• ગુરુવાર, 20 નવેમ્બર, 2025

અખિલ કચ્છ હિંગોરા સમાજ ક્રિકેટ ટૂર્ના.માં ફૈઝાન વોરિયર્સ-ખીરસરા બીજી વખત ચેમ્પિયન

વિંઝાણ (તા. અબડાસા), તા. 19 : અબડાસા તાલુકાના વિંઝાણ ખાતે અખિલ કચ્છ હિંગોરા સમાજ દ્વારા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન-6નું આયોજન કરાયું હતું, જેમાં ફૈઝાન વોરિયર્સ-ખીરસરા અને રિપીટ કાર્ગો ધનાવાડા વચ્ચે ફાઇનલમાં જંગ જામ્યો હતો, જેમાં ફૈઝાન વોરિયર્સ ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમને બાઇક તેમજ ટ્રોફી અને રનર્સ-અપ ટીમને 21000 રોકડ અને ટ્રોફી અપાયાં હતાં. સમાજના પ્રમુખ હાજી જુણસ હિંગોરાએ ખેલકૂદની ભાવના બિરદાવી હતી. હિંગોરા સમાજના ખીરસરા (વિં.)ના વતની દાતા અબ્દુલકાદર હિંગોરા દ્વારા ચેમ્પિયન ટીમ માટે બાઇક અર્પણ કરી હતી અને નિવૃત્ત ફૌજી અલીમામદ હિંગોરા વિંઝાણવાલા ટ્રોફીઓના દાતા રહ્યા હતા અને યુવા ખેલાડી બશીર હિંગોરા (ઉ.વ. 13) ખીરસરાવાલાને ટ્રોફી આપી હતી. અન્ય દાતાઓ હિંગોરા ઉમર, હિંગોરા મોબાઇલ પોઇન્ટ-કોઠારા અને ધ મોબાઇલ પોઇન્ટ-કોઠારાના અશરફ હિંગોરા અને રિયાઝ હિંગોરા રહ્યા હતા. વિંઝાણના સરપંચ સજ્જનસિંહ જાડેજા હાજર રહ્યા હતા. સમાજના અગ્રણી હાજી આમદ હિંગોરાએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અબડાસા તા.પં. ચેરમેન જયુભા જાડેજા અને અબડાસા ભાજપના ઉપપ્રમુખ પીયૂષ ભાનુશાલીએ છોકરાઓને પ્રોત્સાહિત કર્યા હતા. મેન ઓફ ધ સિરીઝ અલી લક્કી-ખીરસરા અને બેસ્ટ બેટ્સમેન તાહીર હિંગોરા-ખીરસરા અને બેસ્ટ બોલર જુનેદ હિંગોરા-ખીરસરા અને બેસ્ટ ફિલ્ડર અભુ હિંગોરા વિંઝાણ રહ્યા હતા. સૈયદ અબ્દુલહમીદ બાપુ અને સૈયદ તન્વીર બાપુ અને અબડાસા તા.પં.ના માજી ચેરમેન જાફરભાઇ, સમાજના મહામંત્રી હાજી ખાલકભાઇ અને સમાજના ખજાનચી ઇલિયાસભાઇ, સમાજના ઉપપ્રમુખ હાજી જાકુબભાઇ અને ખીરસરા સરપંચ આદમભાઇ અને મંજલ સરપંચ અનવરભાઇ અને નાનાવાડા સરપંચ આમેદભાઇ અને સાંધવ માજી સરપંચ હુસેનભાઇ અને ફારુકભાઇ સોતા સહિતના  આગેવાનોએ હાજરી આપી હતી. મુખ્ય આયોજકો ઇમરાન હિંગોરા અને ઇબ્રાહીમ હિંગોરા અને દાદા હિંગોરા રહ્યા હતા. અબડાસા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ રજાક હિંગોરાએ આભારવિધિ કરી હતી. 

Panchang

dd