• ગુરુવાર, 04 જૂન, 2026

આદિપુરમાં વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી અંગે ગુનો દાખલ

ગાંધીધામ, તા. 3 : આદિપુરના કેસરનગર-3માં રહેતા યુવાનને અભ્યાસ અર્થે વ્યાજે પૈસા આપી બાદમાં વધુ રકમ અંગે પઠાણી ઉઘરાણી કરતાં શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. આદિપુર કેસરનગર-3માં રહેનાર મૂળજી રામજી ચૌહાણ નામના યુવાને ધારશી પ્રજાપતિ સામે ગુનો નોંધાવ્યો હતો. કડિયાકામ કરનાર આ યુવાનને 2025માં નર્સિંગનો કોર્સ કરવો હોવાથી રૂપિયાની જરૂરત પડતાં સાથે કડિયાકામ કરનાર ધારશીને તેણે વાત કરી હતી. આ શખ્સે 8 ટકા વ્યાજે રૂા. 15,000 આપ્યા હતા, જેમાંથી એક હપ્તો કાપી રૂા. 13,800 ફરિયાદીને આપ્યા હતા. બાદમાં ફરિયાદી તેની પાસે કામ કરીને તથા ગૂગલ પે વગેરેથી હપ્તાના પૈસા ભરતો હતો. છેલ્લા બે મહિનાથી તે હપ્તો ન આપી શકતાં આ આરોપી તેના ઘરે જઇ વધુ રકમ અંગે પઠાણી ઉઘરાણી કરતો હતો. પોલીસે આ અંગે ગુનો દર્જ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd