• ગુરુવાર, 04 જૂન, 2026

સૂર્યકુમારને કપ્તાન પદેથી હટાવાશે

નવી દિલ્હી તા.3 : પોતાની કપ્તાનીમાં ભારતને ટી-20 વર્લ્ડ કપ જીતાડનારા સૂર્યકુમાર યાદવને બીસીસીઆઇએ કપ્તાન પદેથી હટાવી દીધો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જો કે, બીસીસીઆઇ તરફથી આ મતલબની સત્તાવાર જાહેરાત થઇ નથી, પણ બોર્ડના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. આગામી ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસમાં ટી-20 ફોર્મેટમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન તરીકેની ભૂમિકામાં ન દેખાય તેવું લાગી રહ્યું છે. તેનાં સ્થાને લગભગ શ્રેયસ ઐયર નવો ટી-20 કેપ્ટન બને તેવી શક્યતા છે. જો કે, તિલક વર્મા અને શુભમન ગિલ પણ રેસમાં જોવા મળી રહ્યા છે. એક સમયનો નંબર વન ટી-20 બેટર સૂર્યકુમાર યાદવ પાછલા ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે. ટી-20 વર્લ્ડ કપ બાદ આઈપીએલમાં પણ તેના બેટમાંથી રન નીકળ્યા ન હતા. બીસીસીઆઇના સેક્રેટરી દેવજીત સૈકિયાએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજીત અગરકર સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો હોવાના અહેવાલ છે. 3પ વર્ષીય સૂર્યકુમાર યાદવનાં સ્થાને બીસીસીઆઇ 2027ના ટી-20 વિશ્વકપમાં ઉતરવા માગતી નથી, જે પણ એક કારણ છે. શુભમન ગિલ અને તિલક વર્મા પણ કપ્તાનપદની રેસમાં છે. 

Panchang

dd