• શુક્રવાર, 29 સપ્ટેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : ખારધર-મુંબઇ ગં.સ્વ. શાંતાબેન (ઉ.વ. 95) તે સ્વ. ઠા. ગોકલદાસ હરિરામ નરમ મુરુવાળાના પત્ની, સ્વ. દામજી હરિરામ, સ્વ. જેઠમલ હરિરામના નાના ભાઇના પત્ની, સ્વ. ધરમશી ગોવાલજી પોપટ (નડિયાદ)ના બહેન, મહેશભાઇ, મૂલજીભાઇ, મહાલક્ષ્મીબેન (કોલકાતા), સીતાબેન (પુના), ઉષાબેન (અમદાવાદ), દક્ષાબેન (દાવનગીરી), પ્રતિમાબેન (માધાપર)ના માતા, સ્વ. રમેશભાઇ (કોલકાતા), ખીમજીભાઇ (કે.જે.) (ભુજ), જિતેન્દ્રભાઇ (ગાંધીધામ)ના કાકી તથા માસી, સ્વ. ચાંપશી ડુંગરશી, મોહનલાલ ડુંગરશી (ભુજ)ના કાકી તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર રાખેલ નથી)

ભુજ : મમણ સાલેમામદ લાખા (ઉ.વ.87) તે સલીમ, સિદ્ધિક, મ. મમણ અલીમામદના પિતા, મ. ઇસ્માઇલ, ગની લાખાના ભાઇ, ઓસમાણ ખમીશા અબડાના સસરા, આરીફ, મુસ્તાકના દાદા, અબડા રમજાન, રજાક ઓસમાણના નાના તા. 15-9-2023ના વસાન પામ્યા છે. તાજિયત તા. 16/17/18-9-2023ના નિવાસસ્થાને મમણ ફળિયા આલ્લાહવાળી મસ્જિદની સામે ભુજ ખાતે.

ભુજ : મૂળ વમોટીના લોહાર ઈસ્માઈલ ઉર્ફે સુમાર તે હાજી અદ્રેમાનના પુત્ર, ઈસાક, જુસબ, મ. જુમ્માના ભાઈ, અનવર, ઈકબાલના પિતા, લતીફ (બળદિયા)ના સસરા, કાસમ રમજાન (વિથોણ)ના બનેવી તા. 16/09/2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયાર તા. 18/9/2023ના સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મોટા પીર રોડ, ભુજ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. તૃપ્તીબેન (ઉ.વ.51) મૂળ સંઘડ હાલે કુમ્હારી રાયપુર (છત્તીસગઢ) તે સ્વ. શૈલેષકુમાર રૂપારેલના પત્ની, સ્વ. ભાનુબેન વિઠ્ઠલદાસ ભીંડેના પુત્રી, બિંદિયાબેન પ્રદીપભાઇ (આધોઇ), જસ્મીતા જગદીશભાઇ (મુલુન્ડ), હિતેન વિઠ્ઠલદાસ (બી.એમ. રોડલાઇન્સ), જીતેન વિઠ્ઠલદાસ ( ઇન્સ્યોરન્સ સર્વેયર), મનીષા જીતેશભાઇ (ગાંધીધામ)ના બહેન, ગીતાબેન, અલ્પાબેનના નણંદ, પ્રિયંકા રવિભાઇ કારિયા (ભુજ)ના માતા તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 5થી 6 વાગ્યે વિશ્વનાથ મહાદેવ મંદિર, ગુરુકુલ રોડ વોર્ડ-7બી, ગાંધીધામ ખાતે. 

અંજાર : પ્રજાપતિ પ્રેમજીભાઇ વેલજીભાઇ નાથાણી (અંજાર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર) (ઉ.વ. 67) તે ગં.સ્વ. રામુબેન, સ્વ. વેલજીભાઇ માવજીભાઇ નાથાણીના પુત્ર, ગં.સ્વ. નર્મદાબેનના પતિ, સ્વ. મહાદેવભાઇ હધુભાઇ ચોનાણીના જમાઇ, રમેશભાઇ, ગં.સ્વ. રાધાબેન (લાકડિયા), સ્વ. કિરણબેનના ભાઇ, યોગેશ, રશ્મી (ભચાઉ), ખુશ્બૂ (બેંગ્લોર)ના પિતા, સાગર, રાહુલના મોટાબાપા, ગીતાબેન મુકેશકુમાર, જયંત કુમારના સસરા, સાહિલ, અદિતીના દાદા, ખુશી, નૈતિક, હેમાદ્રી, કાવ્યાંશના નાના, મોહનભાઇ, મનસુખભાઇ, અશોકભાઇ, જયંતભાઇ, સ્વ. અમિતભાઇ, જીવતીબેન (કોટડા), મણીબેન, સાનુબેન, મધુબેન(ચિત્રોડ), નીતાબેન(ભુજ), હીનાબેનના કાકાઇ ભાઇ, ગોપાલભાઇ (આદિપુર), સ્વ. લાલજીભાઇ, સ્વ. જેઠાલાલ (વડોદરા), મનોજભાઇ (ગાંધીધામ)ના બનેવી તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-9-2023ના રવિવારે સાંજે 5થી 6, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ગાયત્રી ચાર રસ્તા નયા અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે).

અંજાર : મૂળ સિનુગ્રાના ક.ગુ.ક્ષ. (મિત્રી) સમાજ?પ્રિયાંશ જયદીપ વાઢેર (ઉ.વ.20) તે  જીજ્ઞાબેનના પુત્ર, મધુબાલાબેન હરિલાલ વાઢેરના પૌત્ર, બિંદ્રાબેન તરૂણભાઇ વાઢેર તથા કુંજનબેન ચેતનભાઇ રાઠોડના ભત્રીજા, દિવીજા તથા પાર્થના મોટાભાઈ,  સ્વ.રંભાબેન પુરષોત્તમભાઈ(કુકમા), સ્વ.લિલાવંતિબેન અજીતભાઈ (આદિપુર), પ્રીતિબેન પ્રફુલ્લભાઈ (અમદાવાદ), ઈન્દુબેન ઉમાકાન્તભાઈ (સિનુગ્રા)ના પૌત્ર, મીનાક્ષીબેન મોહનભાઈ પરમાર(કુકમા)ના દોહિત્ર, પ્રિયંકા વિરલ પરમાર, શિલ્પા સુરેશ પઢિયાર,  હેતલ મનીષ ચાવડા,  દિપ્તી દિપેન રાઠોડ, અર્ચના નીરવ પરમારના ભાણેજ તા.16-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 5:30થી 6:30 કચ્છ ગુર્જર ક્ષત્રિય(મિસ્ત્રી) સમાજ ભવન-અંજાર ખાતે ભાઈઓ તથા બહેનોની સાથે.

અંજાર : ક.ગુ.ક્ષ. (મિત્રી) કિશોરભાઈ કેશવજીભાઈ પઢીઆર (ઉ.વ. 44) (દીનદયાળ પોર્ટ ઓથોરિટી) તે સ્વ. પાર્વતીબેન કેશવજીભાઈના પુત્ર, હર્ષિદાબેનના પતિ, આદિત્યના પિતા, પ્રીતિબેન અને જગદીશભાઈના ભાઈ, વિશ્રુતિબેનના જેઠ, મિવાનના મોટાબાપા, ભગવતીબેન નાનાલાલ ટાંક (ભુજ)ના જમાઈ, સુનીલના બનેવી, ભાવિકાબેનના નણદોયા, તૃપ્તિબેન દીપેશભાઈ પંડયા, ભાવનાબેન નરેશભાઈ ગજ્જરના સાઢુભાઈ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023, સોમવારે સાંજે 5.30થી 6.30 દરમ્યાન કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે ભાઈઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : મૂળ ચંદિયાના રતિલાલભાઇ પ્રેમજીભાઇ બાંભણિયા (સોરઠિયા) (ઉ.વ. 66) તે સ્વ. પ્રેમજીભાઇ તેજાભાઇ બાંભણિયા, ગં.સ્વ. મોઘીબેનના પુત્ર, ગં.સ્વ. હેમલતાબેનના પતિ, સ્વ. મોંઘીબેન શિવજીભાઇ કાતરિયાના જમાઇ, અશોકભાઇ શિવજીભાઇ કાતરિયાના બનેવી, હંસાબેન દયારામભાઇ હડિયા, મીતાબેન મોહનભાઇ ચોટારા, રાકેશભાઇ, રધુભાઇના પિતા, રેખાબેન (નયનાબેન), ભકિતબેનના સસરા, શિવમ, કાવ્યા, ધ્રુવી, પૃથ્વીના દાદા, સ્વ. નરશીભાઇ, કાનજીભાઇ, ચંદુલાલભાઇ, પ્રભુલાલભાઈ, રમેશભાઇ, હસમુખભાઇ, સ્વ. ભરતભાઇ, હેમુબેન, કુંવરબેન, નબુબેનના ભાઇ તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (લોકાઇ) તા. 18-9-2023ના સોમવારે સવારે 10થી 11 યદુવંશી સોરઠિયા આહીર સમાજવાડી `કૃષ્ણવાડી' ખાતે.

અંજાર : મૂળ માંડવીના નવીનચંદ્ર ચમનલાલ દવે (ઉ.વ. 73) તે હિતેશ, અલ્પેશ (સ્ટર્લિંગ-ગાંધીધામ), હેમલના પિતા, સુમિત્રાબેનના પતિ, સ્વ. ભાગીરથીબેન અમૃતલાલ વ્યાસ (દહિંસરા)ના જમાઇ, સ્વ. નવીનભાઇ (કચ્છમિત્ર), પ્રફુલ્લભાઇ (ગાંધીનગર), સ્વ. સુરજભાઇ, સ્વ. વૃજલાલભાઇ, જયકિશનભાઇ (ત્રણેય દહિંસરા), ઉમેશભાઇ (માધાપર), ગં.સ્વ. સવિતાબેન (ચંદિયા), લતાબેન (માધાપર)ના બનેવી, સ્વ. મૂળશંકર વ્યાસ (ચંદિયા), પ્રવીણભાઇ પંડયા (માધાપર)ના સાઢુભાઇ, ગં.સ્વ. મંજુબેન (પૈયા-ભુજ), ગં.સ્વ. રેણુબેન, સ્વ. નીતાબેન (ગાંધીનગર), ગં.સ્વ. સવિતાબેન, ગીતાબેન (ત્રણેય દહીંસરા), આશાબેન (માધાપર)ના નણદોયા, દુષ્યંત (કચ્છમિત્ર), નિમેષ (ગાંધીનગર), સ્મિત, વિશાલ (લાલો), ઝુબીન (નીકુ) (ત્રણેય દહિંસરા), સેજલબેન કૃણાલ ભટ્ટ (ભુજ), પુનમબેન વિનોદભાઇ શુક્લા (ગાંધીનગર), કોમલ (ગુડી) પ્રકાશભાઇ કારા (નૈરોબી), દીક્ષી, દિવ્યના ફુઆ, યોગેશભાઇ વ્યાસ (મારાજ) (ચંદિયા), કલ્પનાબેન અનિલભાઇ વ્યાસ (કોટડા ચકાર), દીપક પંડયા (માધાપર), હર્ષા મનિષ (મુંબઇ)ના માસા તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર સવાસર નાકા અંજાર ખાતે.

આદિપુર : મૂળ ખાવડાના બચુબેન તન્ના (ઉ.વ.85) તે સ્વ. ત્રિકમજી નારણજી તન્નાના પત્ની, પ્રવિણા,જગદીશ, સ્વ. અરાવિંદ, સંજયના માતા, ટિશા, પ્રાંજલના દાદી, સ્વ. વેલબાઈ પ્રેમજી ક્કડની પુત્રી, મિતેષ, રિંકુ, પરિતા, રુચિના નાની, સ્વ. હેમરાજ, સ્વ. શિવજીભાઈના નાના ભાઈના પત્ની, સ્વ. આણંદજી, સ્વ. વિશ્રામ તથા શંભુલાલ, દયારામના ભાભી, રેખા, પ્રીતી, હરીશભાઈના સાસુ, સ્વ. ખટાઉ, સ્વ. પરષોત્તમ તથા મોતીભાઈ, બાબુલાલભાઈના બેન, સ્વ. પાર્વતીબેન તથા જશોદાબેનના બેન તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 18-9-2023 સોમવારના લોહાણા સમાજવાડીખાતે બંને પક્ષ તરફથી સાંજે 5થી 6. 

નખત્રાણા : હિંમતસિંહ કુંવરજી રાઠોડ (ઉ.વ. 63) તે કુંવરજી મમુભા રાઠોડના પુત્ર, સ્વ.ખીમાજીના ભત્રીજા,  સ્વ. રણજીતાસિંહના નાના ભાઈ, સ્વ. મહેશાસિંહ, પ્રતાપાસિંહ, પ્રભાતબા ગાવિંદજી ઝાલા(ગોધરા), ડોલરબા પ્રેમજીભા ભાટ્ટી (માંડવી)ના મોટા ભાઈ, મહેન્દ્રાસિંહ, મદનાસિંહ, ક્રિષ્નાબા હિતેનાસિંહ ઝાલા(અંજાર), નિશાબા સચિનકુમાર ભાટ્ટી (માંડવી)ના પિતા, સ્વ. કલ્યાણજી બચુભા ચૌહાણ (દેવપર)ના જમાઈ, સ્વ. વિજયાસિંહ, સ્વ. કિરણાસિંહના કાકા, અદિતિબા, વિશ્વરાજાસિંહ, પરીક્ષિતાસિંહ, ક્રિતીકાબાના નાના, રાજવીબાના દાદા તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન નાના નખત્રાણા ખાતે.

માંડવી : જેન્તીલાલ ભાટ (ઉ.વ.62) તે ભાટરાજા પચાણ હમીર ઉર્ફે ગાભાભાઇના પુત્ર, સ્વ. સુભાષભાઇ, સ્વ. કિશોરભાઇના નાના ભાઇ, નબુબેન, જખીબેનના દિયર તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-9-2023ના સોમવારના બપોરના 3થી 5 સાંયરા (યક્ષ) વિષ્ણુ સમાજવાડી, પ્રાથમિક શાળાની બાજુમાં.

માધાપર (તા. ભુજ) : સ્વ. ખીમીબેન મેઘજીભાઈ આયડી (ઉ.વ. 85), તે સ્વ. મેઘજી ટાયાનાં પત્ની, સ્વ. ગાંગજી અને નારાણના માતા, સ્વ. કાનજી અને હરજીના ભાભી, ચંદુલાલ, કીશન, પરેશ, ભરત, રમીલા, જયોતી, સોનાના દાદી, ધનબાઈ અને જયાબાઈના સાસુ તા. 15-?9ના અવસાન પામ્યા છે. તેમની ઉતરક્રિયા (દીયાળો) તા. 17-09-2023ના રવિવારે આગરી તથા 18.09.2023ના સોમવારે પાણીઢોળ માધાપર મધ્યે તેમના નિવાસસ્થાને રાખવામાં આવી છે. 

મંગવાણા : શાંતાબેન (ઉ.વ. 43) તે રાજેશ મેઘજી ચારણ (ધરડા)ના પત્ની, અમૃતબેન મેઘજી કરમશી ચારણ (ધરડા)ના પુત્રવધૂ, સ્વ. કરમશી વાલજી ચારણ,  વેલજીભાઇ, માંડણભાઇ, નારણભાઇ (જનરલ સમાજ પ્રમુખ-આદિપુર)ના પુત્રવધૂ, શૈલેષ, પ્રકાશના માતા, જખાભાઇ, સ્વ. કરશનભાઇ (મંગવાણા), મોહનભાઇ (આદિપુર)ના પુત્રવધૂ, સ્વ. રાજારામ લક્ષ્મણ ખીમસુર (આદિપુર)ના પુત્રી, પરબતભાઇ, ધનજીભાઇના બહેન, રતિલાલ મેઘજી (મંગવાણા)ના નાના ભાઇ પત્ની, ચીમન, શાંતાબેનના ભાભી તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 19-9-2023ના મંગળવારે સાંજે આગરી તા. 20-9-2023ના બુધવારે પાણી સવારે 7 વાગ્યે નિવાસસ્થાન મંગવાણા ખાતે.

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ ઢોરીના માલતીબેન હરિલાલ ગરવા તે રમેશચંદ્ર હરિલાલ, લક્ષ્મીબેન, રજનીબેન, હેમલતાબેન, જયશ્રીબેનના માતા, અનિલ, નિશાના દાદી, લક્ષ્મીબેન આર. ગરવાના સાસુ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે.

અંતરજાળ (આદિપુર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી)?સંદિપ શિવલાલ ટાંક (ઉ.વ. 37) તે સ્વ. પ્રેમીલાબેન, સ્વ. લીલાધર મેપાભાઇ ટાંકના પૌત્ર, ગીતાબેન શિવલાલ લીલાધર ટાંકના પુત્ર, સંધ્યાબેન વીરેન્દ્ર લીલાધર ટાંક, ગં.સ્વ. દિપાબેન, સ્વ. દિલીપભાઇ લીલાધર ટાંકના ભત્રીજા, કિરણબેન (આઇસીઆઇસીઆઇ બેન્ક)ના પતિ, વિહાના પિતા, સંજય, અમીત, વિવેક, નયના નીલેશભાઇ ચૌહાણ, માનસીના ભાઇ, માધુરીબેન, મુકેશભાઇ બાબુભાઇ પવારના જમાઇ, સ્વ. શાંતિબેન, સ્વ. જેરામભાઇ યાદવનો દોહિત્રો, સ્વ. મહેન્દ્રભાઇ, ગોપાલભાઇ, સ્વ. મણીબેન, સ્વ. પુષ્પાબેન, સ્વ. ભારતીબેન, પ્રભાબેનનો ભાણેજ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 5થી 6 હનુમાન મંદિર, રવેચી નગર, અંતરજાળ ખાતે.

ખંભરા (તા. અંજાર) : સ્વ. શામજી પચાણ સુઢા (ઉ.વ.74) હાલે કિડાણા  સોસાયટી (ગાંધીધામ) તે ગં.સ્વ. ભચીબાઇના પતિ, સ્વ. હમીર ભીમા દાફડાના જમાઇ, પુંજાભાઇ દાફડાના બનેવી, સ્વ. જખુભાઇ પચાણ સુઢા, સ્વ. વેરશી પચાણ સુઢાના ભાઇ, વીરજી, નાનજી, અરવિંદ, લક્ષ્મીબેન વેલજીભાઇ સોર્યા, શાંતાબેન શામજી ફુફલના પિતા, શારદાબેન, અંજુબાઇના સસરા, હેતલ ભાવિક થારૂ, શીતલ પ્રેમ થારૂ, અંજલિ, દીપક, વિશાલ, તમન્ના, સોના, સાહિલના દાદા, સ્વ. દેવજી, બુધાભાઇ, સ્વ. હમીર, સ્વ. પ્રેમજી, પ્રવીણ, કરશન, નવીનના કાકા તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 17-9-2023ના રવિવારે આગરી અને તા. 18-9-2023ના સોમવારે ઘડાઢોળ, ચોખંડો નિવાસસ્થાને ગાયત્રી સોસાયટી, કિડાણા તા. ગાંધીધામ ખાતે. 

ખેડોઇ (તા. અંજાર) : મઠુભાઇ જેસાભાઇ જોગી (જાગા) (ઉ.વ.70) તે છગનભાઇ, શામજીભાઇ, ભુરાભાઇના મોટા ભાઇ, ભચીબેનના પતિ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. 

ધમડકા (તા. અંજાર) : ખલીફા અલીમામદ ઇસ્માઇલ (ઉ.વ.58) તે મ. ખલીફા ઉમરના નાના ભાઇ, જુબેરના પિતા, મોહસીન, આરીફના કાકા તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2023ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને. 

લાખાપર (તા. મુંદરા) : સોનબાઇ મણશી ધેડા (મહેશ્વરી) (ઉ.વ.63) તે મણશી મગા ધેડાના પત્ની, ધેડા કેસરબાઇ મગા કાનાના પુત્રવધૂ, ધેડા તેજા, પુંજા, સુમાર કાયા, ભચીબાઇ પેથા રોશિયાના બહેન, ગોપાલ, માવજી, નાનજીના માતા, સામન, દામજી, ગોરબાઇ પાતારિયા, સોનબાઇ વિંઝોડા, ઉમાબેન રોશિયાના ભાભી, સ્વ. કાનબાઇ બાબુ સવા સોધમ (નાના કપાયા)ના પુત્રી, મણશી, દેવજી, ભાણજી, લાલુબાઇ, વિરમ, ખીમઇબાઇ બાબુ, હીરબાઇ માવજી, પરમાબાઇ લાખાના બહેન તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 20-9-2023ના બુધવારે , આગરી તા. 21-9-2023ના ગુરુવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન મહેશ્વરી વાસ, નિવાસસ્થાન લાખાપર ખાતે. 

ફરાદી (તા. માંડવી) : ગં.સ્વ. જવેરબેન પેથાણી (ઉ.વ.79) તે સ્વ. વલ્લભજી લક્ષ્મીદાસ પેથાણીના પત્ની, સ્વ. પ્રવિણાબેન જયંત બાવા (ભુજ), મીનાબેન કીર્તિકુમાર, હેમલતાબેન શાંતીલાલ, ઊર્મિલાબેન ભરતભાઈ, જયેશ્રીબેન મુકેશભાઈ (ભદ્રેશ્વર)ના માતા, કિંજલ, વિરલ, પારસ, ખુશાલી, દીપીક્ષા, અભિષેક, રાજના દાદી, ધાર્મિકભાઈ, રિંકલ, ભક્તિના દાદી સાસુ, નીરદ, જીતેન, દર્શના, અમિતના નાનીમા, સ્વ. મમ્મીબાઇ લક્ષ્મીદાસના પુત્રવધૂ, ગં.સ્વ. નાનબાઈ માધવજી, ગં.સ્વ. જમનાબેન જેઠાલાલ, ગં.સ્વ. રમિલાબેન પ્રભૂલાલ, અનસુયાબેન કાનજી, પ્રેમિલાબેન વસનજી, ગં.સ્વ. ચંદ્રિકાબેન મોતીલાલ, ગં.સ્વ. મણીબેન હરેન્દ્રાભાઈના ભાભી, ગં.સ્વ. મીઠાબાઈ ભીમજી જેસરેગોરના પુત્રી, સ્વ. મોહનલાલ, ગં.સ્વ. દેવીકાબાઈ, સ્વ. સુંદરબાઇ, સ્વ. દયારામ, હરિલાલના બહેન તા. 16-9-2023ના અવસાન પામ્યા છે.  પ્રાર્થના સભા બંને પક્ષની તા. 18-9-2023ના સાંજે 4થી 6 મોમાઇવાડી ફરાદી ખાતે સાથે રાખેલ છે.  

મોટી રાયણ (તા. માંડવી) : જુણેજા અનવર મુસા (ઉ.વ.39) તે મુસા ઇબ્રાહીમના પુત્ર, અબ્દુલ આદમ, ઇકબાલ આદમના ભાઇ, તુર્ક ફકીરમામદ સાલેમામદના ભાણેજ, કુરેશી ઇલિયાસ (બાડા)ના જમાઇ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે.  જિયારત તા. 18-9-2023ના સોમવારે સવારે 10થી 11 બુખારી નગર, ફૂલવાડી નિવાસસ્થાને. 

બાગ (તા. માંડવી) : નીતાબેન (ઉ.વ. 50) તે જગદીશ મોરારજી નાગુના પત્ની, સ્વ. જશુબેન મોરારજી માધવજીના પુત્રવધૂ, ગં.સ્વ. લખ્મીબાઈ ભવાનજી નાકરના પુત્રી, કાજલ, જિગરના માતા, ક્રિષ્નાબેન, દિપેશભાઈ ઉમ્યાશંકર પેથાણીના સાસુ, હિતાર્થના દાદી, વિવાન, કિયાનના નાની, સ્વ. દેવજી, સ્વ. ભગવાનજી, સ્વ. પ્રભુલાલ, મનસુખ, ધીરજ, સ્વ. કસ્તૂરબેન, લક્ષ્મીબેન, ગં.સ્વ. રાધાબેન, દમયંતીબેન, જયાબેનના ભાઈના પત્ની, ગં.સ્વ. નિર્મળાબેન, ગં.સ્વ. ભારતીબેન, ગં.સ્વ. હેમલતાબેન, રમીલાબેનના દેરાણી, વર્ષાબેનના જેઠાણી, નાનજી, નારાણજી, દયાશંકર, અશોક, વસંત, સ્વ. ભાનુબેનના બહેન, પ્રભાબેન, સ્વ. ભાનુબેન, શૈલાબેન, જવેરબેન, મીતાબેન, વર્ષાબેનના નણંદ, ધનજી જીવરામ નાગુના સાળી, હિમત, દીપક, હિતેશ, વિશાલ, ઉમેદ, રીન્કુ, ભાવિક, કલ્પેશના ફઈ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે સાંજે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.

ભાડઇ મોટી (તા. માંડવી) : ભાનુશાલી વિઠ્ઠલદાસ (ઉ.વ.62) તે સ્વ. રાધાબાઇ દેશર દામજી ભક્કના પુત્ર, નીલેશ, ભરત, મિલન, શિલ્પાના પિતા, ગં.સ્વ. હેમલતાબેનના પતિ, અંજલિ, જીત, યુવરાજ, આરાધ્યાના દાદા, કાવ્યના નાના, જયંતીલાલ મનજી દામા (વમોટી મોટી)ના સસરા, નારાણ, હીરબાઇના ભાઇ તથા મોટાબાપા, સ્વ. રણછોડદાસ, સ્વ. માવજી, સ્વ. પ્રધાનભાઇ, ધનજીભાઇના ભાઇના પુત્ર, સ્વ. કલ્યાણજી, જેરામભાઇ ચાંદ્રા (ભાડઇ)ના ભાણેજ, સ્વ. હીરબાઇ હરિરામભાઇ, સ્વ. હીરજી, સ્વ. કરસનદાસ ભીમજી નંદા (કોટડી મહાદેવપુરી)ના જમાઇ તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9-2023ના સોમવારે બપોરે 3થી 4 મોટી ભાડઇ ભાનુશાલી મહાજનવાડી ખાતે. 

દનણા (તા. નખત્રાણા) : પુરીબા પુજુભા સોઢા (ઉ.વ.48) તે સોઢા પુજુભાના પત્ની, વનરાજસિંહ દિપાલસિંહના માતા, બુધુભા, લાખુભાના ભાભી, વંકાજી, જગદીશસિંહ, દાનુભા, ગજુભા, દિવ્યરાજસિંહ, જગુભા, ધીરેનસિંહના કાકી, જાડેજા જીતુભા ચનુભા (ધાવડા મોટા), જાડેજા રામસંગજી પ્રેમસંગજી (હિંગરિયા)ના સાસુ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. સાદરી દનણા ખાતે. 

અરલ નાની (તા. નખત્રાણા) : જાડેજા પ્રભાતસિંહ રાણાજી (મનુભા)  (ઉ.વ. 56) તે સ્વ. રાણાજી અરજણજીના પુત્ર, સુરુભા અરજણજીના ભત્રીજા, કાનજી રાણાજી, લાલજી, મદનસિંહ, સામતસિંહના ભાઇ, ભગીરથસિંહ, પ્રેમસિંહના પિતા, હાલાજી, રાણાજી, ખીમાજીના ભત્રીજા, ભીભાજી, શંભુસિંહ, વિજયરાજજી, પ્રતાપસિંહના ભાઇ, સુભાષસિંહ, હિતુભા, મહાવીરસિંહ, યુવરાજસિંહના મોટા બાપુ, યશપાલસિંહના દાદા, સોઢા પ્રવીણસિંહ, નવલસિંહના મામા (નરાનગર) તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી નવાવાસ હનુમાનના મંદિરની બાજુમાં, ઘડાઢોળ તા. 25-9-2023ના સોમવારે.

નારાયણ સરોવર (તા. લખપત) : કચ્છી સારસ્વત બ્રાહ્મણ? ગં.સ્વ. ધનવંતીબેન જયંતીલાલ રત્નેશ્વર (ઉ.વ. 75) તે સ્વ. જયંતિલાલ અનંતરાય રત્નેશ્વરના પત્ની , નર્મદાબેન અનંતરાય માધવજી રત્નેશ્વરના પુત્રવધૂ, સ્વ. હરિરામ પ્રેમજી ધિક્કા (નાના આસંબિયા )ના પુત્રી, કુંદન પ્રફુલ્લભાઈ સેથપાર (ઘરાણા), જયેશભાઈ (મેનેજર ના.સરોવર અન્નક્ષેત્ર ભોજનાલય), પ્રજ્ઞાબેન ધીરજભાઈ બલભદ્ર (માંડવી), શૈલેષ અને તરુણ (તલાટીમંત્રી ના.સરોવર)ના માતા, સ્વ. પ્રફુલ્લ મણીલાલ સેથપાર (ઘરાણા), ધીરજભાઈ નરહરિ બલભદ્ર (માંડવી), સીમાબેન, સ્વાતીબેન તથા કલ્પનાબેનના સાસુ, બ્રીજેશ, કૃપા, ક્રીષા, રીયા, કસક, નૈતિક, જીયા અને હેત્વીના દાદી, કોમલ કરણ રાડિયા (વાપી), ભૂમી, સૌરભ, આશિષ, નિરજ અને ડોલીના નાની, સ્વ. પ્રિયકાન્તભાઈ તથા રમેશચંદ્રના નાનાભાઈના પત્ની, સ્વ. રુક્ષ્મણીબેન તથા સ્વ. ઝવેરબેનના દેરાણી, અરવિંદ પ્રિયકાન્ત જોષી (ભુજ), પ્રવીણાબેન મહેન્દ્રભાઈ જોષી (માંડવી), સ્વ. જિતેન્દ્ર પ્રિયકાન્ત જોષી (માધાપર), મનોજ રમેશચંદ્ર જોષી (માધાપર), હંસાબેન સતીષભાઈ જોષી (માંડવી), દક્ષાબેન અતુલભાઈ ધોલી (ભુજ), રાજેશ્વરીબેન શૈલેષભાઈ જોષી (માંડવી), હરેશ રમેશચંદ્ર જોષી (રવાપર ), ચંદાબેન નિર્મળભાઈ જોષી (માધાપર) તથા ભાવનાબેન અજયભાઈ ધોલી (ભચાઉ)ના કાકી , જયાબેન ખરાશંકર ધોલી (ભુજ) મુક્તાબેન હિમતલાલ પુરખા (મુલુન્ડ), સ્વ.નિર્મળાબેન ચંદ્રકાન્ત જોષી, સ્વ. પ્રદીપ હરિરામ ધીક્કા (મુલુંન્ડ), રમેશભાઈ હરિરામ ધીક્કા (ડોમ્બેવલી), અનીલ હરિરામ ધીક્કા (ડોમ્બીવલી), જોત્સનાબેન કિશોરભાઈ સાયલના બેન તા. 16-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.18-9-2023ના નારાયણ સરોવર વાલરામ વિશ્રારામધામ ખાતે 4 થી 5. 

ખટિયા (તા. લખપત) : મોખા રામકોરબા વેલાજી (ઉ.વ. 85) તે વેલાજી વેસલજી મોખાના પત્ની, સંગ્રામજી, ચાંદુભા, અજુભા, લધુભાના માતા, પ્રવીણસિંહ, પરેશસિંહના દાદી, ગગુજી, સુરાજી (પુનરાજપર), કારૂભા, જાલુભા (જુણાચાય)ના સાસુ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 24-9-2023ના રાત્રે અને ઘડાઢોળ તા. 25-9-2023ના બપોરે નિવાસસ્થાને.

પરજાઉ (તા. અબડાસા) : નોતિયાર મુબારક જુસબ (ઉ.વ. 77) તે નોતિયાર હુસેન, આદમ, અનવરના પિતા, ઉંમર, જુસબના કાકા, જુમા ફકીરમામદ આમદ, મ. ઇસ્માઇલ રમધાન (આદિપુર), હસન રમધાન (સુભાષપર)ના કાકાઇ ભાઇ, અરબાજ, સહેબાજ, નજીર, મોં.જાવેદના દાદા, નોતિયાર ઈશાક સિધિક (જસાપર)ના બનેવી,   નોતિયાર ઇસાક, ફકીરમામદ, ગની ઈસ્માઈલ, અબ્દુલ (જસાપર)ના મામા, મ. હાસમ (જસાપર), જુમ્મા (માતાના મઢ)ના સસરા, રજાક, સેર અલી, અકબરના નાના તા.14-9-2023ના અવસાન પામ્યા છે. વાયેજ-જીયારત તા.17-9-2023ને રવિવારના પ્રજાઉ ખાતે નિવાસસ્થાને રાખેલ છે. 

વમોટી નાની (તા. અબડાસા) : જાડેજા ભરતસિંહ માધુભા (ઉ.વ. 73) તે જાડેજા ખાનુભા માધુભા, સ્વ. જાડેજા બટુકસિંહ માધુભાના નાના ભાઇ, કિરીટસિંહના પિતા, અનિરુદ્ધસિંહ, જશુભા, મહેન્દ્રસિંહના કાકા, આદિત્યરાજસિંહ,  યશરાજસિંહ, શક્તિસિંહ, યુવરાજસિંહ, જયદીપસિંહ, હિતરાજસિંહ, મિતરાજસિંહ, સત્યરાજસિંહના દાદા તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તથા પ્રાર્થનાસભા તા. 21-9-2023ના ગુરુવારે રાજપૂત સમાજવાડી વમોટી નાની ખાતે.

આડેસર (તા. રાપર) : મનસુખભાઇ મગનભાઇ રાણવા (વાણંદ) (ઉ.વ.57) તે મંજુબેનના પતિ, હાસીબેન મગનભાઇ વાળંદના પુત્ર, પ્રકાશભાઇના નાના ભાઇ, હીરાબેનના દેર, નાગજીભાઇ, પ્રિન્સભાઇના મોટાબાપા, શારદાબેન મોહનભાઇ ગોહિલના બનેવી, બંસીબેનના પિતા, વિપુલભાઇ ભાટીના સસરા તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા (લોકાઇ) તા. 18-9-2023ના સોમવારે નિવાસસ્થાન આડેસર ખાતે. 

Janmadin Vishesh Purti

Panchang