ભુજ, તા. 3 : દરેક વ્યક્તિએ નાનપણથી રમતગમતમાં
લગાવ રાખવો જરૂરી છે, જેનાથી તેમના
જીવનમાં શિસ્ત, સહનશીલતા, ખેલદિલી અને આત્મવિશ્વાસ
જેવા ગુણોનો સંચાર થાય છે તેવી વાત ભુજ રાજગોર સમાજ પ્રેરિત અને ભુજ રાજગોર યુવા સ્પોર્ટસ
ક્લબ આયોજિત સિઝન-2 બોક્ષ ક્રિકેટ
ટૂર્ના.ના સમાપન અવસરે ઉપસ્થિત અગ્રણીઓએ કરી હતી. માતા મુક્તાબેન ઉમિયાશંકર રાજગોર
સમાજવાડીના કસ્તૂરબા પાર્ટીપ્લોટમાં ટૂર્નામેન્ટમાં ભુજ સહિત કચ્છભરની ટીમોએ ભાગ લીધો
હતો. બાળ અને જનરલ વિભાગમાં ફોરલેસ ફાઇટર ચિલ્ડ્રન કેટેગરી અને ઝીબા કમ્ફર્ટ જનરલ કેટેગરીમાં
ચેમ્પિયન બની હતી. ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજય ગોર, મહામંત્રી ભરત ગોર, મંત્રી
નિખિલ પેથાણી, કપિલ ગોર,
પૂજન ગોર, મયૂર ગોર, અરવિંદ
ગોર, યુવા સ્પોર્ટસ ક્લબ પ્રમુખ ચિંતન વિઠ્ઠા, ઉત્તમ મોતા, મંથન ગોર, રાહુલ પેથાણી,
દીપ શિણાઇ, દિલીપ અજાણી, અંકિત શિણાઇ, વિવેક બાવા સહિતનાઓના હસ્તે વિજેતા-ઉપવિજેતા
તથા ટૂર્ના.માં સુંદર દેખાવ કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓને નવાજવામાં આવ્યા હતા. મસ્કા
સ્પોર્ટસ ક્લબના અને માંડવી તા.પં.ના શાસક પક્ષના નેતા કીર્તિ ગોરે રમતવીરોને પોતાના
તરફથી મદદરૂપ બનવાની તૈયારી બતાવી હતી તેવું યુવા સ્પોર્ટસ ક્લબના સ્થાપક પ્રમુખ વસંત
અજાણીએ જણાવ્યું હતું.