ભુજ, તા. 18 : તાજેતરમાં ગુજરાત સ્ટેટ માસ્ટર
સ્વિમિંગ ચેમ્પિયનશિપ રાજકોટ ખાતે યોજાઈ હતી. ભુજ તાલુકાના સુખપરના કુલદીપસિંઘ ખજાનસિંઘ
સંધાએ 70 વર્ષની ઉપરના વયજૂથમાં 50 મીટર ફ્રી સ્ટાઈલની તરણ સ્પર્ધામાં
રાજ્ય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત
ભુજના જાણીતા સ્વિમિંગ કોચ જયેન્દુ શુક્લએ 50 મીટર ફ્રી સ્ટાઈલ, 50 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક તેમજ
50 મીટર બેક સ્ટ્રોકની તરણ સ્પર્ધામાં
રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેળવ્યા હતા. ભુજ સ્પોર્ટસ
એન્ડ સોશિયલ ક્લબ ભુજના પ્રમુખ કે.કે. હીરાણી, મંત્રી સંજય ઉપાધ્યાય તેમજ સભ્યોએ બન્નેને બિરદાવ્યા હતા.