• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ભુજ સ્વામિનારાયણ કન્યા મંદિરની 21 વિદ્યાર્થિની પર ચંદ્રકોની વર્ષા

ભુજ, તા. 7  : ભુજમાં અન્ડર 14, 17 અને 19 એમ ત્રણ વિભાગમાં જિલ્લાકક્ષાની જુડો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં શહેરની સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓ પર ચંદ્રકોની વર્ષા થઈ હતી. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભુજ વિભાગ આયોજિત જુડો સ્પર્ધામાં 17 ગોલ્ડ મેડલ અને ચાર દ્વિતીય નંબર-સિલ્વર સહિત 21 મેડલ પ્રાપ્ત કરી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. હવે રાજ્યકક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, તેમના કોચ રશ્મિતાબેન તથા સ્ટાફ સાથે રહ્યો હતો. વિદ્યાર્થિનીઓના પ્રસંશનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંતમંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ આશીર્વાદ આપ્યા હતા, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા તેમજ દેશ-વિદેશના હરિભક્તો દ્વારા શુભેચ્છા અપાઈ હતી.

Panchang

dd