• રવિવાર, 23 નવેમ્બર, 2025

લાખાસરનાં તળાવમાં બે કિશોર ડૂબ્યા

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાના લાખાપર ગામમાં પશુધનને ચરવા ગયેલા માલાધારી પરિવારના કમલેશ બેચરભાઈ કોળી (ઉ.વ. 12) અને દલસુખ હરખાભાઈ કોળી (ઉ.વ.13)નું તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આ બનાવને લઈને ગમગીની પ્રસરી હતી. બહાર આવેલી વિગતો અનુસાર  લખાસરના માલાધારી પરિવારના બંને કિશોર ગઈકાલે 11 વાગ્યાના અરસામાં ભેંસો ચરાવવા માટે ગયા હતા. આ બાળકો પરત ન આવતાં  પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. દરમ્યાન આજે સવારના અરસામાં લાખાસર ગામના  તળાવ પાસે  કિશોરની ચંપલ મળી આવ્યા હતા. ભચાઉ અગ્મિશમન દળ સહિતની વહીવટી તંત્રની ટીમ તળાવ પાસે આવી પહોંચી હતી.  આજે સવારે 7.30 વાગ્યાના અરસામાં આ તળાવમાં ગુમ થયેલા બાળકોની શોધખોળ આરંભાઈ હતી. લાંબા પ્રયાસ બાદ તળાવમાંથી બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી  હતી. બચાવ ટીમ હિંમતફેર તળાવમાં કીચડમાં ખૂંચી ગયેલા  બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા  હતા. પોલીસે અકસ્માત નોંધના આધારે વધુ તપાસ આરંભી છે. બનાવ સ્થળે ગામના સરપંચ, અગ્રણી તેમજ વહીવટીતંત્રની ટીમ સહિતના હાજર રહ્યા હતા. 

Panchang

dd