ભુજ, તા. 19 : જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી ભુજ કચ્છ દ્વારા સંચાલિત
ખેલ મહાકુંભની જિલ્લાકક્ષાની સ્પર્ધા બેડમિન્ટનનું આયોજન ગાંધીધામનાં રમતગમત સંકુલ
ખાતે કરાયું હતું, જેમાં ભુજની
સંસ્કાર સ્કૂલમાં ધો. 9ની છાત્રા યશ્વી ભાવેશકુમાર ભટ્ટે છ રાઉન્ડની રમતમાં અણનમ
વિજય મેળવીને પ્રથમ નંબર હાંસલ કર્યો છે. યશ્વીએ ફાઈનલ રાઉન્ડમાં માન્યતાબા ઝાલાને
1પ-7થી ટક્કર આપી અને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. નેંધનીય છે કે, આ પહેલાં પણ યશ્વી ભટ્ટે શાળાકીય તથા અન્ય જિલ્લાકક્ષાની
યોજાતી બેડમિન્ટન સ્પર્ધાઓમાં પોતાનું કૌવત ઝળકાવી ચૂકી છે. યશ્વી બેડમિન્ટનની તાલીમ
હર્ષ શાહ પાસેથી મેળવી રહી છે. ડીએસડીઓ જ્યોતિ
ઠાકુર, સ્પર્ધાના કન્વીનર નરેન્દ્રભાઈ પ્રજાપતિ, સંસ્કાર સ્કૂલ ભુજના કિરીટ કારિયા, પ્રિન્સિપાલ વિરાજ
બારોટ અને પારસ વાઘેલાએ તેને બિરદાવી હતી.