મુંબઇ, તા. 3 : મહિલાઓમાં આર્થિક આઝાદી આવે, પોતાના ઘરની આર્થિક બાબતોનું સંચાલન જાતે કરે
તથા ઘરનું બજેટ પણ જાતે બનાવે એવા ઉદ્દેશથી `ઘરનું બજેટ તમારા હાથમાં,
આર્થિક આઝાદી તમારા નામમાં' એવા પ્રેરણાદાયી સશક્ત
સૂત્ર સાથે જૈન યૂથ ફોરમ (જેવાયએફ) અને જન્મભૂમિ જૂથના અખબારો (કચ્છમિત્ર, જન્મભૂમિ, ફૂલછાબ, વ્યાપાર)ના સંયુક્ત
ઉપક્રમે મહિલા માટે એક વિશેષ નિ:શુલ્ક ઓનલાઇન સેમિનારનું ત્રણ દિવસ આયોજન કરાયું છે.
- મહિલાઓ માટે શા માટે જરૂરી
છે વર્કશોપ : આગામી તા. 8, 9 તથા 10 એમ ત્રણ દિવસ દરરોજ રાત્રે
8.30થી 9.15 વાગ્યા દરમ્યાન યોજાનાર આ ઓનલાઇન
પાવરપેક સેમિનારનો મુખ્ય હેતુ કાર્યશીલ મહિલાઓ તથા યુવતીઓને આર્થિક બાબતોમાં આત્મનિર્ભર
બનાવવાનો તથા બદલાતા સમય સાથે નાણાકીય વ્યવહારોનું સચોટ સંચાલન શીખવવાનો છે. ઘર ચલાવવા
તથા બચત કરવાની બાબતોમાં મહિલાઓ અગ્રેસર હોય છે,
પરંતુ મોટા રોકાણ કે કાયદાકીય બાબતોમાં તે સ્વનિર્ભર નથી હોતી ત્યારે
મોંઘવારીના સમયમાં માત્ર બચતખાતામાં રૂપિયા રાખવાથી નાણાંનું મૂલ્ય ઘટતું રહે છે એવામાં
આ સેમિનાર મહિલાઓનાં મનમાં ઊઠતા સવાલો નાણાં માત્ર બચત ખાતામાં જ રહે છે ? નાણાંનું મૂલ્ય ઘટતું રહ્યું છે ? કે ઓનલાઇન બેન્કિંગ
ફ્રોડથી મહિલા સુરક્ષિત છે ? આ સવાલો પર કેન્દ્રિત રહી તેનું
સચોટ માર્ગદર્શન આપવાનું કાર્ય કરશે. - ત્રણ દિવસનો સચોટ પાવરપેક રોડમેપ : ત્રણ દિવસના સેમિનાર દરમ્યાન પ્રથમ દિવસે
8મી જૂનના સ્માર્ટ બજેટ અને સેફટી કવચ એ
વિષય પર પૈસા કમાવવાની સાથે તેના યોગ્ય વ્યવસ્થાપન માટેના 50-30 અને 20 સોનેરી નિયમો દ્વારા ઇમરજન્સી
ફંડનું કેવી રીતે નિર્માણ કરવું તેની પ્રેક્ટિકલ સમજ આપવામાં આવશે. બીજા દિવસે મોંઘવારીને
મારી અને રોકાણની સચોટ રજૂઆત એ સંદર્ભે પરંપરાગત સોનાંમાં કે એફડીમાં રોકાણ કરવાને
બદલે મ્યુચ્યુઅલ ફંડ-એસઆઇપી (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)ની સરળ ભાષામાં સમજૂતી
આપવાની સાથે ભવિષ્યનાં લક્ષ્યો માટે ફંડ કેવી રીતે તૈયાર કરવું તેની સમજ અપાશે. સેમિનારના
ત્રીજા દિવસે આજના ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને ઓનલાઇન બેન્કિંગ ફ્રોડથી
બચવા માટે સુરક્ષા ટિપ્સ આપવાની સાથે બેન્કિંગ ખાતાઓમાં નોમિની અને વારસદાર વચ્ચેના
તફાવતની સરળ સમજ અપાશે. આ સેમિનાર નાણાકીય ટેકનિકલ શબ્દોની સમજ આપવાની સાથે તદ્દન સરળ
ગુજરાતી ભાષામાં યોજાશે તથા મહિલાઓ પોતાના મૂંઝવતા સવાલો નિર્ભય રીતે પૂછી શકે તે માટે
તેની ઓળખ-તસવીર સંપૂર્ણ ગુપ્ત રહે તેવી સુવિધા રખાઇ છે જેથી સવાલ પૂછનાર મહિલાની તસવીર
કે નામ ઓનલાઇન કોઇ પણ જોઇ શકશે નહીં. - રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાશે : સેમિનાર તદ્દન નિ:શુલ્ક છે પરંતુ સીટો મર્યાદિત
હોઇ વહેલા તે પહેલાંનાં ધોરણે નોંધણી કરાવનાર મહિલાઓ જ જોડાઇ શકશે. ઓનલાઇન જોડાવા ઇચ્છુક
મહિલાઓએ પોતાનું નામ, ગામ/ શહેરનું
નામ તથા પોતાની ઉંમર સાથે વોટ્સએપ નં. 93729 76665 ઉપર મેસેજ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.