• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ઇંગ્લેન્ડના બોલર જોન ટર્નરે માત્ર 2પ વર્ષની વયે નિવૃત્તિ લીધી !

લંડન, તા. 7 : ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોન ટર્નરે ફકત 2પ વર્ષની યુવા વયે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી સહુને ચોંકાવી દીધા છે. જોન ટર્નર ઈંગ્લેન્ડ તરફથી 2024માં બે વન-ડે અને બે ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. જેમાં તેના નામે 3 વિકેટ છે. દ. આફ્રિકાના જોહાનિસબર્ગમાં જન્મેલા ટર્નર ઇંગ્લેન્ડમાં હેમ્પશાયર તરફથી કાઉન્ટી ક્રિકેટ રમતો હતો. તેના કોન્ટ્રાકટના હજુ બે વર્ષ બાકી હતા. એ પહેલા જ સંન્યાસનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે જૂનમાં તેને પીઠમાં સ્ટેસ ફ્રેકચર થયું હતું. એ પછીથી તે કોઇ મેચ રમ્યો નથી. વારંવારની ઇજાને લીધે ટર્નરે ક્રિકેટ છોડવાનો કઠિન ફેંસલો લીધો છે.

Panchang

dd