• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ફોટોગ્રાફર્સ સમાજના દરેક પ્રસંગોને દીપાવે છે

ભુજ, તા. 7 : ફોટોગ્રાફરો કેમેરા પાછળના નાયક છે. બીજાઓના દરેક શુભ પ્રસંગોની એક-એક પળ કેમેરામાં કંડારવા માટે તનતોડ મહેનત કરતા તસવીરકારો કે વીડિયોગ્રાફરોનું કામ પરિવારોનો વિશ્વાસ જીતવાનુંય છે. આ કામગીરી બજાવવામાં તેમણે પોતાના પારિવારિક જીવનનો આંશિક ભોગ આપવો પડે છે. એમ ભુજ ફોટોગ્રાફર વેલફેર એસોસીએશન દ્વારા આયોજિત સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વક્તાઓએ જણાવ્યું હતું. મુખ્ય દાતા પ્રકાશભાઈ ગોસ્વામીની ભાવનાને બિરદાવતાં કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે કહ્યું કે, ફોટોગ્રાફર્સનો પરિવારજનોનો કાર્યક્રમ અનોખો છે અને એને સહયોગ આપવો એ ઉમદા કાર્ય છે. કાર્યક્રમમાં 90 જેટલા છાત્રનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઇ શાહ, કચ્છ ફોટોગ્રાફર વેલફેર એસોસીએશનના પ્રમુખ અને માંડવી સુધરાઈના શાસકપક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ, ભુજ ફોટોગ્રાફર વેલફેર એસોસીએશન પ્રમુખ મયૂર ચૌહાણ, મંત્રી તુષાર ખત્રી તથા સમગ્ર પ્રોગ્રામના મુખ્ય દાતા પ્રકાશભાઈ ગોસ્વામી, હિલવ્યૂના શ્રી રાવત મંચસ્થ રહ્યા હતા. શીતલભાઈ શાહ અને પ્રકાશભાઈ ગોસ્વામીએઁ પ્રવચન કર્યું હતું. પ્રારંભે રાષ્ટ્રગાન, દીપ પ્રાગટય અને તાજેતરમાં આકસ્મિક અવસાન પામેલા એસોસીએશનના સભ્ય સ્વ. હેમંત હર્ષદ પોમલને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી. આ કાર્યક્રમમાં દુર્ગેશભાઈ ગોર, જયભાઈ કંસારા, કપિલભાઈ ગોર, પ્રકાશભાઈ ગાંધી, રણજિતભાઈ ઠક્કર, અજયભાઈ પારેખ, કિશોરભાઈ માંગલિયા, મનોજભાઈ ઠક્કર, જિનેશભાઈ ઝવેરી, પ્રશાંત સોલગામા, મયૂર ચૌહાણે સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે મંચસ્થ મહેમાનોનું એસોસીએશનના હોદ્દેદારો દ્વારા તેમજ મુખ્ય દાતા પ્રકાશ ગોસ્વામીનું સમગ્ર કારોબારી દ્વારા સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાએ વ્યસ્તતાના  કારણે કાર્યક્રમમાં હાજર ન રહી શકતા શુભેચ્છા પાઠવી હતી.  કાર્યક્રમની વ્યવસ્થા પરેશ કપ્ટા, ચત્રભુજ ભાટિયા, ભરત ગોર, રાજેશ બુચિયા, કીર્તિ મકવાણા, ગની સમેજા, અનવર ગોહિલ, વિરેન જોશી, કલ્પેશ ગોર, ભાવેશ ઠક્કર, જિજ્ઞેશ પારેખ, ભાવિક ગોરે સંભાળી હતી, આભારવિધિ તુષાર ખત્રીએ કરી હતી.

Panchang

dd