ભુજ : શૈલેશકુમાર (ગિરીશ) જયશંકર
જેઠી (ઉ.વ. 67) તે સ્વ. મંગળાબેન જયશંકર જેઠીના પુત્ર, સપનાબેન (જયશ્રીબેન)ના
પતિ, ધવલ, શીખાના પિતા, ચેતનભાઇ (ઉદયપુર), મહેશભાઇ, તરુણભાઇ
(અવાભાઇ), પ્રજ્ઞાબેન, મીનાબેન
(ઉદયપુર)ના ભાઇ, તનયના દાદા, ઓમ,
પરમના નાના, લક્ષ્મીબેન દિનકરભાઇ જેઠીના જમાઇ,
નાનાલાલ તથા રામેશ્વરજી જેઠી (ઉદયપુર)ના સાળા, પ્રીતિબેન તથા સંદીપના બનેવી, જયશ્રીબેન, રંજનબેનના જેઠ, લતાબેન (ઉદયપુર)ના દિયર, મેઘાબેન, શિવાંગીના કાકા, કાર્તિક,
શ્રેણિક, સ્વ. ગૌરવ, પ્રજ્ઞાના
મોટાબાપા, નયન શરદભાઇ જેઠી તથા ઉજાલાના સસરા તા. 21-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 જેઠી
જ્ઞાતિ સમાજવાડી, જૂની મચ્છીપીઠ રોડ, ભુજ ખાતે.
ભુજ : ભોજ હાજીઅબુબકર હાજીઆમદ
(ઉ.વ. 54) (અધાભા કુંભાર) (લક્કી બ્લોકવાળા) તે
હાજીઆમદ હાજીઇસ્માઇલના પુત્ર,
હાજીઆધમના ભાઈ, ફૈસલના પિતા, ઝેદ, સાહિદ, સમીરના મોટાબાપા,
મીન ગની, ભોજ સતાર, મોરારિયા
અનવર, મોરારિયા લતીફના સાળા, હાકડા
અહેમદ, મારા મુસ્તાક, મારા આબિદના સસરા
તા. 20-12-202પના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-12-2025ના
મંગળવારે સવારે 10થી 11 હસ્નેન મસ્જિદ, મેમણ કોલોની, યુસુફશા ભાવનશા માર્ગ, સુરલભિટ્ટ રોડ, ભુજ ખાતે.
અંજાર : લોઢિયા વહિદાબાનુ
દાઉદભાઇ (ઉ.વ. 62) તે દાઉદભાઇ હારુન (એસ.ટી.)ના પત્ની, ઇરફાન અહેમદ (ટ્રાફિક)ના
માતા, લોઢિયા હાજી મજીદભાઇ (મેલેરિયા), અયુબ (એસ.ટી.), લોઢિયા હાજી રઝાકભાઇ (એફ.સી.આઇ.),
લોઢિયા હાજી અમીરઅલી હાજી હુશેન (એડવોકેટ), હાજી
જુસબ, મ. કાદર, મ. અસગર, હાજી મહમદ અબુબકર, મુસ્તાક (એડવોકેટ), ઇકબાલના ભાભી, લોઢિયા રસીદ (અંજાર), સફી (ભુજ), આરિફ (રામાણિયા), જાકબ
(માધાપર), હુશેન (ધુણઇ), હાજી મન્જુર
(અંજાર)ના સાસુ, હાજી મહમદ (ભુજ), અકતર,
શકીલના બહેન, હનીફ લોઢિયાના મામી તા. 20-12-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-12-2025ના મંગળવારે સવારે 10થી 11 ખલીફા
સોસાયટી, અંજાર
ખાતે.
માંડવી : મૂળ દુર્ગાપુર (નવાવાસ)
હાલે માંડવીના રાજગોર રાજેશભાઈ વિશનજી
માકાણી (ઉ.વ. 61)(આર.ટી.ઓ.એજન્ટ) તે ભારતીબેનના પતિ, સ્વ. વિમળાબેન વિશનજી
વેલજીના પુત્ર, સ્વ. અમિત, પ્રિન્ટેસ,
કપિલના પિતા, મનીષાબેન અને કાન્તાબેનના સસરા,
વિદ્યા, કેદાર અને પવનના દાદા, સ્વ. લક્ષ્મીબેન ધનજી કલ્યાણજી
મોતા (મસ્કા)ના જમાઈ, સ્વ. રમેશભાઈ (આર.વી. મુંબઈ),
શાંતિલાલ (એસ.વી.મુંબઈ), રમીલાબેન જટાશંકર
બોડા (ગુંદિયાળી), સ્વ.જયાબેન કાંતિલાલ નાગુ (નખત્રાણા),
પ્રેમિલાબેન વિનોદકુમાર નાકર (ભુજ), પ્રભાબેન
ચંદ્રકાંત મોતા (મુંબઈ), જયશ્રીબેન મધુકાંત નાકર (ભુજ),
ચંદનબેન જયેશભાઈ વ્યાસ (મુંબઈ)ના ભાઈ, ગં.
સ્વ. હીરાબેન, અમૃતબેનના દિયર, વેલજી
ધનજી મોતા (મસ્કા), ગં. સ્વ. મંજુલાબેન અરાવિંદભાઈ અજાણી
(મસ્કા), ગં. સ્વ. ભાનુબેન શંકરલાલ અજાણી (ભુજ), સ્વ. પ્રભાબેન
દયારામ નાગુ (બાગ), પ્રેમિલાબેન બાબુલાલ અજાણી (ભુજ),
પુષ્પાબેન નારાણજી વ્યાસ (ગુંદિયાળી), નીતાબેન
કાંતિલાલ નાગુ (માંડવી)ના બનેવી, રંજનબેન વેલજીના નણંદોઈ,
કૈલાશ, પ્રિયેશ, નિશાબેન
પરાગભાઇ મોદી, જિગર, પ્રજ્ઞેશ, અંકિતના કાકા, સ્વ. નવીનલાલ જેઠાલાલ મોતા (મસ્કા)ના
વેવાઇ, શિવ, નિમિત્ત અને મિતલબેન
નિહારભાઈ નાથાણીના ફુવા, સ્વ. નારાણજી વેલજી માકાણીના
ભત્રીજા અને સ્વ. રવિલાલ ગોપાલજી વ્યાસ (ગુંદિયાળી)ના ભાણેજ તારીખ 21/12/2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 23/12/2025 ને મંગળવાર બપોરે 3થી 5 રણછોડ
ભુવન, મસ્કા
ખાતે.
માંડવી : મૂળ કોટડી-મહાદેવપુરીના
મોંઘીબા ગોપાલજી ડાભી (ઉ.વ. 89) તે સ્વ. જીવાબા જેઠાભા મકવાણાના
પુત્રી, સ્વ.
બચુભા, સ્વ. કરશનભા, લીલાબાના મોટા
બહેન, સ્વ. બુદ્ધુભા, સ્વ. પચાણજીના
નાના ભાઈના પત્ની, સ્વ. રમેશભા, મહેન્દ્રાસિંહ,
પ્રેમીલાબા, મંજુલાબા, અમૃતબા,
હેમાબા, જયશ્રીબાના માતા, સ્વ. જેન્તીભા, સ્વ. પ્રાગજીભા, સ્વ. ધીરજભા, ધનજીભા, સ્વ.
હરેશભા, અરાવિંદભાના કાકી, સમીરાસિંહ,
ચેતનાસિંહ, દીપેશાસિંહના દાદી, ભરત, જિતેશ, મનોજ, જિગરના મોટીમા, સ્વ. કેશવજી સોલંકી, સ્વ. જેઠાલાલ ભોંસલે, સ્વ. હરેશભા રાઠોડ, વાઘજીભા ચૌહાણ, સંગ્રામજી સોલંકી, કલ્પનાબાના સાસુ તા. 21-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 23-12-2025ના સાંજે 4થી 5 કામધેનુ
હોલ, જે.બી.
સ્ટાર હોટલની બાજુમાં, પાંજરાપોળ ઓફિસની પાછળ, ભીડ બજાર, માંડવી ખાતે.
માંડવી : મૂળ બાલાચોડના
સુરેશગિરિ દોલતગિરિ ગોસ્વામી (ઉ.વ. 55) તે મીનાબેનના પતિ, ઝવેરબેન દોલતગિરિના
પુત્ર, ભાવિની યોગેશગર, અક્ષયગિરિ,
મહેકબેનના પિતા, અરાવિંદગર દોલતગર (વલસાડ),
દિનેશગર દોલતગર (અંજાર), લીલુબેન કાંતિગર
(રામપર વેકરા), ભારતીબેન વિજયગર (નખત્રાણા)ના ભાઈ, દયાલગર ભીમગર (માંડવી)ના જમાઈ, સ્વ. નીતાબેન
અરાવિંદગર, મહેન્દ્રગર, અશોકગર,
હીનાબેન વિજયગરના બનેવી તા. 21-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 25-12-2025ના ગુરુવારે બપોરે 3થી 4 વલ્લભનગર, માંડવી ખાતે.
માધાપર (તા. ભુજ) : ઠક્કર
જિતેન્દ્રભાઇ સૂરજીભાઈ (ઉ.વ. 72) (નિવૃત્ત એસ.ટી.) તે સ્વ.
શાંતિબેન/સાવિત્રીબેન (જેઠીબેન) સુરજીભાઈ (રોકડિયા)ના પુત્ર, હસ્તાબેનના પતિ, સુશીલ (લાલો) (મસ્ત બનારસી પાન-માધાપર), જિગર
(નિર્મલ એજન્સી, દર્શન ટૂર એન્ડ ટ્રાવેલ્સ)ના પિતા, ગીતાબેન (ગોણિયાસર), કૃપાબેન (જીનાલી) (પોરબંદર)ના
સસરા, સ્વ. કાશીબેન કાનજીભાઈ પવાણી (કેરા)ના જમાઈ, સ્વ. જેન્તીભાઈ, સ્વ. સરલાબેન, અશોકભાઈના નાના ભાઈ, અવનિશ (એડવોકેટ), દીપેશ (દૂન પબ્લિક સ્કૂલ), બિનિતા, ફાલ્ગુની, કેયૂર, નમ્રતા,
નેહાના કાકા, ભાવનાબેન વિજયભાઈ ગોર, વિપલ (હિલેરી/જેએસવી ઈન્ફોટેક), સ્વ. ચિંતનના મામા,
સ્વ. કરમશીભાઈ, સ્વ. ભીમજીભાઈ, ભરતભાઈ, સ્વ. લીલાવંતીબેન, સ્વ.
ઝવેરબેન, જેન્તાબેન, ચંદ્રીકાબેન,
ભાવનાબેનના બનેવી, મધુબેન રમેશભાઈ ઠક્કર
(ગોણિયાસર), સ્વ. રમાબેન હસમુખભાઈ બથિયા (પોરબંદર)ના વેવાઇ,
રચનાના દાદા તા. 20-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજ 4થી 5 સોરઠિયા
સમાજવાડી, ગાયત્રી
મંદિરની બાજુમાં, માધાપર ખાતે.
માધાપર (તા. ભુજ) : મૂળ
નખત્રાણાના ત્રંબકભાઈ વીરજી લિંબાણી (ઉ.વ. 72) તે સ્વ. વીરજી પરબતના પુત્ર, લક્ષ્મીબેનના પતિ,
નીરવ (શ્રીરામ હાર્ડવેર એન્ડ પ્લાય-માધાપર), રૂપેશ
(રામ એસ્ટેટ-માધાપર)ના પિતા, રેણુકાબેનના સસરા, ધીરા, હેત્વીના દાદા, સ્વ.
અરજણભાઈ (ગાયત્રી મેડિકલ-નખત્રાણા), સ્વ. તુલસીદાસભાઈ
(બેંગ્લોર), ભીમજીભાઈ (નખત્રાણા), મોહનલાલભાઈ
(નખત્રાણા), ડાઈબેન (માકણેજ), ચંપાબેન
(રાયપુર)ના ભાઈ, ડાયાલાલભાઈ પ્રેમજી (મુખી) દીવાણી (ઘાટકોપર)ના જમાઇ તા. 20-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-12-2025ના મંગળવારે સાંજે 4થી 5 યક્ષ
મંદિર, માધાપર
ખાતે તથા તા. 24-12-2025ના બુધવારે બપોરે 3થી 5 પશ્ચિમ
વિભાગ પાટીદાર સમાજ, જૂનાવાસ, નખત્રાણા ખાતે.
સુખપર (તા. ભુજ) : સોરઠિયા
ડાઇબેન મેઘજી (માલસતર) (ઉ.વ. 88) તે સ્વ. મેઘજી ખીમજીના પત્ની, શાંતિલાલ, જયેશના માતા, જયાબેન, લતાબેનના
સાસુ, વાલુબેન દાના મેસુરાણી (અંજાર)ના પુત્રી, સ્વ. માવજીભાઇ, સ્વ. લાલજીભાઇ, સ્વ. પ્રેમજીભાઇ, મોહનભાઇ, દયાબેન
નકુમના બહેન, ભરત, ઉષા, ઘનશ્યામ, મેહુલ, રિંકલ,
ભક્તિના દાદી, ગીતાબેન, જિજ્ઞાબેન,
મનાલીના દાદીસાસુ તા. 19-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાન
જૂનાવાસ, સુખપર
ખાતે.
મસ્કા (તા. માંડવી) : ઝવેરબેન
રાજગોર (ઉ.વ. 86) તે સ્વ. વિઠ્ઠલદાસ માવજી મોતાના પત્ની, સ્વ. લક્ષ્મીબેન માવજી
લક્ષ્મીદાસના પુત્રવધૂ, સ્વ. રતનબેન નરશીં સુંદરજી વ્યાસ
(ગુંદિયાળી-શેખાઇબાગ)ના પુત્રી, કીર્તિ, પ્રકાશ, સ્વ. ધનલક્ષ્મીબેન, હર્ષદાબેન
(બંને ફરાદી)ના માતા, જ્યોતિબેન, મધુબેન,
ગિરીશભાઇ, વેલજીભાઇના સાસુ, સ્વ. દયાશંકર (શંભુભાઇ)ના નાના ભાઇના પત્ની, સ્વ.
ચત્રભુજ, સ્વ. અમૃતબેન જેઠાલાલ માકાણી (મસ્કા), ચંચળબેન બાબુલાલ વ્યાસ (ગુંદિયાળી-શેખાઇબાગ)ના ભાભી, સ્વ. ભારતીબેનના દેરાણી, વિમળાબેનના જેઠાણી, ભરત, દીપક, કેતનના કાકી,
પંકજ, વિનિત, છાયા,
મનીષા, અપેક્ષાના દાદી, સ્વ.
નારાણજી, સ્વ. બાબુલાલ, ચુનીલાલ,
મીઠાંબાઇ, કસ્તૂરબેન, જયાબેનના
બહેન, કાંતાબેન, ચંચળબેન, હંસાબેનના નણંદ, રમેશભાઇ, જયંતીભાઇ,
રાજેશભાઇ, દિનેશભાઇ, અમિતભાઇ,
ઉષાબેન, હેમલતાબેન, રેખાબેન,
વિમળાબેન, ગોદાવરીબેનના ફઇ તા. 20-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-12- 2025ના મંગળવારે બપોરે 3થી 5 રાજગોર
સમાજવાડી, મસ્કા
ખાતે અને માવિત્ર પક્ષની પ્રાર્થનાસભા તે જ દિવસે બપોરે 2થી 4 રાજગોર
સમાજવાડી, ગુંદિયાળી-શેખાઇબાગ
ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : મણિલાલ
રવજી સેંઘાણી (ઉ.વ. 75) તે સ્વ. જશુબેન રવજીભાઇના પુત્ર, કસ્તૂરબેનના પતિ,
કમળાબેન (કામોઠા), સ્વ. શારદાબેન (બોરીવલી)ના
મોટા ભાઇ, રમીલાબેન (ડોમ્બીવલી), રમેશભાઇ,
રાજેશભાઇના પિતા, પ્રેમચંદભાઇ (બોરીવલી),
હેમલતાબેન, મનીષાબેનના સસરા, રૂષિત, રિયા, રાઘવી, રિશ્વીના દાદા, ગોવિંદભાઇ (દેહગામ), પ્રેમિલાબેન (કપડવંજ), મહેન્દ્રભાઇ, નિપુલભાઇ, મધુબેનના કાકાઇ ભાઇ, સ્વ. જીવરાજ પ્રેમજી વાસાણી (વલસાડ)ના જમાઇ તા. 20-12-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 22-12-2025ના સોમવારે સવારે 8.30થી 12 ઉમિયાનગર
લક્ષ્મીનારાયણ મંદિર સત્સંગ હોલ,
ગઢશીશા ખાતે.
લુડવા (તા. માંડવી) : ભગવાનજીભાઈ
વેલાણી (ઉ.વ. 64) તે સ્વ. કુંવરબેન અરજણભાઈ ભીમજીભાઈના
પુત્ર, કવિતાબેનના
પતિ, ઉર્વશી, અનિકેતના પિતા, હંસરાજભાઈ લધાભાઈ સેંઘાણી (બિદડા)ના જમાઈ, ગાવિંદભાઈ,
સ્વ. નરેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, અરાવિંદભાઈના નાના ભાઈ, રમેશભાઈ, હરસુખભાઈ, જયદેવભાઈ (વેલાણી સ્વીટવાળા), વિશ્વેશભાઈ (પૂના)ના કાકાઈ ભાઈ તા. 20-12-2025ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સવારે 8.30થી 11 પાટીદાર
સમાજવાડી, લુડવા
ખાતે.
મોટી ખાખર (તા. મુંદરા) : ગુંસાઇ
વેલગર સામગર (ઉ.વ. 81) તે સ્વ. રતનબાઇ સામગરના પુત્ર, સ્વ. રુક્ષ્મણિબેનના પતિ,
રામગર, પ્રભાબેન, સ્વ.
સાવિત્રીબેન, સ્વ. હીરબાઇ, નિર્મળાબેન,
વનિતાબેનના ભાઇ, દયાલગર, જયેશગર, સ્વ. મંજુલાબેન, જયાબેન,
લીલાવંતી, જશોદા, જ્યોતિબેનના
પિતા, ભવ્ય, વૃષિકા, પ્રિયાંશ, પ્રિયા, હસ્તીના
દાદા, સુધીરગર, કિશોરગરના મોટાબાપુ,
ગીતાબેન, હેતલબેન, ભાવનાબેન,
રસીલાબેન, નારાણગર (ભાડા), જાલમગર (મખણા), સ્વ. ગૌરીબેન (બેરાજા), સ્વ. જેરામગર (ઝરપરા)ના સસરા, ગોવિંદગર, શંભુગર, ઉમેશગર, નારાણગર (મોટા
ભાડિયા)ના કાકાઇ ભાઇ, સ્વ. જીવણભારથી નારાણભારથી
(પાંચોટિયા)ના જમાઇ તા. 21-12-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 23-12-2025ના મંગળવારે બપોરે 3થી 4 હનુમાન
મંદિર પ્રાંગણમાં. ઘડાઢોળ તા. 1-1-2026ના નિવાસસ્થાન, મોટી ખાખર ખાતે.
જંગડિયા (તા. અબડાસા) : ભા.
વાલજી દેવજી ગોરી (ઉ.વ. 75) તે સ્વ. નાનજી ચત્રભોજ હરવરા
(નલિયા)ના જમાઈ, દામજી અને મોહનલાલ નાનજી હરવરાના બનેવી તા. 20-12-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી 5 ભાનુશાલી
મહાજનવાડી, નલિયા
ખાતે.
રાજકોટ : કિરીટભાઈ છગનભાઈ
કાલાવડિયા (ઉ.વ. 68) તે આત્મીય તથા આનંદભાઈના પિતા, સંગીતાબેનના પતિ,
ભરતભાઈ છગનભાઈ, પ્રદીપભાઈ છગનભાઈના ભાઈ તા. 21-12-2025ના
અવસાન પામ્યા છે. બેસણું તા. 22-12-2025ના સોમવારે સાંજે 4થી 6 હરિદર્શનમ
બિલ્ડિંગ, આત્મીય
યુનિવર્સિટી, કાલાવડ રોડ ખાતે.
મુલુંડ (મુંબઇ) : મૂળ મહુવાના
ઘોઘારી વીશા શ્રીમાળી જૈન ચેતનાબેન શાહ (ઉ.વ. 56) તે સ્વ. ધનવન્તભાઇ છોટાલાલ શાહ
અને સ્વ. વનિતાબેનના પુત્રી,
સ્વ. છોટાલાલ કિલાચંદ અને સ્વ. લીલાવંતીબેનના પૌત્રી, જિનેશભાઇના બહેન, ઉષાબેન ભરતકુમાર શાહના ભત્રીજી તા.
19-12-2025ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર, પ્રાર્થનાસભા રાખેલ નથી.