધભાઈ, મહેશભાઈ, સ્વ. અમૃતબેન, સવિતાબેન, સરસ્વતીબેન, ભગવતીબેન, માલતીબેનના બહેન, પૂજા, નંદન, દક્ષના કાકી, નીરજભાઈ, સૂચિ, ચાંદનીના કાકી સાસુ, યોગ, અંબર, હૃદય, મનવીર, કશીશના દાદી, શોર્યના નાની  તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6, પહેલા માળે, વીબીસી વાડી, આરટીઓ રિલોકેશન ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે)

આદિપુર : સરસ્વતીબેન શાંતિલાલ મજેઠિયા (ઉ.વ. 76) તે સ્વ. શાંતિલાલ ઘેલાભાઈ મજેઠિયા (લોડાઇ)ના પત્ની, સ્વ. મોનજી દેવજી પોપટના પુત્રી, સ્વ. હંસાબેન જયતીભાઈ (મુંદરા)ના બહેન, યોગેશભાઈ ઠક્કર (આઈ આશાપુરા ગ્રુપના પ્રમુખ અને આદિપુર સોનાપુરીના ટ્રસ્ટી -આદિપુર), મુકુંદભાઈ, સંજીવભાઈ, યોગિતાબેન, જાનવીબેનના માતા, સચિનભાઈ દયારામભાઈ ગણાત્રા અને હરેશભાઈ ભાણજીભાઈ દાવડાના સાસુ તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 4-6-2026ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન ટીઆરએસ, ઘર નંબર 38, આદિપુરથી આદિપુર સ્મશાન જશે.

આદિપુર : મૂળ કેરાના જયંતીભાઈ રવજીભાઈ ઉમરાણિયા (ઉ.વ. 52) તે શીતલબેનના પતિ, ગં.સ્વ. દમયંતીબેન રવજીભાઈ ઉમરાણિયાના પુત્ર, વિનોદભાઈ રવજીભાઈ ઉમરાણિયા, ગં.સ્વ. ગીતાબેન વસંતકુમાર પઢારિયાના ભાઈ, ગં.સ્વ. લીલાવંતીબેન કેશવજીભાઈ મારૂના જમાઈ, હેતલબેન, સેજલબેન, રવિભાઈના પિતા, પ્રતીકકુમાર હંસોરા, ભાર્ગવકુમાર પિત્રોડાના સસરા, રોહિતભાઈ, અંકિતભાઈના કાકા, વંશ, મનશ્વીના નાના તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 મૈત્રી ડોમ, મૈત્રી સ્કૂલ, આદિપુર ખાતે.

અંજાર : ખલીફા રોમતબેન ભીખા (ઉ.વ. 60) તે મ. ભીખા ખમીશાના પત્ની, સિધિક (ઉર્ફે ભૂરો), અલ્તાફના માતા, મ. ઇશા નૂરમામદના પુત્રી, ઇબ્રાહિમ ખમીશા, મ. હાસમ ખમીશા, કાસમ ખમીશા, મ. લતીબ ખમીશાના ભાભી, હાજી મામદ ઇશા, યુસબ, મ. રમજુ, મ. હુશેનના બહેન, સાયલ સિધિક, સમીર, અયાન, અલ્તાફના દાદી, રમજુ કાસમ (નવાગામ), ઇમરાન કાસમ (નવીનાળ)ના સાસુ તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6-2026ના શુક્રવારે સવારે 10થી 11 કુંભાર જમાતખાના, અંજાર ખાતે.

અંજાર : રજનીકાંત ભટ્ટ (ઉ.વ. 61) તે સ્વ. સરસ્વતીબેન અમૃતલાલ સિંધવાના પુત્ર, સ્વ. ભાવનાબેનના પતિ, પ્રિયાબેન, ટ્વિંકલબેનના પિતા, મહેશભાઈના મોટા ભાઈ, ઉર્મિલાબેન મહેશભાઈ સિંધવાના જેઠ, પારસકુમાર સુરેશભાઈ ભટ્ટ (વઢવાણ)ના સસરા, વંશ, નક્ષના મોટાબાપા, કાવ્યના નાના, નિર્મળાબેન દામોદરભાઈ ભટ્ટના જમાઈ, બિપિનભાઈ ભટ્ટ, જાગૃતિબેન પ્રવીણભાઈ જોષી (કોટડા ચકાર)ના બનેવી, સ્વ. વિઠ્ઠલદાસભાઈ અવિચળ ભટ્ટ (ખાવડા)ના ભાણેજ તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટિમ્બી કોઠા, અંજાર ખાતે.

અંજાર : મૂળ સતાપરના રવિ (રવીન્દ્ર) નટવરલાલ ઠક્કર (ઉ.વ. 49) તે રીટાબેનના પતિ, ગં.સ્વ. પ્રભાવતી નટવરલાલ ઠક્કર (આર્મીવાળા)ના પુત્ર, સ્વ. લક્ષ્મીબેન દેવશી ઠક્કરના પૌત્ર, સ્વ. ગંગાબેન વેલજી ધામેચાના દોહિત્ર, પલ્લવી ચિતરંજન છાયા, નીતાબેન અનિલભાઈ તન્ના, ગં.સ્વ. સરોજબેન ગિરીશભાઈ મૂલચંદાણી, ઉષ્માબેન કિશોરભાઈ વોરાના ભાઈ, સ્વ. કસ્તૂરબેન ભગવાનભારથી ગોસ્વામીના જમાઈ, સ્વ. સુરેશભારથી ભગવાનભારથી ગોસ્વામી, પ્રવીણાબેન ભાવેશગિરિ ગોસ્વામીના બનેવી, ગં.સ્વ. રસ્મિબેન સુરેશભારથી ગોસ્વામીના નણદોઈ, સ્વ. અમૃતલાલ દેવશી ઠક્કર (આર્મીવાળા), સ્વ. રુક્ષ્મણી હરિરામ ઉદવાણીના ભત્રીજા, પ્રફુલ્લભાઇ, ઉમેશભાઈ, શીતલબેનના કાકાઈ ભાઈ તા. 2-6-2026ના અવસાન  પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા  તા. 4-6-2026ના ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ઔદિચ્ય ઝાલાવાડી ભુવડના જયસુખલાલ વ્યાસ (ઉ.વ. 90) તે સ્વ. રામકુંવર વેલજી વ્યાસના મોટા પુત્ર, સ્વ. શાંતાબેનના પતિ, સ્વ. મગનલાલ, સ્વ. કમળાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. સુશીલાબેન, ગં.સ્વ. ચંપાબેન, સાવિત્રીબેન સોનીના મોટા ભાઇ, સ્વ. વ્યાસ વિશ્વનાથ રણછોડના જમાઇ, સ્વ. ગજાનંદભાઇ વ્યાસના બનેવી, મનોજભાઇ, જગદીશભાઇ, ઉષાબેન, જયશ્રીબેન, જોશનાબેન, મધુબેન, જ્યોતિબેનના પિતા, કમળાબેન, જિજ્ઞાબેન, સુભાષ ઉપાધ્યાય, મહેશ ઉપાધ્યાય, મુકેશ પંડયા, અનિલ પંડયા, બળદેવ જોષીના સસરા, દર્પણ, પૂજા, મીત, ખુશીના દાદા, તાન્યાબેન, શ્રુતિબેનના દાદાજી સસરા તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 5થી 6 નારાયણ વાડી, માધાપર ખાતે.

ગળપાદર : કચ્છ ગુર્જર ક્ષત્રિય શારદાબેન (ઉ.વ. 74) તે વિશનજી ગોકળભાઈ પરમારના પત્ની, સ્વ. રંભાબેન ગોકળભાઈના પુત્રવધૂ, સ્વ. સાકરબેન મોરારજીભાઈ વાઢેર (કલ્યાણ)ના પુત્રી, સ્વ. રતિલાલભાઈ, સ્વ. નરભેરામભાઈ, શાંતિલાલભાઈ (દુર્ગ), સ્વ. પ્રાણકુંવરબેન કાનજીભાઈ ખોડિયાર (રાયપુર), ગં.સ્વ. વિલાસબેન ગોપાલભાઈ ટાંક (વડોદરા), કિશનભાઈ પરમાર (અંજાર)ના ભાભી, નેહાબેન, હેમાબેન, નીશાબેન, તુષારના માતા, દિવ્યમ અને જેનીના દાદી, આશાબેનના સાસુ તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 ક.ગુ.ક્ષ. નૂતન સમાજવાડી, ગળપાદર ખાતે.

નાની નાગલપર (તા. અંજાર) : વેલજીભાઇ વરસાણી (ઉ.વ. 50) તે લાલબાઈ દેવજીભાઈ વરસાણીના પુત્ર, કુંવરજીભાઈ ખીમજીભાઇ વરસાણીના પૌત્ર, પ્રેમજીભાઈ, ભીમજીભાઈના ભત્રીજાકાન્તાબેનના પતિ, સવિતાબેન વાલજીભાઇ કેરાઈ, રતનબેન કિશોરભાઇ હીરાણી, હીરબાઈ વાલજીભાઇ વેકરિયા, નીલેશભાઇ, અર્જુનભાઇ, ધનજીભાઇ, પ્રવીણભાઇ, કલ્યાણભાઇના ભાઇ, ગીતાબેન રાજેશભાઇ વેકરિયાનિરાલીબેન વિનોદભાઇ વેકરિયા, માવજીભાઇના પિતા, વિનોદભાઇ, સંજયભાઇ, ઉમંગભાઇના કાકા, ઋત્વિ રાજેશભાઇ વેકરિયાના નાના તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સવારે 7થી 8 નિવાસસ્થાન ભીમજી કુંવરજી વરસાણીની વાડી, રામ માધવ ગૌશાળાની બાજુમાં, નાની નાગલપર (તા. અંજાર) ખાતે.

ભાડા (તા. માંડવી) : ગઢવી સભાઇબેન વાછિયા માલમ (ઉ.વ. 87) તે સ્વ. ગઢવી વાછિયા મોમાયા માલમના પત્ની, પબુભાઇ, સ્વ. મુરૂભાઇ, ખીમાભાઇ, પુરબાઇબેન કાનિયા વાનરિયા (ગાંધીધામ)ના માતા, માતાજી દેવલમા (બલિયાવડ-સૌરાષ્ટ્ર), જીતુભાઇ, ડાહ્યા પાલુભાઇ, સ્વ. ગોપાલ, સ્વ. દિનેશ, પ્રકાશ, વિવેક, હરિ, જ્યોતિબેન ધનરાજ વાનરિયા (ગાંધીધામ), ભાવનાબેન નારાણ વાનરિયા (મોટા કરોડિયા), અંજનાબેન ગોપાલ વાનરિયા (ગાંધીધામ), સોનલ નારાણ દેવાણી (મોટા કરોડિયા)ના દાદી, લક્ષ્મણ વિશ્રામ ગેલવા (મુંદરા), ખીમરાજ વાછિયા ગેલવા (પાંચોટિયા)ના ફઇ તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી તેમજ પ્રાર્થનાસભા તા. 5-6-2026ના શુક્રવારે સાંજે 4થી 6 દેવલમાની વાડી, ભાડા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 13-6-2026ના શનિવારે નિવાસસ્થાને વાડીવિસ્તાર, ભાડા ખાતે.

કુંદરોડી (તા. મુંદરા) : હાલેપોત્રા જલુબેન મુસા (ઉ.વ. 80) તે હાલેપોત્રા મુસા મીઠુના પત્ની, અજીજ મુસાના માતા તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-6- 2026ના શુક્રવારે સવારે 9.30થી 10.30 મુસ્લિમ જમાતખાના, કુંદરોડી ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : વિજયાબેન ગોવર્ધનભાઇ નરસિંગાણી (ધોળુ) (ઉ.વ. 72) તે સ્વ. ગોવર્ધનભાઇ શિવજીભાઈ નરસિંગાણીના પત્ની, પ્રવીણભાઈ, મનોજભાઈના માતા, લતાબેન, નિશાબેનના સાસુ, કૌશલ, હેમ, હેત્વીના દાદી તા. 3-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. 5-6-2026ના શુક્રવારે સવારે 8થી 10 લક્ષ્મીનારાયણ મંદિર, વિથોણ ખાતે. 

Panchang

dd