• ગુરુવાર, 14 મે, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ માંડવીના કચ્છી ભાટિયા શૈલેષભાઇ ગાંધી (ઉ.વ. 73) તે સ્વ. ચંચળબેન અને ચત્રભુજ ગોકલગાંધી (પરલીવાળા)ના પુત્ર, ગં.સ્વ. શીલાબેનના પતિ, સ્વ. હરેશ, હિના નીલેશભાઈ સંપટ (અંજાર)ના પિતા, જિગરના નાના, સ્વ. પુષ્પાબેન પ્રતાપભાઈ ગાંધી (માનકૂવા)ના જમાઈ, સ્વ. રમેશભાઈ ગાંધી (માંડવી), સ્વ. જયાબેન નરોત્તમ શાહ, સ્વ. મીનાબેન સુરેન્દ્ર સંપટ, સ્વ. રાજુબેન ભીમસિંહ ટોપરાણી, સ્વ. નીનુબેન, સ્વ.નલિનીબેન મહેશ સંપટના ભાઈ, વિજય (મુંબઈ), પ્રકાશ (માંડવી), હિમાંશુ (લંડન)ના કાકા તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઈઓ-બહેનોની) તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : પ્રેમજીભાઇ નાથાલાલ ગોહિલ (લોજવાળા) (ઉ.વ. 75) તે સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન નાથાલાલના પુત્ર, સ્વ. જમનાબેન પ્રેમજીભાઇ ચાવડાના જમાઇ, સ્વ. અમૃતબેન પરમાર, આનંદબેન વાઘેલા, સ્વ. મધુબેન રાજપૂત, ધનલક્ષ્મીબેન અબડા, કાંતિભાઇના મોટાભાઇ, જોશનાબેનના જેઠ, જ્યોતિબેન, જયેશભાઇ, દિનેશભાઇ, પૂનમબેનના પિતા, શીતલબેન, આરતીબેન, કપિલ મકવાણા, રમેશ રાજપૂતના સસરા, જગદીશ, જિતેન્દ્રના મોટાબાપુ, સરલાબેનના મોટા સસરા, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. અનિલભાઇ, ફકુભાઇ, ઇલાબેનના બનેવી, ભરતના સાઢુ ભાઇ, પ્રાચી, કાવ્ય, પલક, જયદીપના દાદા, વંશિકા, ક્રિશિવના મોટા દાદા, અમન, સાગર, ઇશા, હીરના નાના તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2026ના સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

અંજાર : મૂળ રંગપર બેલાના હરૂભા જુવાનાસિંહ ઝાલા (ઉ.વ. 63) તે સ્વ. જુવાનાસિંહ વિભાજી ઝાલાના પુત્ર , સ્વ. કનુભા વિભાજી ઝાલા, સ્વ. મહિપતાસિંહ વિભાજી ઝાલા, સ્વ. પ્રવીણાસિંહ ગોપાલજી ઝાલા, દિલુભા ગોપાલજી ઝાલા, સ્વ. જયુભા ગોપાલજી ઝાલાના ભત્રીજા, સ્વ. હનુભા કનુભા ઝાલા, સજુભા જુવાનાસિંહ ઝાલા, સ્વ. કિરીટાસિંહ પ્રવીણાસિંહ ઝાલા, મહેન્દ્રાસિંહ દિલુભા ઝાલા, રઘુવીરાસિંહ મહિપતાસિંહ ઝાલા, ગિરુભા પ્રવીણાસિંહ ઝાલા, ભગીરથાસિંહ જયુભા ઝાલા, હકુમતાસિંહ દિલુભા ઝાલા, મહાવીરાસિંહ દિલુભા ઝાલા, દિગ્વિજયાસિંહ જયુભા ઝાલાના ભાઈ, પ્રદ્યુમનાસિંહ હરૂભા ઝાલાના પિતા, રામદેવાસિંહ હનુભા ઝાલા, વિરભદ્રાસિંહ હનુભા ઝાલા, યશપાલાસિંહ સજુભા ઝાલા, જિતેન્દ્રાસિંહ રઘુવીરાસિંહ ઝાલા, નરેન્દ્રાસિંહ રઘુવીરાસિંહ ઝાલાના કાકા તા. 13-5-2026ના અવસાન  પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે તથા ઉત્તરક્રિયા તા. 24-5-2026ના રવિવારે નિવાસસ્થાન કર્મચારી સોસાયટી, પ્લોટ નંબર 32 ખાતે.

માંડવી : કચ્છી ભાટિયા ભારતીબેન ગિરીશભાઈ પંચોલી (ઉ.વ. 73) તે સ્વ. મંજુલાબેન મનહરલાલ મહેતા (માંડવી)ના પુત્રી, સ્વ. મહેશભાઈ, સ્વ. ચેતનભાઈ, મધુસૂદનભાઈ, પરેશભાઈ, સ્વ. તારાબેન, હંસાબેન, કોકિલાબેનના બહેન, વનિતાબેન, રીટાબેન, અનસૂયાબેન, દીપ્તિબેનના નણંદ તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 સતવારા સમાજવાડી, ભવનાથ મંદિર પાછળના પ્રાંગણમાં, ગાંધીધામ ખાતે.

માંડવી : ઉઠાર જેનાબાઈ બુઢા (ઉ.વ. 45) તે ઉઠાર બુઢા સુલેમાનના પત્ની, રહીશના માતા, કાસમ સુલેમાનના ભાભી, ઝુબેર હાસમ (સાભરાઈ)ના સાસુ, બાબુ તથા અબ્દુલ ફકીરમામદ (બિદડા)ના બહેન તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-5-2026ના શનિવારે સવારે 10થી 11 ધોબી જમાતખાના, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ રોહા સુમરીના ખરાશંકર વ્રજલાલ વ્યાસ (ઉ.વ. 75) તે સ્વ. ચંપાબેનના પતિ, સ્વ. ધર્મેન્દ્ર, ગીતાબેન વિનેશભાઈ ભટ્ટના પિતા, આશાબેન ધર્મેન્દ્ર વ્યાસ (ભુજ), વિનેશ કિરણભાઈ ભટ્ટ (નખત્રાણા)ના સસરા, સ્વ. યશ્વી, રુદ્રના દાદા, કાવ્યા વિનેશભાઈ ભટ્ટના નાના, હરેશ વ્યાસ (નખત્રાણા), સ્વ. પરેશ વ્યાસ (રતનાલ), જીતેન્દ્રબાળા જશવંતરાય પંડયા (ભુજ), તરુલતાબેન અજિતભાઈ પંડયા (મુંબઈ), સ્વ. મીનાબેન ચંદ્રકાંતભાઈ પંડયા (સાંયરા), ચંદ્રિકાબેન ભાસ્કરરાય મહેતા (માંડવી)ના ભાઈ, ગૌરીબેન બાબુભાઈ પંડયા (નલિયા)ના જમાઈ, હરેશભાઈ (મુંબઈ), સુરેશભાઈ (નલિયા), અશ્વિનભાઈ (મુંબઈ), પુષ્પાબેન ઈશ્વરલાલ વ્યાસ (વાડાપદ્ધર), કુસુમબેન અશોકભાઈ દવે (નખત્રાણા), અરૂણાબેન વિપુલભાઈ મહેતા (ભુજ)ના બનેવી, પ્રજ્ઞાબેન પરેશભાઈ વ્યાસ (રતનાલ)ના જેઠ, ઊર્મિ, નેહા, માલિંદના મોટાબાપા તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2026ના શુક્રવારે સાંજે 5થી 6 સમસ્ત બ્રહ્મ સમાજવાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

નખત્રાણા (નવાનગર) : સથવારા વિશનજી છનાભાઇ (ઉ.વ. 72) તે પુંજીબેનના પતિ, વાલજી, લધાભાઇ, પ્રકાશભાઇ, જશુબેન ભરત (નખત્રાણા)ના પિતા, બુધીલાલ, જેન્તીલાલ, કૃષ્ણાબેન, મુક્તાબેન, મધુબેનના ભાઇ, અજય, દીપક, આકાશ, વિકાસ, ઓમ, ધર્મેશ, શીતલબેન, હેતલબેન, કલ્પનાબેન, ચંદાબેન, ગુડ્ડીબેન, કવિતાબેન, મીરાંબેનના દાદા, મનોજ, ભરત, સુનીલ, મુકેશ, આશાબેન, હંસાબેનના મોટાબાપુ તા. 11-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-5-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સથવારાવાસ, નવાનગર, નખત્રાણા ખાતે.

કુકમા (તા. ભુજ) : શાન્તાબેન પરમાર (દરજી) (ઉ.વ. 76) તે સ્વ. છગનભાઇ ધીંગાભાઇ પરમારના પત્ની, સ્વ. જીવાભાઇ, જગશીભાઇ, અમનભાઇના ભાભી, પ્રેમજીભાઇ શામજીભાઇ (આડેસર)ના પુત્રી, ડામાભાઇ, શિવલાલભાઇ, નાનજીભાઇના બહેન, હર્ષદભાઇ, અનિલભાઇના માતા, ગોવિંદભાઇ, નીતિનભાઇ, દેવભાઇ, નારણભાઇ, જયસુખભાઇ, યોગેશભાઇ, પંકજ, વિષ્ણુ, સચિન, વિજય, વૈશાલીબેન, સપનાબેન, રિયા, સોનલબેનના દાદી તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 22-5-2026ના શુક્રવારે નિવાસસ્થાન કુકમા (તા. ભુજ) ખાતે.

લોડાઇ (તા. ભુજ) : જલાબાઇ ઉમર ગગડા (ઉ.વ. 75) તે મ. નૂરમામદ, સલીમ, હસન, અનવરના માતા, રમજુ સાલેમામદ, મામદ સાલેમામદના ભાભી, ઇમ્તિયાઝ, હાજી, અસગરના દાદી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 14, 15 અને 16-5 (ત્રણ દિવસ) નિવાસસ્થાને મુસ્લિમવાસ, લોડાઇ ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ તલવાણાના ગંગાબેન નોરિયા (ઉ.વ. 69) તે રામજીભાઈ વીરજીભાઈ નોરિયાના પત્ની, મેઘબાઈ બુધાભાઈ ડોરૂ (નાના આસંબિયા)ના પુત્રી, દામજીભાઈ, માનબાઈ, વાલબાઈના બહેન, નાગશીભાઈ, દામજીભાઈ, દેવરાજભાઈ, ભાણબાઇ લાલજી ફુફલ (મેઘપર)ના ભાભી, પ્રેમજીભાઈ, પ્રવીણભાઈ, હરેશભાઈના માતા, નયનાબેન, શાન્તાબેન, રત્નાબેનના સાસુ, નીશા અરૂણ ધેડા, મંજુલા અનિલ ગરવા, રાજેશ, કાન્તા, આદિત્ય, જયદીપના દાદી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ ભક્તિનગર, કિડાણા મધ્યે પૂર્ણ થયેલી છે.

મોટા સલાયા (તા. માંડવી) : કિશોર શિવજીભાઇ માલમ (ઉ.વ. 47) તે ચંદ્રિકાબેન અને શિવજીભાઇ માલમના પુત્ર, કલ્પના કષ્ટા, ઉર્મિલા ચુડાસમાના ભાઇ, અશોક કષ્ટા, મનીષ ચુડાસમાના સાળા, કિંજલબેનના પતિ, વૈદેહીના પિતા, રાજેશ અને નીતિન શિયાળવાળાના કાકાઇ ભાઇ, કાન્તાબેન અને દામજીભાઇ તાવડીવાળાના જમાઇ, જગદીશભાઇ ઝાલાના ભાણેજ તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 14-5-2026ના ગુરુવારે સાંજે 5થી 6 સાગર ભુવન વાડી, મોટા સલાયા ખાતે.

બિદડા (તા. માંડવી) : મૂળ નાની ખેડોઇના જાડેજા અજિતસિંહ માધુભા (ઉ.વ. 42) તે સ્વ. રવાજી, સ્વ. માધુભાના પુત્ર, જયરાજસિંહના પિતા, રણજિતસિંહ, પ્રભાતસિંહ, ભાવેશસિંહ, પ્રવીણસિંહ, કલુભા, ભરતસિંહ, હિતેન્દ્રસિંહના નાના ભાઇ, કીર્તિસિંહ, જયવીરસિંહ, અજયસિંહ, હિંમતસિંહ, શિવમસિંહ, દિવ્યરાજસિંહના કાકા તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-5-2026ના બપોરે 3થી 6 નિવાસસ્થાન મફતનગર, બિદડા ખાતે.

પોલડિયા (તા. માંડવી) : હાલે ભુજ કાતિયાર હવાબાઇ ઓસમાણ (ઉ.વ. 100) તે કાસમના માતા, અદ્રેમાન જુમાના કાકી, રજાકના દાદી, મ. સરકી ઈસ્માઈલ લધા, મ. સરકી સુલેમાન લધા, મ. સરકી હુશેન લધાના બહેન, મ. સરકી મુસ્તાક સુલેમાન, સરકી શબ્બીર હુશેન, સરકી રસીદ હુશેન, સરકી રજાક હુશેન, સરકી અલ્તાફ હુશેનના ફઇ, મ. કાતિયાર હુસેન અલીમામદ (કોટડા રોહા), મ. સમા ઉમર સુલેમાન (કેરા), કાતિયાર ઈસાક ઇલિયાસ (ભુજ), સમેજા હારૂન ઈસ્માઈલ (લક્ષ્મીપર તરા)ના સાસુ, કાતિયાર અબ્દુલ હુસેન (કોટડા રોહા), કાતિયાર અલીમામદ હુશેન (કોટડા રોહા), સમા ઈમરાન ઉમર (ભુજ), કાતિયાર અનવર ઇશાક (ભુજ), કાતિયાર ઇબ્રાહિમ ઇશાક (ભુજ), સમેજા રજાક હારુન (લક્ષ્મીપર તરા)ના નાની તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-5-2026ના શનિવારે સવારે 9.30થી 10.30 કાતિયાર સમાજવાડી, પોલડિયા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : પિંજારા કુલસુમબેન તે મ. અલીમામધના પત્ની, ઇદ્રીશ કારા હાજીરમધાન, અદ્રેમાન હાજીરમધાન, ઓસમાણ હાજીરમધાન, ઇસ્માઇલ હાજીરમધાનના ભાભી, ફિરોજના માતા, મ. જાકબ ઇશાક, હાજીસિધિક ઇશાક, હાજીરહેમતુલા ઇશાકના બહેન તા. 12-5-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2026ના સવારે 10 વાગ્યે પિંજારા હાજીઇશાકના નિવાસસ્થાને.

પલીવાડ (તા. નખત્રાણા) : હંસાબેન આસમલ ફુલિયા (ઉ.વ. 69) તે સ્વ. કચરા મનજી રોશિયાના પુત્રી, સ્વ. આસમલ જખુ ફુલિયાના પત્ની, હેમલતા નવીનભાઈ ભોઇયા (દેવપર-ગઢ), નર્મદાબેન કાનજી ધેડા (કુરબઈ), હરિલાલ, રમેશના માતા, લક્ષ્મીબેનના દેરાણી, કાનજીભાઇના ભાભી, સુમલબેન, ગોરબાઈના જેઠાણી, ધનબાઈ હરિલાલ ફુલિયા, રમીલાબેન રમેશભાઈ ફુલિયાના સાસુ, નીલમ મનોજ ભોઇયા (દેવપર-ગઢ), ચેતન, વિષ્ણુ, તુષારના દાદી તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-5-2026ના પૂર્ણ કરેલ છે. પ્રાર્થનાસભા તા. 17-5-2026ના રવિવારે સાંજે 4થી 5 મહેશ્વરી સમાજવાડી, પલીવાડ ખાતે.

જખૌ (તા. અબડાસા) : ભાનુશાલી વિનોદભાઇ દામા (ઉ.વ. 47) તે મેઘજીભાઇ દામજીભાઇના પુત્ર, દામજી ધનજી દામા અને લક્ષ્મીદાસ ધનજી દામાના પૌત્ર, લાલજીભાઇ, જાદવજીભાઇ, વેરશીભાઇ, સ્વ. વાલજીભાઇ, તુલસીદાસ, મંગલભાઇ, ભરતભાઇ, શંકરભાઇના ભત્રીજા, હર્ષ, જીનલ, જીલ, ધ્રુવીના પિતા, સ્વ. દેવકીબેન પારપ્યા રતડા (સુખપર-બારા)ના દોહિત્ર, સ્વ. હીરબાઇ દામજી લીલાધર ભદ્રા (જખૌ)ના જમાઇ તા. 13-5-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2026ના શુક્રવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજન વાડી, જખૌ ખાતે. 

Panchang

dd