• શુક્રવાર, 29 મે, 2026

અવસાન નોંધ

ભુજ : ખલીફા દાઉદ હાસમ (ઉનડોઠવાળા) (ઉ.વ. 67) તે મ. હાસમના પુત્ર, ખલીફા ઇમરાનના પિતા, ન્યાજઅલીના બનેવી, ખલીફા સુલેમાન, મામદ, સતાર, અલીમામદ, અબ્દુલના ભાઇ, રફીક, ઇરફાનના મામા તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના શનિવારે સવારે 10થી 11 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : લાખા ઓસમાણ ગની રમજુ (ઉર્ફે ગનીભા) (ટાંગાવાળા) (ઉ.વ. 67) તે ફિરોઝ, દિલાવર, અકરમના પિતા, લાખા હાજી ભચુ રમજુ, મ. લાખા હસન રમજુ, મ. લાખા અબ્દુલ કરીમના ભાઇ, અનવર, મહેબૂબ, મુસ્તાક, ઇકબાલ, અસ્લમ, રિયાઝ, જાવેદના કાકા, અનીસ, અંસાર, સાહિલ, આદિલ, જાબિલ, અમન, શાહનવાઝ, અયાન, વસીમ, અલ્ફાઝ, હારિષ, સમીર, ઇશાન, જીએજા હાજી અબ્દુલમિયા, સુરેમ, ઝેદ, આહિલના દાદા, પઠાણ રસીદખાનના સાળા, દાઉદ જુસબ લાખા, સલમાન પઠાણ, રિયાઝ બેલીમ પઠાણના મામા, હંઝલા, હમઝાના નાના તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના સવારે 10થી 11 છછ ફળિયા, તકિયાવાળી મસ્જિદ પાસે, ગનીભાઇ ઘોડાવાળાના વંડા પાસે, ભુજ ખાતે.

ભુજ : મલેક બીબીબાઇ હબીબભાઇ (ઉ.વ. 83) તે મ. મલેક જુસબ, મલેક મુસ્તાકઅલી (એસ.ટી.વાળા), મલેક મુહમ્મદ હુસેન, મલેક મુહમ્મદ હનીફ, મલેક આશીફના માતા, સમેજા ફિરોઝના સાસુ તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના શનિવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર ખાતે.

ભુજ : મારૂ કંસારા સોની નીલેશ સોલંકી (ઉ.વ. 52) તે સ્વ. તારાબેન ચમનલાલ જીવરામ સોલંકીના પુત્ર, નિરુપમાબેનના પતિ, સ્વ. રાજના પિતા, આનંદ અને સ્વ. કમલના ભાઇ, રિમાબેનના દિયર, સ્મિત, ચાર્મિના કાકા, માનસીના કાકાજી સસરા, મનસુખભાઇ મચ્છર ગુણપુરી-કોડાયપુલ)ના જમાઇ, રાજના બનેવી તા. 28-5-2026ના તુવર (કેરેલા) ખાતે અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

માંડવી : ખારવા જિજ્ઞેશ લાભુભાઈ કષ્ટા (ઉ.વ. 46) તે ગં.સ્વ. વિજયાબેન અને સ્વ. લાભુભાઈ નારણભાઇ કષ્ટાના પુત્ર, કાજલબેનના પતિ, મિસ્વ, જૈત્રીના પિતા, જયેશભાઇ, હેમાલીબેનના નાના ભાઈ, ચાવડા અશ્વિનભાઈના સાળા, જિજ્ઞાબેનના દિયર, ઋત્વિજ, લક્ષિયાના કાકા, હેન્સી, સ્વેનીના મામા, સ્વ. લધુભાઈ, સ્વ. વલ્લભજીભાઈ, સ્વ. હરિભાઈ, સ્વ. રમેશભાઈ, કિશોરભાઈ, ગં.સ્વ. માયાબેનના ફઈના ભત્રીજા, જેઠવા ચંદ્રિકાબેન, મહિન્દ્રાભાઈ, કિશોરભાઈ ધાયાણીના ભાણેજ, હંસાબેન તુલસીદાસ ફાફિંડીના જમાઈએકતાબેન, મિલુપના બનેવી, કવિતા, કામિની, મીના, આનંદી, જાગૃતિ, હિરની, પૂજા, હેતલ, ધર્મેશ, નીલેશ, નીરજ, બાદલ, મૌલિક, અંકિત, હાર્દિક, જીત, જિગર, પરાગ, સ્વ. મિતુલ, વિજય, વિજયા, કલ્પના, સાવન, હેત્વી, જાનવી, મૈત્રી, વિન્સીના ભાઈ તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2026ના સાંજે 5થી 6 સત્સંગ આશ્રમ નાના તળાવ પાસે, માંડવી ખાત

મુંદરા : ઝરીનાબાઇ મુરાદઅલી માધવાણી (ઉ.વ. 80) તે અજીજ (કલા રેડિમેડ), સલીમ (કલા નિકેતન)ના માતા તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-5-2026ના સાંજે 4થી 5 ખોજા મુસાફરખાના ખાતે. જિયારત તે જ દિવસે સાંજે 7.30 વાગ્યે ખોજા જમાતખાના, મુંદરા ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ ખંભરાના રૂખમણિબેન હિંમતભાઇ ચૌહાણ (ઉ.વ. 83) તે સ્વ. હિંમતભાઇ અમરસી ચૌહાણના પત્ની, સ્વ. સંતોક ઓધવજી ખોડિયાર (ગામ રેબ્ના)ના પુત્રી, સ્વ. કમલાબેન, સ્વ. મુક્તાબેન, ગોદાવરીબેન, રંભાબેન, હંસાબેન, સવિતાબેન, સ્વ. કનકસિંહ ખોડિયાર, સ્વ. ભરત ખોડિયાર, સ્વ. પરસોત્તમ ખોડિયાર, પ્રવીણ, મુકેશ, હરીશ ખોડિયારના બહેન, હર્ષદા મહેન્દ્ર ટાંક, પ્રભા જગદીશ ચૌહાણ (ટેલર), અનિલ, સ્વ. કલ્પના, ભાવનાના માતા, દર્પણ મહેન્દ્ર ટાંક, લિકીતા યાજ્ઞિક ચૌહાણ, હિમાની પુનિત ટાંકના નાની, હિમાન્સી દર્પણ ટાંકના નાનીજી તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 29-5-2026ના સાંજે 5.30થી 6.30 વૈભવનગર, કુકમા ખાતે.

કેરા (તા. ભુજ) : લાલજી વેલજી ખોખરાઈ (ઉ.વ. 97) તે સ્વ. વાલબાઈના પતિ, રાધાબેન રામજી વરસાણી, ધનજી, ધનુબેન શિવજી વોરાના પિતા તા. 22-5-2026ના લંડન ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 1-6-2026ના સોમવારે સવારે 7થી 8 ભાઈઓનું સ્વામિનારાયણ મંદિર અને બહેનોનું બાઈઓનું સ્વામિનારાયણ મંદિર, કેરા ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : ધના જીવા જેઠા ચાડ (ઉ.વ. 68) તે સ્વ. ગોપાલ જીવા, સવજી જીવા, વાલા જીવાના ભાઇ, પ્રવીણ, વિરમના પિતા, સ્વ. લખણા નારણ, સ્વ. ગોપાલ નારણ, વાલા નારણના કાકાઇ ભાઇ તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન સુમરાસર ખાતે.

ઁ.સિનુગ્રા (તા. અંજાર) : ક.ગુ. ક્ષત્રિય શૈલેષકુમાર (ઉ.વ. 55) તે સ્વ. કાન્તાબેન પ્રાગજીભાઇ ટાંકના પુત્ર, સ્વ. પુષ્પાબેન, વનિતાબેન, જયાબેન, ત્રિવેણીબેન, જયશ્રીબેનના ભાઇ, મોહનભાઇ (કુકમા), હરસુખલાલ (ખંભરા), ધીરજભાઇ (નાગલપર), શશિકાન્તભાઇ (કુકમા)ના સાળા, સ્વ. કાન્તાબેન કરમશી ટાંક (સિનુગ્રા), ઉષાબેન વલમજીભાઇ ટાંક (અમદાવાદ)ના ભત્રીજા, પ્રફુલભાઇ, ગજેન્દ્રભાઇ, સુરેશભાઇ, પ્રદીપભાઇ, પંકજભાઇ, પવનભાઇ, સંગીતાબેન, તારાબેન, અરુણાબેન, નિર્મળાબેન, સ્વ. નર્મદાબેન, લક્ષ્મીબેનના ભાઇ, કંચનબેન, ભારતીબેન, લક્ષ્મીબેન, સ્વ. રેખાબેનના દિયર, સ્વ. જયેશ, કિશન, નીરવ, નિકુંજ, ધૈર્ય, હિમાની, ભાવિકા, શિવાનીના કાકા, વિપુલ, પ્રશાંત, જિજ્ઞેશ, દીપ્તિ, હિના, ક્રિષ્ના, નિરાલી, ઋત્વા, ભક્તિ, દર્શન, નયનના મામા તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2026ના શુક્રવારે સાંજે 5.30થી 6.30 મિત્રી સમાજવાડી, સિનુગ્રા ખાતે.

મોટા લાયજા (તા. માંડવી) : મૂળ ભીટારાના માકાણી જ્યોત્સનાબેન (ઉ.વ. 66) તે રમેશ ચંદુલાલ માકાણીના પત્ની, ગંગાબેન ચંદુલાલના પુત્રવધૂ, હર્ષાબેન, દિનેશભાઇ, સુનીલભાઇ, ચંદ્રિકાબેનના માતા, નીલમબેન, પારૂલબેન, જગદીશ જેન્તીલાલ મોતા (બાગ)ના સાસુ, સરસ્વતીબેન જેન્તીલાલ મોતા (મસ્કા), રસિકલાલ, સ્વ. હેમલતાબેન મોહનલાલ મોતા (ભુજ), દિવ્યાબેન સુરેશભાઇ ભટ્ટ (જામનગર), શાન્તિલાલ, સ્વ. રાજેશ, કાન્તિલાલના ભાભી, સરોજબેન, અંજનાબેન, દિનાબેનના જેઠાણી, કાવ્યા, પ્રિન્સી, રિશી, વેદ, તેજના દાદી, સ્વ. હંસાબેન હરિશંકર કરશનજી મોતા (નથુવારા) (મૂળ બાગ હાલે મોટા આસંબિયા)ના પુત્રી, ખુશાલ, શિવશંકર, લાભશંકર, સ્વ. મહેશ, દમયંતીબેન ચંદુલાલ (જામનગર), સ્વ. અનસૂયાબેન ઉમિયાશંકર (બિદડા), નર્મદાબેન પ્રફુલભાઇ (દયાપર)ના બહેન તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 30-5-2026ના બપોરે 3થી 6 નિવાસસ્થાન સનાતન નગર, હનુમાન ચોકની આગળ, મોટા લાયજા ખાતે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : તખુભા (બુધુભા) રામસંગજી જાડેજા (ઉ.વ. 95) તે સ્વ. ચંદુભા, ખુમાનસિંહના ભાઇ, રાજેન્દ્રસિંહ નથુભાના કાકાઇ ભાઇ, રઘુવીરસિંહ, હરિસંગના પિતા, નરેન્દ્રસિંહ, બળવંતસિંહના દાદા, રુદ્રરાજસિંહ, જયવર્ધનસિંહના પરદાદા, અરવિંદસિંહ બળવંતસિંહ ઝાલા, પ્રવીણસિંહ ખુમાનસિંહ ઝાલા (તલવાણા)ના સસરા, વિશ્વરાજસિંહ, પૃથ્વીરાજસિંહના નાના તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 29-5-2026થી જાડેજા સમાજવાડીમાં. ઉત્તરક્રિયા તા. 8-6-2026ના.

લક્ષ્મીપર-નેત્રા (તા. નખત્રાણા) : દાફડા ભોજાભાઇ પૂંજાભાઈ (ઉ.વ. 80) તે રતનબેનના પતિ, દેવાબેન રામજીભાઈ ગોહિલ (ઉખેડા), હીરૂબેન કરસન વાઘેલા (દેવપર હાલે અંજાર), રમેશભાઈ, સ્વ. હંસરાજભાઈ (અંજાર)ના પિતા, મુકેશ, લક્ષ્મણ, વિક્રમ, ખુશી, અર્પિતા, ધ્રુવના દાદા, સ્વ. હીરાભાઈ, સ્વ. જેઠીબેન પચાણભાઈ વાઘેલા (ઉગેડી), ગોમાબેન રાજાભાઈ ચાવડા (નખત્રાણા), રાજીબેન દેવજીભાઈ લોન્ચા (રસલિયા)ના ભાઈ, અરજણભાઈ મીઠુભાઈ, સ્વ. મનજીભાઈ, દેવજીભાઈ, જીવરાજભાઈના કાકાઈ ભાઈ, મેઘજી અને વિશ્રામના કાકા, સ્વ. કરમશી વસતા વાઘેલા (ખીરસરા)ના જમાઈ તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 1-6-2026ના રાત્રે સત્સંગ તથા તા. 2-6-2026ના સવારે 10.30 વાગ્યે પાણીયારો તેમજ બેસણું નિવાસસ્થાને.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : કડવા પાટીદાર વાલજીભાઈ રતનશી બાથાણી  (ઉ.વ. 85) તે સ્વ. પાનુબેનના પતિ, નીલેશભાઈ (હૈદરાબાદ), મંજુબેન (નખત્રાણા)સ્વ. ભારતીબેન (હૈદરાબાદ), નબુબેન (નખત્રાણા), ક્રિષ્નાબેન (કોટડા-જડોદર)ના પિતા તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 29-5 તથા તા. 30-5-2026ના શુક્રવાર અને શનિવાર (બે દિવસ) સવારે 8થી 10 અને બપોરે 3.30થી 5 ધીરજભાઈ પચાણ બાથાણીના નિવાસસ્થાને, પ્લોટ વિસ્તાર, વિરાણી મોટી ખાતે.

મંજલ (હમલા) : અમૃતબેન વિશનજી ભટ્ટ (રાજગોર) (ઉ.વ. 92) તે સ્વ. વિશનજી ખીમજી ભટ્ટના પત્ની, ગં.સ્વ. હેમલતાબેન (દુર્ગાપુર), દિલીપભાઇના માતા, સ્વ. રમેશભાઇ હીરજી મોતા (દુર્ગાપુર) અને ધનવંતીબેનના સાસુ, ભાવિકા, રાખીલ, પીયૂષના દાદી, પ્રતીક હિંમતલાલ રાજગોર (ગઢશીશા), નેહાબેન, રિંકલબેનના દાદીસાસુ, સંજય, હિનાબેન, નીલેશના નાની, ધ્યાની, જયમ, મંત્રના પરદાદી, હર્ષિવના પરનાની, સ્વ. મણિબેન મેઘજી માલાણી (લાયજા)ના પુત્રી, સ્વ. ભાઇલાલભાઇ (મુંબઇ), સ્વ. હીરાવંતીબેન હીરજી મોતા (માંડવી), સ્વ. કસ્તૂરબેન હંસરાજ મોતા (માંડવી), સ્વ. ભાનુબેન પ્રાણજીવન મોતા (રાયણ), જયાબેન ચંપકલાલ નાકરબાવા (ભુજ)ના બહેન, ગં.સ્વ. દક્ષાબેનના નણંદ, જયેશ, હિના, યોગિતા (મુંબઇ)ના ફઇ તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 30-5-2026ના શનિવારે સાંજે 4થી 5.30 નિવાસસ્થાન મંજલ (હમલા) ખાત.

નુંધાતડ (તા. અબડાસા) : કુંભાર અમીબાઈ જુસબ (ઉ.વ. 75) તે મ. જુસબ ભચુના પત્ની, મામદ હુસેનના માતા, સિકંદરના દાદી, કુંભાર ઓસમાણ હારૂન, મામદ હારૂનના કાકી, કુંભાર હુસેન ડોસલ (દેવપર), કુંભાર ઈસ્માઈલ ડોસલ (ડાડા કાકા) (વમોટી મોટી)ના બહેન, આમદ ફકીરમામદ, અબ્દુલ ફકીરમામદ (વમોટી મોટી), અબ્દુલ અલીમામદ (નખત્રાણા)ના સાસુ અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના શનિવારે સવારે 10થી 11 નુંધાતડ જમાતખાનામાં.

મુલુંડ (મુંબઇ) : મૂળ ભદ્રેશ્વરના પુષ્પાબેન વિઠ્ઠલદાસ ચોથાણી (ઉ.વ. 80) તે સ્વ. વિઠ્ઠલદાસ પરસોત્તમ ચોથાણીના પત્ની, સ્વ. કંકુબેન અને સ્વ. વિસનજી (આડઠક્કર)ના પુત્રી, ભારતી અરવિંદ દાવડા, ભરત, ભાવેશ, કિશોર, ભરતના માતા, હંસાબેન, દીપાબેન, હેમાબેન, નીતાબેનના સાસુ તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 29-5-2026ના સાંજે 5થી 7 કાલિદાસ મેરેજ હોલ, પુરુષોત્તમ ખેરાજ રોડ, મુલુંડ પશ્ચિમ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

મુલુંડ (મુંબઇ) : ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન બરવાળા (ઘેલાશા) નિવાસી હાલ પુના હર્ષાબેન જિતેશભાઇ ડગલી (ઉ.વ. 69) તે સ્વ. જિતેશ અમુલખ ડગલીના પત્ની, નીરવ, નિયતિના માતા, સ્વ. કુંદનબેન ધીરજલાલ ગાંધી (બોટાદ)ના પુત્રી, સ્વ. લલિતભાઇ, સ્વ. જશુભાઇ, નીતાબેન, છાયાબેન, કમલેશભાઇ, અતુલભાઇના બહેન, દિલીપભાઇ, સ્વ. મીરાંબેન, જયશ્રીબેન, સ્વ. ઇલાબેન, સ્વ. રમેશભાઇ, સ્વ. સુરેશભાઇ, સ્વ. ભાવનાબેન, નીતાબેન, સ્વ. મહેશભાઇના ભાભી તા. 25-5-2026ના હૈદરાબાદ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે) 

Panchang

dd