સાંયરા (યક્ષ), તા : 20, પરંપરાગત
ભારતીય વણાટકામ અને આધુનિક ડિજિટલ ટેક્નોલોજીના સંગમને પ્રોત્સાહિત કરતી પહેલ માટે
આ ગામના વણાટ કલાના કારીગર રામજી રાજાભાઈ મારવાડાને `િડજિટલ આર્ટિસન ઓફ ઈન્ડિયા-2025' એવોર્ડથી હૈદરાબાદમાં સન્માનિત
કરવામાં આવ્યા હતા.આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે દેશભરમાંથી 200થી વધુ સહભાગી હૈદરાબાદ પહોંચ્યા
હતા. કલાકારોની કૃતિઓ, તેમની કારીગરી
અને ડિજિટલ ટેક્નોલોજીના સર્જનાત્મક ઉપયોગનું મૂલ્યાંકન કર્યા બાદ જ્યુરીએ રામજીભાઈને
આ એવોર્ડ માટે પસંદગી આપી હતી, આ એવોર્ડ ક્રિએટિવ ડિગ્નિટીના
પ્રતિનિધિ મીના એપેનેન્ડર દ્વારા રામજીભાઈને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. રામજીભાઈએ જણાવ્યું કે,
આ એવોર્ડ માત્ર મારી મહેનતનું સન્માન નથી, પરંતુ
પરંપરાગત વણાટ કળાને ડિજિટલ યુગમાં નવી ઓળખ આપવાની પ્રેરણા છે. ભવિષ્યમાં હું ભારતીય
વણકરની કારીગરીને ટેક્નોલોજી સાથે જોડીને વધુ લોકોને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ
રહીશ.