• શનિવાર, 30 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ રાપરના વિમળાબેન વનેચંદભાઈ દોશી (ઉ.વ. 72) તે સ્વ. લક્ષ્મીબેન ભાઈચંદ ચત્રભુજ દોશીના પુત્રવધૂ, સ્વ. વનેચંદભાઈના પત્ની, સ્વ. ગંગાબેન સ્વરૂપચંદ મેહતાના પુત્રી, સ્વ. અતુલ, પલ્લવી, હર્ષદના માતા, ચેતનાબેન, પ્રફુલકુમાર મોરબિયાના સાસુ, ક્રિષ્ના, પ્રિયના નાની, સ્વ. શાંતિલાલભાઈ, શંભુલાલભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. ભાનુબેન બાબુલાલ પારેખ, અરુણાજી મહાસતીજી (સંસારી), હીરાબેન બળવંત મોરબિયા, મંજુલાબેન મનસુખલાલ વોરાના ભાભી, સ્વ. નીલાવંતીબેનના દેરાણી, સ્વ. કાંતાબેન, કંચનબેનના જેઠાણી, મહેન્દ્રભાઈ, વાડીલાલભાઈ, હસમુખભાઇસ્વ. પ્રભાબેન, કંચનબેન, હસુમતીબેન, સવિતાબેનના બહેન, જસવંતીબેન, પ્રભાબેન, કંચનબેનના નણંદ, જ્યોતિબેન સેવંતી, કલ્પનાબેન અજિત, હંસાબેન અમિત, ભાવના, અનિલા, માલતી, હેમાક્ષી, ચારૂલ, સ્વ. શીલા, બિંદીબેન  સાગર, દિપાલી, શીતલ, નેહા, મીનુ, અવનીબેન મયૂર, પૂજાબેન હીતના કાકી તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી. (ચક્ષુદાન કરેલ છે.)

ભુજ : વિજયાબેન ભવાનજીભાઇ ઠક્કર (ઉ.વ. 74) તે ભવાનજી મૂલજી ઠક્કર (આરોગ્યવાળા) (નલિયાવાળા)ના પત્ની, સ્વ. પાર્વતીબેન મૂલજી લધાના પુત્રવધૂ, સ્વ. હંસરાજ કાનજી કતિરાના પુત્રી, તેજલ મેહુલ શાહ (લંડન)ના માતા, સ્વ. દમયંતીબેન મંગલદાસ ઠક્કર (નલિયા), સ્વ. શાંતાબેન જમનાદાસ ઠક્કર (નલિયા)ના દેરાણી, સ્વ. મંજુલાબેન વાલજી ઠક્કર (મુંબઇ), અનિલાબેન મૂળરાજ ભગદે (ભુજ), પ્રફુલ્લાબેન જગદીશ ઠક્કર (ભુજ)ના બહેન તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-5-2026ના રવિવારે સાંજે 5થી 6 નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) લોહાણા મહાજનવાડી, પવાણી હોલ ખાતે.

ભુજ : કુંભાર હાજી તાલબ ઇશાક (ઉ.વ. 90) (માજી પ્રમુખ ભુજ મજદૂર કામદાર યુનિયન, ગાભાભાઇ હરીશ ટ્રાન્સપોર્ટવાળા) તે હાજી સુલેમાન (હસણિયા ટ્રાન્સપોર્ટ), હુશેન (કૌશર જ્વેલર્સ)ના ભાઇ, ઉમર, અબ્દુલ, ગનીભાના પિતા, જમાલ હુશેન, કાદર બાબુના સસરા, ઇમરાન, જાવેદ, આસિફ, સાહિલ, ઇરફાન, સેહજાદ, આફતાબ, ફૈઝના દાદા, કુંભાર કાસમ સુલેમાન (ધાલાભાઇ) (માજી કાઉન્સિલર)ના મામા, ગફુર, ઇકબાલ, અકબર, ઉવૈશના નાના તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-5-2026ના રવિવારે સવારે 9.30થી 10.30 કુંભાર જમાતખાના, ન્યૂ રેલવે સ્ટેશન પાસે, ભુજ ખાતે.

અંજાર : મૂળ સંઘડના કલ્પનાબેન જેષ્ઠારામ રાવલ (ઉ.વ. 48) તે સ્વ. મંજુલાબેન જેષ્ઠારામ રાવલના પુત્રી, ગં.સ્વ. જ્યોત્સનાબેન ભરતલાલ રાવલ, દિવ્યાબેન રાજેશભાઇ વ્યાસ, ક્રિતેશ જેષ્ઠારામ રાવલના બહેન, દીપિકા ક્રિતેશ રાવલના નણંદ, ઋત્વી અને શિવન્યાના ફઇ, પ્રિયા મિલનકુમાર વ્યાસ (માધાપર), હિતેષ ભરતલાલ રાવલ, પંકજ ભરતલાલ રાવલ (બેરમો-ઝારખંડ), આશુતોષ, બંસી રાજેશકુમાર વ્યાસ (રાજકોટ)ના માસી, સ્વ. વિજયાબેન વિજયશંકર ભટ્ટ (અંજાર), સ્વ. નટવરલાલ ઇચ્છારામ રાવલ, મોહનલાલ ઇચ્છારામ રાવલના ભત્રીજી, હિતેષ મોહનલાલ રાવલ (અંજાર), જિતેશ નટવરલાલ રાવલ (ગાંધીધામ), રાજેશ નટવરલાલ રાવલ (માધાપર), ગીતાબેન ભાવેશકુમાર જોશી (માધાપર), ગં.સ્વ. કાજલબેન નીતિનકુમાર ઉપાધ્યાય (માધાપર)ના મોટાબાપાના પુત્રી, સ્વ. ભચીબેન વેલજીભાઇ જોશી (ચાંદ્રોડા)ના દોહિત્રી તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-6-2026ના સોમવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જ પાછળ, ટાઉનહોલની બાજુમાં, અંજાર ખાતે.

ગાંધીધામ : સુરેશ (બાબુ) કારોમલ દેવાની (ઉ.વ. 66)  તે કવિતાના પતિ, પ્રકાશ (સીએ), હિતેશ (ફ્રેન્ડસ કલેક્શન ગાંધીધામ)ના પિતાસ્વ. નરેન્દ્રજગદીશરાજકુમાર, લતા ગિરધારીલાલ પારદાસાની (જોધપુર)ના ભાઇ, સ્વ. ઇશ્વર, ભરત, પ્રકાશ, મંજુ, અશોક આહુજા (ઇન્દોર), સ્વ. કુસુમ સતીષ વાપરાની (અમદાવાદ), સોનિયા રાજેશ આસનાની (સ્પેન)ના કાકાઇ ભાઇ, આશા, વીના, સ્નેહાપિરતીના દિયર, રામ, પવન, મનીષ, લલીત, રોહિત, પારચી, દિશા, રિતુના કાકા, અમર, હરષીતા, રાજેશ, સુમન, લવીના, હિતેશ, યશના મામા, આદિતી, ગરવીતા, લતીક, ધારવિક, ધૈર્ય, નિયતિ, હિમાનીના દાદા તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. ભાઈઓ-બહેનો માટે પઘડી (ઉઠમણું) તા. 31-5-2026 રવિવારે સાંજે 6 વાગ્યે ઝૂલેલાલ મંદિર, ગાંધીધામ  ખાતે.

નખત્રાણા : હાલે રાયપુર કચ્છ કડવા પાટીદાર મણિબેન ધનાણી (રામાણી) (ઉ.વ. 86) તે કાનજીભાઇ હંસરાજ ધનાણીના પત્ની, હરિભાઇ, ચંદુલાલ, મુકેશકુમાર, નિર્મલાબેન, લક્ષ્મીબેનના માતા, ગંગારામભાઇ, વીરજીભાઇ, અરજણભાઇના ભાભી, વિજય, પાર્થ, ધવલના દાદી, હંસરાજભાઇ રત્નાભાઇ ધનાણીના પુત્રવધૂ તા. 27-5-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-5-2026ના શનિવારે સાંજે 4થી 5 નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે. ધાર્મિકવિધિ તા. 6-6-2026ના રાયપુર ખાતે.

નિરોણા (તા. ભુજ) : પુષ્કર્ણા બ્રાહ્મણ ગં.સ્વ. ઇન્દિરાબેન (ઉ.વ. 92) તે સ્વ. ભાઇલાલ જેરામ જોશી (ભાઇલાલ મહારાજ)ના પત્ની, હરેશ જોશી, પ્રતાપ જોશી, ગૌરીબેન ગોપાલદાસ જોશી (જામનગર)ના માતા, કીર્તિભાઇ પ્રભાશંકર જોશી, દિનેશભાઇ પ્રભાશંકર જોશીના કાકી, હેમાંશુભાઇ, પૂનમબેન, તન્વીબેનના દાદી, મનીષ ગોપાલદાસના નાની તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-5-2026ના શનિવારે બપોરે 3થી 4 જાગેશ્વર મહાદેવ મંદિર, નિરોણા ખાતે.

સણોસરા (તા. ભુજ) : રબારી કલા રાણા (વેલાભાઇ) (ઉ.વ. 53) તે વંકા અને રવિના પિતા, લાછુબેનના પતિ, કમાભાઇ વંકાભાઇ, રાજાભાઇ, હમીરના ભાઇ તા. 24-5-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 3-6-2026ના અને ઘડાઢોળ તા. 4-6-2026ના નિવાસસ્થાન સણોસરા ખાતે.

બિદડા (તા. માંડવી) : મગનભાઈ પુનશીભાઈ સિચણિયા (ઉ.વ. 72) તે પુનશીભાઈ બીજાભાઈ સિચણિયાના પુત્ર, નીલેશભાઈ (પૂર્વ પ્રમુખ માંડવી તા. પંચાયત), ધર્મિષ્ઠાબેન (ભુજ), પ્રજ્ઞાબેન (ભારાપર)ના પિતા, પ્રેમજીભાઈ, ખીમજીભાઈ, વિશનજીભાઈના મોટા ભાઈ, લાલજી ખમુભાઈ, દેવજી બુધિયાભાઈ સિચણિયાના કાકાઇ ભાઈ, કાનજીભાઈ હરપાલભાઈ નોરિયા (તલવાણા)ના જમાઈ, રજનીકાંત કલ્યાણજી કન્નર, ભરતભાઈ જખુભાઇ જેપારના સસરા તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 31-5-2026ના દિયાડો અને તા. 1-6-2026ના ઘડાઢોળ પાણી નિવાસસ્થાને.

સમાઘોઘા (તા. મુંદરા) : કારાભાઇ દેવશીભાઇ પારિયા (ઉ.વ. 90) તે કેશરબાઇ દેવશીભાઇના પુત્ર, રાજબાઇના પતિ, સ્વ. લાખાભાઇ, લાલજીભાઇ, સ્વ. પૂંજાભાઇ, મૂરજીભાઇ, રામાઇબેન દામજી વિંઝોડા (કિડાણા), માનબાઇ પૂંજાભાઇ મોથારિયા (નાની ખાખર)ના ભાઇ, સ્વ. રાણબાઇ, માનબાઇ, સ્વ. કેશરબાઇ, નાનબાઇના જેઠ, ખેતબાઇ હરજીભાઇ ધેડા (લાખાપર), પદમાબેન લાલજીભાઇ કન્નર (દુર્ગાપુર), ભોજરાજના પિતા, મનોજ, મુકેશ, શાન્તિ, દિનેશ, નરેશ, મનોજના દાદા, ઉકુબાઇ ડોરૂ (નાના આસંબિયા)ના જમાઇ, હાંસબાઇના સસરા તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક્રિયા પૂર્ણ થયેલ છે. બેસણું હાલે ભટ્ટનગર, ગાંધીધામ ખાતે.(તા. 31-5-2026ના રવિવારે બેસણું સવારે 9થી 1 મહેશ્વરી સમાજવાડી, સમાઘોઘા ખાતે.)

કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : વાલજીભાઇ વિશ્રામ ભાવાણી (ઉ.વ. 86) તે રમીલાબેનના પતિ, મોહનલાલભાઇ, જયંતીભાઇ, સ્વ. નર્મદાબેન વિનોદભાઇ લિંબાણી (વેસલપર)ના પિતા, માધવજીભાઇ, છગનભાઇના ભાઇ, ધનજી દેવશી રૂડાણી (પલીવાડ)ના જમાઇ, પ્રકાશ, મેહુલ, વિરલ, રચિત, ધર્મિષ્ઠા નિતેશ નાકરાણી (નાસિક)ના દાદા તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) તા. 30-5-2026ના શનિવારે સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજવાડી, કલ્યાણપર (મંજલ) ખાતે.

મંગવાણા (તા. નખત્રાણા)  : સોઢા જલુબાઈ ગફુર (ઉ.વ. 58) તે મ. ગફુરના પત્ની, મ. હાજી ઇબ્રાહિમ, મ. હુસેન, દાઉદ સાલેમામદના ભાભી, ઇમરાન, મુસ્તાકના માતા, મ. લતીફ, હાસમ, ઈકબાલ, ફિરોઝ, સિકંદર, પરવેજના કાકી, સમેજા ઇબ્રાહિમ (ભોલુ)ના ફઈ, સમેજા જુનસના સાસુ તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના શનિવારે સવારે 10થી 11 મંગવાણા મસ્જિદ ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : ખલીફા ફાતમાબાઈ સુમાર (ઉ.વ. 70) તે મ. સુમાર સુલેમાનના પત્ની, સાલેમામદના માતા, સહેજાદ, તાહિરના દાદીહાજી સુલેમાન, જાકબ સુલેમાનનૂરમામદ સુલેમાન, મ. સિદ્ધિક સુલેમાન, મ. અબ્દુલ સુલેમાન (ધૂલોભા), મુબારક, ઓસમાણ, હુશેનના ભાભી, કરીમ ઇશાક (ખોંભડી), આમદ ઇશાક (ખોંભડી)ના બહેન, સુલેમાન ઓસમાણ (મોટી ધૂફી), અજીજ સુમાર (નખત્રાણા), અલી ઓસમાણ (મોટી ધૂફી), હુશેન ઈબ્રાહિમ (સલાયા)ના સાસુ, હાસમ, મુબારક, ઈબ્રાહિમ, ઇમ્તિયાઝ, સુલેમાન, અશરફ, સિકંદરના મોટીમા, ઇકબાલ ઉમર, ઈબ્રાહિમ આમદ, મજીદ બાબુ, દાઉદ મામદના સાસુ તા. 29-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-5-2026ના રવિવારે  સવારે 10થી 11 નિવાસસ્થાન મફતનગર, રસલિયા ખાતે.

વિગોડી (તા. નખત્રાણા ): કાનબાઈ શિવજી લોચા (ઉ.વ. 82) તે સ્વ. શિવજી ચનાના પત્ની, નારાણભાઈ, જેન્તીભાઈ તથા સ્વ. જવેરબેન રામજી (મોરજર), સ્વ. હંસાબેન માવજી વાઘેલા (વિરાણી મોટી)ના માતા, રમેશ, મહેશ, અશ્વિન, નિશાબેન પ્રવિણભાઈ (સુખપર રોહા), કાજલ, રોનક, હિના, વૈશાલીના દાદી, સ્વ. જખુભાઈ અરજણ, વાલજી અરજણ, ગોપાલ અરજણ વાઘેલા (ખિરસરા)ના બહેન તા. 29-5-2026ના અવસાન પામ્યા છે, સત્સંગ તા. 31-5-2026ના રાત્રે, પાણીઢોળ તા. 3-6-2026ના નિવાસસ્થાન, વિગોડી ખાતે.

રાયધણજર (તા. અબડાસા) : રમીલાબેન મણસી ડોરૂ (ઉ.વ. 27) તે તેજબાઇ મણસીભાઈ જેઠા ડોરૂના પુત્રી, મોહનભાઈ, ગાવિંદભાઈના બહેન તા. 28-5-2026ના અવસાન પામ્યા છે. 

Panchang

dd