નલિયા, તા. 7 : અબડાસા તા.ના 164 ગામના કેન્દ્ર સમાન નલિયા એસ.ટી.
બસ સ્ટેશનમાં સુવિધાઓના અભાવે મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. તાલુકામથક હોવાથી અહીં
મુસાફરોનો સતત ધસારો રહે છે, પરંતુ
બેસવા માટે પૂરતા બાંકડા ન હોવાથી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને
જમીન પર બેસવાની નોબત આવી છે. કલાકો સુધી બસની રાહ જોતા મુસાફરોને પૂરતી બેઠક વ્યવસ્થા
ન મળતાં રોષની લાગણી ફેલાઇ છે. એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની આ હાલાકી દૂર કરવા માટે
તાત્કાલિક ધોરણે નવા અને વધારાના બાંકડાઓ મૂકવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે.