ભુજ, તા. 3 : શહેરમાં ગઇકાલે રાત્રે યુવકને
છરી બતાવી બે શખ્સે રોકડા રૂા. 270 લૂંટી લીધાની
ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે ઇદ્રીસ અબ્દુલા સમેજાએ નોંધાવેલી ફરિયાદ
મુજબ તેમનો 17 વર્ષનો દીકરો સાહિલ ઉર્ફે સાહિદ
ગઇકાલે રાત્રે 11 વાગ્યે એક્ટિવાથી જમીને મિત્ર
સાથે આવતો હતા ત્યારે મોટાપીર ચોકડી પાસે ક્રેટા ગાડી નં. જી.જે.-12-એફડી-8304વાળીમાં આવેલા આરોપી ઇરફાન
નૂરમામદ અજડિયા અને સાહિબ દાઉદ અજડિયાએ છરી બતાવી કહ્યું કે, તારી પાસે જેટલા પૈસા હોય તે આપી દે નહિતર તને
તથા તારા પરિવારને જીવતા સળગાવી દઇશું. આથી પેન્ટના ખિસ્સામાંથી રૂા. 270 કાઢીને આપી દેતાં તેઓ ક્રેટા
ગાડી લઇ જતા રહ્યા હતા. પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.