• બુધવાર, 12 માર્ચ, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ નલિયાના શાન્તાબેન ઠક્કર (ચંદે) (ઉ.વ. 78) (નિવૃત્ત આચાર્ય કન્યા શાળા-નલિયા) તે સ્વ. જમનાદાસ મૂલજી ઠક્કર (રાજ મેડિકલ-નલિયા)ના પત્ની , સ્વ. મૂલજી લધા ચંદેનાં પુત્રવધૂ, સ્વ. ડો. મકનજી જીવરાજ રાયકુંડલના પુત્રી, શૈલેષભાઈ, રાજેશભાઈ (એન.એલ. એજન્સી-ભુજ), પૂર્વીબેન (ભીડ શાળા નં. 3-ભુજ)ના માતા, રેખાબેન, અલ્પાબેન, સચિનભાઈના સાસુ, ડો. મન, ડો. જીલ, સૌરવ, મીતના દાદી, ડો. દીપિકાના દાદીસાસુ, હર્ષિતના નાની, વાન્યાના પરદાદી, સ્વ. મંગલદાસભાઈ, ભવાનજીભાઈ, સ્વ. શાન્તાબેન, સ્વ. શારદાબહેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. મધુરીબેન, સ્વ. ભગવતીબેનના ભાઈના પત્ની, સ્વ. જમનાબેન, નટવરલાલ રાયકુંડલ, પુષ્પાબેન, ભાનુબેન, સ્વ. દિલીપભાઈ, ગં.સ્વ. કંચનબેન, હંસાબેન તથા કિશોરભાઈના મોટા બહેન, પ્રેમજીભાઈ ગોપાલજી સોતા, સ્વ. જેન્તીલાલ રવજી કેશરિયા, સ્વ. હરીશભાઈ ત્રિકમજી થોભરાણીના વેવાણ તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-2-2025ના મંગળવારે સાંજે 4.30થી 5.30 શેઠશ્રી નાનજી સુંદરજી સેજપાલ (ભીવંડીવાલા) રૂખાણા હોલ, નવી લોહાણા મહાજનવાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : ખમુભાઇ ધુવા મહેશ્વરી (ઉ.વ. 82) તે સ્વ. આચારભાઇ આલાભાઇ ધુવાના પુત્ર, ગં.સ્વ. મુલબાઇના પતિ, ગાભુભાઇ, સામજીભાઇ, લખમાબેન આતુભાઇ ધેડા (કુરબઇ)ના ભાઇ, વિરજીભાઇ, રતિલાલભાઇ, વાલજીભાઇ, દેવજીભાઇ, સ્વ. લક્ષ્મીબેન, રમેશભાઇના પિતા, સ્વ. હરશી બુધાભાઇ વિગોરા (કોટડા-રોહા)ના જમાઇ, કલ્પેશ, મહેન્દ્ર, ભરત, જિગર, રોહિત, હિંમત, સાગર, ચેતન, હર્ષદ, પાર્થ, મંજુલા રમેશ ધેડા, સ્વ. રાજેશ, સ્વ. ભાવના નારાણ માંગલિયા (લાખોંદ), દમયંતી શૈલેષ ધેડા, પ્રેમિલા મુકેશ બડગા (નાગલપર-અંજાર), ભૂમિકા, રિયાના દાદા, દીપક, વેદાંશી, ક્રિશવ, અનાયાના પરદાદા તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 23-2-2025ના રવિવારે તથા પાણીઆરો તા. 24-2-2025ના સોમવારે નિવાસસ્થાન જૂની રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : ખત્રી શરીફાબાઈ ઈશાક (સાંધવવાળા) (ઉ.વ. 62) તે ઈશાક ઓસમાણના પત્ની, આમદના ભાભી, કુલસુમબેન જુસબ (વિથોણ), મોહમદહુશેન (સાંધવ)ના ભાભી, મનસુર આધમ (સાંધવ)ના કાકી, ઈમરાન, જાવેદના મામી, વશીમ અકરમના મોટાબા, મ. હાજી જકરિયા અબ્દુલ્લાહ (ખરોડાઈ)ના પુત્રી, આધમ અ.ગની અબુબકર (તેરા), હાજરાબેન હાજી હારૂન (વાયોર)ના બહેન, અકસાબેનના માતા, નરગીશબેન આમદ (તેરા), વસીમ અકરમના કાકી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 19-2-2025ના બુધવારે સવારે 11થી 12 મુસ્તફા જમાતખાના, સંજોગનગર, ભુજ ખાતે.

આદિપુર : મૂળ અમદાવાદના રાજેશ મોહનભાઇ ચારણ (સેતણિયા) તે નિર્મલાબેનના પતિ, સ્વ. મોહનભાઇ પરબતભાઇ તથા સ્વ. રતનબેનના પુત્ર, હીરાભાઇ પરબતભાઇ (નરસિંહપુરા), વેલજીભાઇ પરબતભાઇ (મોડાસા), નરસિંહભાઇ પરબતભાઇ (ઠક્કરનગર), હિંમતભાઇ પરબતભાઇ (મોડાસા), સ્વ. મોગીબેન પરબતભાઇ (ઠક્કરનગર)ના ભત્રીજા, મહેશભાઇ, ધનજીભાઇ, રમણભાઇ, કાંતિભાઇ, મહેશભાઇ (મોડાસા), દેવાભાઇ, વિષ્ણુભાઇ, બાબુભાઇ, પરવીનભાઇ, રતનભાઇ, મનોજભાઇ, રાકેશભાઇ, અરીભાઇ (રાજેશભાઇ), મહેશ, નરેન્દ્ર (ભોલો), હરેશ, મેહુલ, હિતેષ, જતિન, વિનોદ, દીપક, હિમાંશુના ભાઇયાત, તનુજા, જ્યોતિ, દીપકના પિતા, વિનોદ રામજીભાઇના સસરા, સ્વ. કાંતિભાઇ રામજીભાઇના જમાઇ, વાસુભાઇના બનેવી, ભરતભાઇ, દિનેશભાઇ (છગનભાઇ), મનોજભાઇના સાઢુભાઇ તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. આગરી તા. 19-2-2025ના અને તા. 20-2-2025ના ઘડાઢોળ (પાણી) 1-બી, જી.આઇ.ડી.સી., ૐ મંડપની સામે, આદિપુર ખાતે.

કેરા (તા. ભુજ) : ઝહેરાબેન અલીમામદ જેરાજ (ઉ.વ. 94) તે ગુલામ હુસૈન મોલેદીનાના પુત્રી, હુસેનભાઇ (લંડન), શબ્બીરભાઈ, મ. મુસ્તુફાભાઈ, મોહમદભાઈ (લંડન), મૂર્તુઝાભાઈ, સજ્જાદભાઈ (જે. જે. ફૂટવેર)ના માતા , મહમદ રઝાભાઈ (મયોત), અકબરભાઈ (મુંબઈ), અનસારભાઈ (પૂણે), મુશ્તાકભાઈ (કેનેડા), મોહસીનભાઈ (એમ. કે. સ્ટોર-કેરા)ના સાસુ, મ. યુસુફઅલી, મ. રજબઅલી, મ. મુશ્તાકઅલીના બહેન તા. 17-2-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત (બેસણું) તા. 19-2-2025ના બુધવારે સવારે 11.30 વાગ્યે ખોજા શિયા ઇશના અશરી મસ્જિદ, કેરાના ઈમામ બારગાહ હોલ ખાતે.

ખેતલારી-ઝુરા કેમ્પ (તા. ભુજ) : સોઢા કેણુબા પૂંજાજી (ઉ.વ. 90) તે સ્વ. પૂંજાજી રતનજીના પત્ની, જાલુભાના માતા, પ્રવીણસિંહ, જગદીશસિંહ, કિશોરસિંહ, તખતસિંહ, કારુભા, ભૂપતસિંહના દાદી, સુરતસિંહ, નેતસિંહ, પદાજી, કરસનજી, સરૂપાજીના મોટામા તા. 17-2-2025ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 20-2-2025ના ગુરુવારે રાત્રે આગરી અને તા. 21-2-2025ના શુક્રવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન ખેતલારી-ઝુરા કેમ્પ ખાતે.

કુરન (તા. ભુજ) : સોઢા રામકોરબા દેવાજી (ઉ.વ. 111) તે સોઢા રાણાજી દેવાજીના માતા, સરૂપાજી, અગરાજી, કરતાજી ભાણજીના મોટાબા, જયેન્દ્રાસિંહ, શિવાજી, સંજયાસિંહ, રાણાજીના દાદી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. અંતિમ ક્રિયા આગરી, ઘડાઢોળ તા. 24-2-2025ના સોમવારે  નિવાસસ્થાને કુરન ખાતે.

બિદડા (તા. માંડવી) : દમયંતીબેન દનિચા (ઉ.વ. 34) તે દિનેશના પત્ની, ઉદય અને તમન્નાના માતા, હરજી, હીરજી, ભરતના પુત્રવધૂ, ગોવિંદ, રમેશ, અશ્વિન, કિરણ, દ્રવેદ, મીના દીપક પાતાળિયા (દુર્ગાપુર)ના ભાભી, કૌશલ્યા, પ્રીતિના જેઠાણી, આદિત્યના મોટામા, ખીમઇ હીરજી ધેડા (તલવાણા)ના પુત્રી, રમેશ, શાંતિલાલના બહેન તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 17-2-2025ના સવારે નિવાસસ્થાન બિદડા ખાતે પૂર્ણ થયેલ છે.

મેરાઉ (તા. માંડવી) : થૈમ રહીમામા ઇલિયાસ (ઉ.વ. 105) તે મ. હાજી અબ્દુલ્લા શીરૂ, ઇબ્રાહિમ ઇલિયાસ થૈમ, સકીનાબાઇ (ભીસરા), જલુભાઇ (મેરાઉ), કુરલસુમબાઇ (મોથાળા)ના માતા, શીરૂ અબ્દુલ્લા, થૈમ ફારૂક, થૈમ મોસીનના દાદી, નૂરમામદ (ભીસરા), ઇસ્માઇલ (મેરાઉ), ગુલામ હુશેન (મોથાળા)ના નાની, સઠિયા જુસબ (ભીસરા), મ. સમેજા હુશેન (મેરાઉ), સુમરા હમીદ (મોથાળા)ના સાસુ તા. 17-2-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 19-2-2025ના સવારે 11થી 12 મેરાઉ મુસ્લિમ જમાતખાના ખાતે.

બરાયા (તા. મુંદરા) : જાડેજા જીવણજી ભગવાનજી (ઉ.વ. 83) તે સ્વ. માધુભા, રવુભા, મનુભા, ચાંદાબા, સૂરજબાના ભાઇ, સ્વ. પ્રેમસંગ, અશોકસિંહ, હંસાબા, ગીતાબાના પિતા તા. 15-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-2-2025થી. ઉત્તરક્રિયા તા. 21-2-2025ના નિવાસસ્થાને.

વિગોડી (તા. નખત્રાણા) : મૂળ મોટા અંગિયાના નાથબાવા ગં.સ્વ. રતનબેન બચુનાથ (ઉ.વ. 83) તે રામબાઇ શિવનાથ ભોજાનાથના પુત્રવધૂ, લક્ષ્મીબેન શિવનાથ (વિગોડી)ના પુત્રી, સ્વ. વાલનાથ (આધોઇ), સ્વ. લાલજીનાથ (વિગોડી), સ્વ. લક્ષ્મણનાથ (ભુજ), સ્વ. બાબુનાથ (લાયજા), બંસીનાથ (અંજાર)ના ભાભી, સ્વ. ગુણવંતીબેન (આધોઇ), સ્વ. શાન્તાબેન (વિગોડી), સ્વ. અમૃતબેન (ભુજ), ગં.સ્વ. ચંદનબેન (લાયજા)ના જેઠાણી, સ્વ. મંજુલાબેન (લાયજા), શ્યામનાથ (અંજાર), ગીતાબેન (નખત્રાણા), ગોવિંદનાથ (પૂર્વ સરપંચ-વિગોડી)ના માતા, રણછોડનાથ વેલનાથ (લાયજા), નવીનનાથ મેઘનાથ (નખત્રાણા), સવિતાબેન (અંજાર), મંજુલાબેન (વિગોડી)ના સાસુ, સ્વ. પુરષોત્તમનાથ (વિગોડી), સ્વ. રઘુનાથ (ભુજ), સ્વ. ભરતનાથ, મહેન્દ્રનાથ (આધોઇ), દિનેશનાથ (વિગોડી), હરેશનાથ (ભુજ), અશોકનાથ (અંજાર), હિરેનનાથ (લાયજા), કાન્તિનાથ (અંજાર), નીતાબેન (અંજાર), સરસ્વતીબેન (નેત્રા), ચંપાબેન (રાયણ), ઝંખનાબેન (કપાયા), પુષ્પાબેન (ભચાઉ), હેતલબેન (નેત્રા)ના મોટાબા, ચંદ્રેશનાથ, કીર્તિનાથ, બિપીનનાથ (લાયજા), જ્યોતિ, ભક્તિ (ભુજ), સપના, મયંકનાથના નાની, સ્વ. મેઘનાથ, ભવાનનાથ (ભચાઉ), પુરુષોત્તમનાથ (રાયણ), જેન્તીનાથ, કિશોરનાથ, ચમનનાથ (નેત્રા)ના મામી, પ્રવીણનાથ દેવનાથ (વિગોડી)ના ફઇ, મંગળાબેન, ભારતીબેન, જ્યોત્સનાબેન, વિજયાબેન, અલ્પાબેન, ભાગ્યેશ્રીબેન, સીતાબેનના મોટા સાસુ, અનિલનાથ, બાદલનાથ (અંજાર), ક્રિષ્નાનાથ, રામનાથ (વિગોડી), કાજલબેન, રાધિકાબેન, વિવેક, અરૂણા, મીરાં, કોમલ, મિત્તલ, ધર્મિષ્ઠા, હેન્સી, કેતનનાથ, સાગરનાથ, રાહુલનાથ, માનવનાથ, તીર્થનાથ, કિંજલના દાદી તા. 17-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-2-2025ના ગુરુવારે સવારે 9થી સાંજે 5.30 સુધી  નિવાસસ્થાન વિગોડી ખાતે. અન્ય ધાર્મિકક્રિયા રાખવામાં આવેલ નથી.

સુખપર-રોહા (તા. નખત્રાણા) : ભાણબાઇ પિંડોરિયા (ઉ.વ. 78) તે લાલજી કેશરા પિંડોરિયાના પત્ની, પ્રવીણભાઇ, સુરેશભાઇના માતા, નબુબેન તથા શાંતાબેનના સાસુ, વિપુલ, અશ્વિન, રસિક, મિત્તલના દાદી, પ્રભા, ધારા, ભારતીના દાદીસાસુ, ધનબાઇ રામજી રાબડિયા (વાડાસર)ના પુત્રી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 19-2-2025ના સવારે 7.30થી 8.30 ભાઇઓની સ્વામિનારાયણ મંદિર તેમજ બાઇઓની નિવાસસ્થાન સુખપર (રોહા) ખાતે.

ખીરસરા-રોહા (તા. નખત્રાણા) : પ્રવીણાબેન (ઉ.વ. 46) તે મનસુખભાઇ પચાણ છાભૈયાના પત્ની, ધ્યાની, પૂજનના માતા, ગં.સ્વ. રતનબેન પચાણ છાભૈયાના પુત્રવધૂ, પ્રેમજીભાઇ, ભગવાનદાસભાઇ, ભરતભાઇ, મંજુલાબેન કાન્તિલાલ લિંબાણીના નાના ભાઇના પત્ની, રમીલાબેન, કમળાબેન, જયાબેનના દેરાણી, રિતેશ, કિરણ, સંદીપ, વિમલ, નિર્ભય, વિવેકના કાકી, હાર્દિકા, પૂજા, મિત્તલ, વિધી, ધાર્મીના કાકીજી, મહર્ષિ, શિવાશી, ધ્વીતિ, ભાર્ગવી, મનસ્વી, વિવાન, મીરાંના દાદી, ઉદય, પ્રથમના મામી, પરમાબેન લધા કરશન વેલાણી (કલ્યાણપર)ના પુત્રી તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 18-2-2025ના સવારે 8.30થી 11 અને બપોરે 3થી 5 ખીરસરા (રોહા) પાટીદાર સમાજવાડી ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સોઢા લાધુભા ભાણજીભા (ઉ.વ. 77) તે સ્વ. કારુભા, સ્વ. વેરાજી, ભોજરાજજી, મેગરાજજી, સુરાજીના ભાઇ, નાનુભા, હેમુભા, ઇશ્વરસિંહ, મનોજસિંહ, ચંદાબાના પિતા, અજિતસિંહ, જયેન્દ્રસિંહ, ભૂમિકાબા, વેરુભા, કનુભા, મહિપતસિંહ, જુવાનસિંહના મોટાબાપુ, રણજિતસિંહ, ભરતસિંહ, શિવવર્ધનસિંહ, માનસીબા, જાહ્નવીબા, કિંજલબા, હેત્વીબા., પ્રાર્થનાબા, પ્રિન્સાબાના દાદા તા. 17-2-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (બેસણું) તા. 19-2-2025ના બુધવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને.

સાંતલપુર (તા. પાટણ) : મૂળ પલાંસવાના વાળંદ મૂળજીભાઇ નરસિંહ તે પાર્વતીબેનના પતિ, હસમુખ, પરેશ, રેખા, સ્વ. ભાવના, ભગવતી, સોનલના પિતા, ખોડાભાઇ, પુરીબેન, સ્વ. કાન્તાબેનના ભાઇ, સ્વ. પરમાર રણછોડ ભીખાભાઇ (સોમાણીવાંઢ)ના જમાઇ, ધીરજ, સુરેશ, હેમંત, કમલેશ, દેવાભાઇ, મોતીભાઇ, મહેશના કાકા, વિનોદ, મહેશ, ઇશ્વર, કિરણના સસરા તા. 16-2-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા (મોરિયા) તા. 22-2-2025ના નિવાસસ્થાન સાંતલપુર ખાતે.

જામનગર : હરેશ રમાનાથ ધોળકિયા (સીટીઆઇ) તે તપન (યુકો બેંક), કાજલ હાર્દિક બૂચ (જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટ)ના પિતા, હાર્દિક સુધીરભાઇ બૂચ (એક્સિસ બેંક), ડો. યેશા તપન ધોળકિયાના સસરા, પારુલ ધોળકિયા (વૈદ્ય) (ભુજ)ના પતિ, ધનક, ધિનકના દાદા, માહિર હાર્દિક બૂચના નાના, સ્વ. કૃષ્ણકાંતરાય હકુમતરાય તથા જયેન્દ્રબાળાના જમાઇ, મુકેશ, વિમલેશ, સમીર વૈદ્ય, જયશ્રીબેન હાથી, વર્ષાબેન વોરા (ભુજ)ના બનેવી, સ્વ. હેમપુષ્પ, પ્રકાશ, ચંદ્રશેખર, કુલીન, વીરેશ, પરેશ, પીયૂષ, સીરિશ, સ્વ. હિતેષ, કીર્તિદા કિરણ બૂચ (રાજકોટ), બંસરી (વિજાપુર-ગાંધીધામ), કોકિલા સુરેશ મંકોડી (જબલપુર), નયના વત્સલ રાણા (ભુજ)ના ભાઇ, સ્વ. રમાકાંત અંતાણી, સનતભાઇ અંતાણી (એલ.આઇ.સી.), કિરીટભાઇ અંતાણી (યુકો બેંક), સ્વ. અરવિંદ અંતાણી, સ્વ. હરિવદન અંતાણી (રાજકોટ)ના ભાણેજ, ભાવિક, કંદર્પ, સોહમ, મિલાપ, કવન, પૂજન, માતંગી, નાદ, ભસ્માંગ, નિકુંજના કાકા, સ્વ. નંદિતા, અલ્પા, ખેવના, ધારા, હેમાલી, નિયતિ, હીરલના મામા તા. 17-2-2025ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 18-2-2025ના સવારે 8.30 વાગ્યે `હર્ષદીપ', 2-મોમાઇનગર, ગાંધીનગર વિસ્તાર, જામનગરથી સોનાપુરી સ્મશાન જશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd