• શુક્રવાર, 21 નવેમ્બર, 2025

ધ્રબમાં ગોદામની દીવાલ પડતાં મધ્યપ્રદેશના યુવાનનું મોત

ભુજ, તા. 20 : બે દિવસ પહેલાં ધ્રબમાં ઓફિસ પર ગોદામની દીવાલ પડતાં ઓફિસમાં સૂતેલા મધ્યપ્રદેશના 31 વર્ષીય યુવાન મોનુ પટેલ દ્વારિકાપ્રસાદ પટેલ કાટમાળમાં દબાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે ગઈકાલે મુંદરા પોલીસ મથકે જાહેર થયેલી વિગતો મુજબ ધ્રબના ન્યૂ પોર્ટ રોડ ઉપર આવેલી એમ પોર્ટ હોટેલની પાછળ આવેલા કાસમ રસીદ તુર્કના રૂમ પર મોનુ પટેલ (રહે. નકવેલ સર્સ, તા. ચુરહટ, જિલ્લો સીધી, મધ્યપ્રદેશ) ગત તા. 18/11ના અડધી રાત્રે બે વાગ્યે સૂતો હતો, ત્યારે ઓફિસની પાછળ આવેલા ગોદામની દીવાલ ઓફિસ ઉપર પડતાં દીવાલના કાટમાળ નીચે  મોનુ દબાઈ જતાં તેને માથામાં ગંભીર ઈજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. 

Panchang

dd