ગાંધીધામ, તા. 3 : ભચાઉ નવા બસ સ્ટેન્ડ પાછળ સ્મશાનઘાટની
અંદર જુગાર રમતા બે શખ્સને પોલીસે પકડી પાડી રૂા. 11,050 જપ્ત કર્યા હતા જો કે, એક ખેલી નાસી જવામાં સફળ રહ્યો હતો. ભચાઉ નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલા સ્મશાનઘાટની
અંદર ખેલીઓ ટોર્ચના અજવાળે જુગાર રમી રહ્યા હતા તેવામાં પૂર્વ બાતમીના આધારે પોલીસે
છાપો માર્યો હતો અને અહીંથી હરેશપુરી રઘુપુરી ગોસ્વામી તથા મીત સામજી ચૌહાણ (રજપૂત)ને
પકડી પાડયા હતા જ્યારે રિયાઝ બાબુ રાયમા નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા
શખ્સો પાસેથી રોકડ રૂા. 11,050 હસ્તગત
કરવામાં આવ્યા હતા.