• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

કંડલા વિમાની સેવા વિસ્તરણ-યાત્રિક સુવિધાઓ વધારવા માંગ

ભુજ, તા. 7 : કંડલા વિમાની સેવા વિસ્તરણ-યાત્રિક સુવિધાઓ વધારવા સહિતની માંગ ભારત સરકારના ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુને મળી સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ રજૂઆત કરી હતી. લોકસભાના ચોમાસુ સત્ર દરમ્યાન કચ્છના સાંસદ  વિનોદભાઇ ચાવડા તેમજ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ભારત સરકારના ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી સંસદીય મતક્ષેત્રના કંડલા વિમાની સેવા વિસ્તરણ, યાત્રિક સુવિધાઓ વધારવા, નવી વિમાની સેવા શરૂ કરવા અને કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ માટેની રજૂઆતો કરી હતી. શુક્રવારે સાતમી ઓગસ્ટ નેશનલ હેન્ડલૂમ-ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને સ્વદેશી કાપડ અપનાવવા વોકલ ફોર લોકલની ભાવના મજબૂત કરવા આહ્વાન કર્યું હતું તે અંતર્ગત આજે કચ્છના સાંસદ શ્રી ચાવડાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને કચ્છી સાલ વડે સન્માનિત કરી ઉડ્ડયન મંત્રી સમક્ષ કંડલા એરપોર્ટ રનવે વિસ્તૃતીકરણ, કંડલા-મુંબઈ વિમાની સેવા, કંડલા એરપોર્ટ ઉડાન સ્કીમ હેઠળ વિમાની સેવા, કંડલાથી બેંગ્લોર અને હૈદરાબાદ (સાઉથ ઇન્ડિયા) વિમાની સેવા અંગે રજૂઆતો કરી હતી. આ બાબતે શ્રી નાયડુએ સકારાત્મક પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે.

Panchang

dd