• મંગળવાર, 23 ડિસેમ્બર, 2025

અવસાન નોંધ

ભુજ : મેમણ કુલસુમ અબ્દુલલતીફ (ઉ.વ. 85) તે મ. અ.લતીફ વટાઉના પત્ની, મ. મહમદ અસલમ અને વટાઉ અબ્દુલગની (પાણી પુરવઠા)ના માતા, મેમણ આસીફ મહમદ અસલમના દાદી, ઇકબાલ અ. ગફુર, વસીમ અ.હમીદ (કરાચી)ના સાસુ, અનસ ઇકબાલ, વકાસ, હસીબના નાની તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-12-2025ના બુધવારે સવારે 9થી 10 ભાઇઓ-બહેનો માટે કચ્છી મેમણ જમાતખાના, ભીડ બજાર, ભુજ ખાતે.

અંજાર : હીનાબેન (ઉ.વ. 57) તે પ્રવીણ માવજીભાઈ પલણના પત્ની, સ્વ. લીલાવંતીબેન માવજીભાઈ દામજીભાઇ પલણના પુત્રવધૂ, જ્યોતિ મનોજભાઈ દાવડા, કિશન, સોનલના માતા, સ્વ. રુકમણીબેન ઉમેદલાલ માધવજી જોબનપુત્રા (ફકીરાણી) (ભુજ)ના પુત્રી, સ્વ. નવીનભાઈ, અરાવિંદભાઈ, સાવિત્રીબેન મોહનલાલ કતિરાના નાના ભાઈના પત્ની, પ્રકાશભાઈ, કનૈયાલાલના ભાભી, ગ.સ્વ. નિર્મળાબેન, તારાબેનના દેરાણી, સ્વ. નયનાબેનના જેઠાણી, દિલીપભાઈ (ભુજ), મધુબેન (મુંબઈ), સ્વ. તરુલતાબેન (ભુજ), વિમળાબેન (મુંબઈ)ના બહેન, નીલેશ, હરીશ, પરેશ, ધર્મેશ, ભાવેશ, અલ્પેશ, તેજસ, યશ, દિપાલી વિરલ રાવલિયાના કાકી, હિમાંશુ, યશના નાની તા. 21-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા 23-12-2025ના સાંજે 4થી 5 રાધાવલ્લભ પલણવાડી, મુંડનવાડી, યોગેશ્વર ચોકડી પાસે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) ચક્ષુદાન કર્યું છે.

માંડવી : સંજય (ઉ.વ. 52) તે સ્વ. વિમળાબેન તથા સ્વ. ગુલાબચંદ સોમચંદ શાહના પુત્ર, સ્વ. નવીનભાઇ, સ્વ. દમયંતીબેનના ભત્રીજા, સ્વ. ભરત તથા રિકીન નવીનભાઇ શાહના કાકાઇ ભાઇ, સ્વ. રમણીકલાલ લક્ષ્મીચંદ દોશી (અંજાર), મંજુલાબેન જેઠાલાલ મહેતા (ભુજ), ભાનુબેન વસંતભાઇ સંઘવી (માંડવી), સ્વ. સરલાબેન કિશોરભાઇ શાહ (માંડવી)ના ભાણેજ તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : રિકીન શાહ-90994 84778, જિજ્ઞેશ દોશી (મહાવીર ડેવલોપર્સ-અંજાર)- 98253 55501, જુગલ સંઘવી (સંઘવી સન્સ-માંડવી)- 98252 31501.

ભચાઉ : પાર્વતીબેન કનૈયાલાલ ધરાદેવ (જોશી) (ઉ.વ. 85) તે અશોક, જગદીશ, લતાબેન, સ્મિતાબેનના માતા, રમેશ જટાશંકર જોશી, રમેશ હરિલાલ જોશીના સાસુ, વિજય, ભાવેશ, મિત્તલ, વિનોદના દાદી તા. 21-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-12-2025ના મંગળવારે સાંજે 4થી 5 શ્રવણ કાવડિયા આશ્રમ, શક્તિનગર, ભચાઉ ખાતે.

બળદિયા (તા. ભુજ) : ચંદુલાલ ભાણજી રાસ્તે (ઉ.વ. 73) તે સ્વ. રમાબેન ભાણજી રાસ્તેના પુત્ર, હંસાબેનના પતિ, સ્વ. જયંતીલાલ, સ્વ. પ્રભુલાલ. સ્વ. હરેશભાઇ, સ્વ. મોહનભાઈ, વિનોદભાઈ, સ્વ. જયાબેન, સ્વ. સાવિત્રીબેન, ગ.સ્વ. રંજનબેનના ભાઈ, નેહલ ભાવેશ જોષી (માધાપર), રીના તિલક (સિનુગ્રા), બીના દીપેન પટેલ (માધાપર)ના પિતા, સ્વ. પ્રવીણ, ભૂપેન્દ્ર, શશિકાન્ત, હરસુખ, ગીતાના કાકા, પંકજ, અંજના, હિતેન, હેતલ, નિશા, મોક્ષ, જયના મોટાબાપા, સ્વ. રતિલાલ ઘનજી ભાનુ (દહીંસરા)ના જમાઈ, સ્વ. શારદાબેન, મૃદુલાબેન, ઉષાબેન, હીનાબેન, ભારતીબેનના બનેવી, ભાર્ગવ, રુદ્ર, ખુશી, આરાધ્યા, પ્રિન્સ, પ્રિષાનાં નાના તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 આશાપુરા સોસાયટી, આશાપુરા સત્સંગ હોલ, બળદિયા ખાતે.

કુકમા (તા. ભુજ) : હીરાલાલભાઇ મૂરજીભાઇ પાયણ (ઉ.વ. 52) તે ભચીબેનના પતિ, જિજ્ઞેશ, અનિશાના પિતા, માંડણભાઇ, ઉમાબેન ધનજીભાઇ સોરઠિયા (આદિપુર), શાંતાબેન વિનોદભાઇ વારસુર (કુકમા), સોનીબેન અરજણભાઇ ખરેટ (જાંબુડી)ના ભાઇ, જવેરબેનના દિયર, જગદીશ, હંસા, મંજુલા, હેતલના કાકા, દેવજીભાઇ પરબત લોંચા (બારોઇ)ના જમાઇ, ગોવિંદભાઇના બનેવી, તેજાભાઇ, સ્વ. જાશાભાઇ, ભીમજીભાઇ ખોખર (ખંભરા)ના ભાણેજ, અરવિંદભાઇ અરજણભાઇ બુચિયા (ભુજ)ના વેવાઇ તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા બારસ આગરી તા. 23-12-2025ના તથા તા. 24-12-2025ના ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન કુકમા ખાતે.

સરલી (તા. ભુજ) : ઓઢેજા જેલાબાઈ (ઉ.વ. 80) તે મ. ઈસ્માઈલ ફકીરમામદના પત્ની, ઓસમાણ, ગુલામ હુસેનના માતા, મોહસીન ઓસમાણ, જુબેર ઓસમાણ, ઇરફાન ગુલામ હુસેનના દાદી તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ તા. 24-12-2025ના બુધવારે સવારે 10થી 11 સરલી મસ્જિદ ખાતે.

મકડા (તા. માડવી) : ગુંસાઈ શંકરગિરિ શંભુગિરિ (ઉ.વ. 65) તે લક્ષ્મીબેનના પતિ, રમેશગિરિ, ખુશાલગિરિ, હેતલબેન, રૂપલબેનના પિતા, સ્વ. મોહનગિરિ, મહેશગિરિ, ભચીબેન (વરાડિયા), શાન્તાબેન (રતડિયા-મોટા), ગં.સ્વ. લીલાવંતીબેન (ગોણિયાસર)ના ભાઈ, ચેતનાબેન, દક્ષાબેન, ભરતગિરિ મહેશગિરિ (ભાચુંડા), કમલેશપુરી વિશ્રામપુરી (બિબ્બર)ના સસરા, ગં.સ્વ. કસ્તૂરબેન મોહનગિરિના દિયર, વિમળાબેન મહેશગિરિના જેઠ, સ્વ. ચંન્દ્રેશગિરિ મોહનગિરિ, વનિતાબેન (ગોધરા), નર્મદાબેન (અંજાર)ના કાકા, ગં.સ્વ. ભચીબેન ચંન્દ્રેશગિરિના કાકાસસરા, મંગળાબેન (વિરાણી-નાની), ભારતીબેન, રેખાબેન (સુખપર-ભુજ), રાકેશગિરિ, જયદીપગિરિ, શિવાનીબેનના મોટાબાપુ, ભાવેશગિરિ, દીપકગિરિ, રવિગિરિ, જયગિરિ, જીતગિરિ, દક્ષગિરિ, સાચીબેન, નિયતીબેનના દાદા, પ્રિયંકાબેન, ભકિતબેનના દાદા સસરા, હરિગિરિ રતનગિરિ (સાંધાણ)ના બનેવી તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાને મકડા ખાતે તથા ઘડાઢોળ તા. 3-1-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન મકડા ખાતે.

હમલા મંજલ (તા. માંડવી) : ખલીફા ફાતમાબાઈ મામદ (ઉ.વ. 85) તે મ. મામદ ઓસમાનના પત્ની, ખલીફા હાજી, જુસબ, સિધિક, આદમ, કાસમના માતા, આમદ ખમીસા (સલાયા)ના ભાભી, રજાક, ગુલામ, રમજાન, ભીલાલ, અનવર, અમન, મોહમ્મદના દાદી તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-12-2025ના બુધવારે સવારે 10થી 11 નિવાસ્થાને હમલા મંજલ ખાતે.

વિંઢ (તા. માંડવી) : જાડેજા જનકબા (ઉ.વ. 58) તે ચંદુભા ભુરૂભા જાડેજાના પત્ની, કેસુભા ભૂરૂભા જાડેજાના નાના ભાઇના પત્ની, નરેન્દ્રાસિંહ, કિરણબા, ઉષાબાના માતા, સુખદેવાસિંહ, દેવેન્દ્રાસિંહ, પરાક્રમસિહ, ગીતાબાના કાકી, સ્વ. ઝાલા પ્રેમુભા ટેમુભા (કોંઢ હાલે ધાંગધ્રા)ના પુત્રી તા. 21-12-2025ના રાજકોટ મુકામે અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 1-1-2026ના ગુરુવારે નિવાસસ્થાન ઉદયનગર-1, શેરી નં. 22, મહુડી, રાજકોટ ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : લુહારવાઢા હવાબાઇ હાસમ (સરાણી) (ઉ.વ. 86) તે મ. હાસમ આધમના પત્ની, અ.લતીફ, મ. ઇબ્રાહિમ, મામદના માતા, અ.રહીમ, ઇશાક, અબ્બાસના દાદી, મ. મૌલાના ફકીરમામદ સિધિક (ભુજ), મ. હારુન સિધિક (માંડવી-બાગ)ના બહેન, કાસમ (ગુંદિયાળી), નજીર (માંડવી), અબ્દુલ કરીમ (સલાયા)ના સાસુ તા. 21-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-12-2025ના મંગળવારે સવારે 11થી 12 લોહારવાઢા જમાતખાના, મસ્કા ઓક્ટ્રોય, ડો. વિશાલ પટેલ હોસ્પિટલ પાછળ, માંડવી ખાતે.

સાંધાણ (તા. અબડાસા) : પોપટબા રાણાજી સોઢા (ઉ.વ. 102) રાણાજી સોનજીના પત્ની, કેશુભા અને મહેશાસિંહના માતા, સવાઈસિંહ, જયદીપાસિંહ, સુરેન્દ્રાસિંહ, મયૂરાસિંહના દાદી, શિવમાસિંહ, જયદેવાસિંહ, નિત્યાબા, જાનકીબાના મોટા દાદી તા. 21-12-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે સવારે 8થી સાંજે 5 સુધી સાંધાણ સાંધાણ ખાતે.

નરેડી (તા. અબડાસા) : ખલીફા જાવેદ (ઉ.વ. 31) તે સિધિક આમદના પુત્ર, અદ્રેમાન, હુસેન, હાસમ (નરેડી), ઈસ્માઈલ (વિગોડી)ના ભત્રીજા, અબ્દુલ્લાહ, અસલમ, મામદ, રફિક, અકબરઅલી, દાઉદના ભાઈ, જુનસ, લતીફ, રમજુ (ધુણઇ)ના ભાણેજ તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-12-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 જામા મસ્જિદ, નરેડી ખાતે.

નરેડી (તા. અબડાસા) : નોડે જેનાબાઈ (ઉ.વ. 60) તે મ. યાકુબના પત્ની, ઇશાક અબ્બાસ અને રજાકના માતા, મ. ઉંમર અને મ. મામદ (ચિયાસર)ના બહેન, સિદિક, ઈબ્રાહીમ અને ફકીરમોહમ્મદના કાકી. અબ્બાસ મંધરા (મંજલ)ના સાસુ તા. 22-12-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-12-2025ના બુધવારે સવારે 10.30થી 11.30 જામા મસ્જિદ, નરેડી ખાતે.

Panchang

dd