ગાંધીધામ, તા. 20 : રાપર તાલુકાના દેશલપરમાં વાડામાંથી પોલીસે રૂા. 53,070ના દારૂ સાથે એક શખ્સને પકડી પાડયો હતો, જ્યારે માલ આપનારા શખ્સનું નામ જાહેર થયું હતું.
દેશલપરમાં રહેનાર રામદેવસિંહ અભયસિંહ વાઘેલા નામના શખ્સે કોળીવાસમાં પોતાના કબજાના
વાડામાં દારૂ સંતાડી રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. આ
વાડામાંથી આ શખ્સની ધરપકડ કરી અને અહીંથી રોયલ ચેલેન્જર્સ 750 મિ.લિ.ની ત્રણ બોટલ, રોયલ સિલેક્ટ 180 મિ.લિ.ના 59 ક્વાર્ટરિયા, રોયલ બ્લૂ 180 મિ.લિ.ના 51 ક્વાર્ટરિયા તથા કિંગ ફિશર
બિયરના 61 ટીન એમ કુલ રૂા. 53,070નો શરાબ જપ્ત કરાયો હતો. બોટલો
પૈકી અમુકમાંથી બેચ નંબર, તારીખ ભૂંસી
નખાયા હતા. આ દારૂ તેને તિરુપતિનગર રાપરનો હાર્દિકસિંહ ગંભીરસિંહ વાઘેલા ત્રણેક દિવસ
પહેલાં આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા હાર્દિકસિંહને પકડી પાડવા
આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.