ભુજ, તા. 7 : ભુજના બ્રહ્મસમાજની સિનિયર
સિટીઝન ક્લબના 121 વડીલે સાળંગપુર-ગઢડા, બગદાણાની તા. 30 અને 31ના યાત્રા કરી હતી. આગામી કાર્યક્રમ તુલસી-કૃષ્ણ
વિવાહ સ્વરૂપે તા. 21 અને તા. 22 નવેમ્બરના ભુજની આરટીઓ રાજગોર
સમાજવાડી ખાતે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના ટ્રસ્ટી એચ.એલ.
અજાણીના વડપણ હેઠળ આયોજિત યાત્રાના પ્રારંભે મોરબી ખાતે જિલ્લા પ્રમુખ શ્રી દવે, ધામના પ્રમુખ હસુભાઈ વગેરેએ આવકારી દેવદર્શનમાં
સહયોગ આપ્યો હતો. ત્યાંથી સાળંગપુરમાં સાંજે આરતી-દર્શન કરી રાત્રિ રોકાણ બાદ બીજા
દિવસે ગઢડા, ખોખરા હનુમાન, ભગુડાધામથી બગદાણા
થઈ પરત રાત્રે મોરબીમાં નિરંજનદાસ મહારાજ દ્વારા ઉમિયાધામ ખાતે ઉમેશ આચાર્યે વ્યવસ્થા
સંભાળી હતી. ત્યાંથી સંઘ ભુજ પરત ફર્યો હતો. આયોજનમાં 60થી 90 વર્ષના વડીલો, જેમાં બિંદુબેન જોશી, કમળાબેન વ્યાસ, કાંતિભાઈ ગોર, પ્રદીપભાઈ ગોર, વીણાબેન
પણિયા, પદ્માબેન અજાણી, દમયંતી પલીવાડ,
જ્યોતિબેન, સરસ્વતીબેન, શરદ
ઠાકર તથા જયંત જોશી સહિતના જોડાયેલા હતા. કાર્યક્રમને
સહકાર નીતિનભાઈ કેશવાણી, ભાવનાબેન જોશી, રાજુભાઈ જોશી માધાપર પ્રમુખ,
અતુલભાઈ દવે તથા સોનલબેન દવે, ભરત મહારાજ
અને જશવંતીબેન પંડયા, રાજેશ જે. ગોર, ભૂપેન્દ્રભાઈ
ગોર, વિનોદ ગોર, રમેશ દેવલાલીવાળા,
પ્રવીણ ભટ્ટ તથા રવિભાઈ ત્રવાડી ભુજ તા. બ્રહ્મસમાજ, ડો. અનિલ મહેતા તથા ભૂપત પંડયા-મોરબીએ આપ્યો હતો. યાત્રામાં મહિલા કાર્યકર
ગીતાબેન જોષી અને નરેન્દ્ર વ્યાસની ટીમ દ્વારા સેવા અપાઈ હતી.