• ગુરુવાર, 04 જૂન, 2026

પ્રજ્ઞાનાનંદે ઈતિહાસ રચ્યો : નોર્વે ઓપનમાં કાર્લસનને બીજીવાર હાર આપી

નવી દિલ્હી, તા.3 : ભારતીય યુવા ગ્રાંડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદે નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 8મા રાઉન્ડના મેચમાં દુનિયાના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને હાર આપી હતી. ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં ભારતના આ 20 વર્ષીય ખેલાડી પ્રજ્ઞાનાનંદે કાર્લસનને સફેદ મોહરાથી હાર આપી હતી અને હવે આજે કાળા મોહરાથી માત આપી હતી. ક્લાસિક શતરંજના પાછલાં 10 વર્ષના ઈતિહાસમાં આ પહેલો મોકો છે કે કોઇ ખેલાડીએ એક જ ટૂર્નામેન્ટમાં કાર્લસનને બે વખત પરાજય આપ્યો હતો. આ પહેલા 2007માં ભારતના જ મહાન ખેલાડી વિશ્વનાથન આનંદે લીનારેસ ઇન્ટરનેશનલ ચેસ ટૂર્નામેન્ટમાં કાર્લસનને બે વખત હાર આપી હતી. નોર્વે ઓપનમાં આર. પ્રજ્ઞાનાનંદ 12 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટોચ પર વેસ્લી સો (14) છે અને બીજા નંબર પર અલીરેજા ફિરોઝા (13) છે. કાર્લસન 9 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. 

Panchang

dd