• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ગોધરામાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત જબ્બે

ભુજ, તા. 7 : માંડવી તાલુકાના ગોધરામાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલીને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂા. 42,450 સહિત કુલ રૂા. 1,17,450નો મુદ્દામાલ કબજે લીધો હતો, જ્યારે એક નાસી છૂટયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગોધરાના પેટ્રોલપંપની બાજુમાં આવેલા પ્લોટ વિસ્તારમાં આવેલી બાવળોની ઝાડીઓમાં ધાણીપાસા વડે જુગટું રમતા નવીન લખમશી કન્નડ, રાજેશ રમજુ કોલી (મીઠાણી), રમજુ ઉર્ફે પપ્પુ ઈભલા કોલી (મીઠાણી), રમેશ મોહન, હિમંતસિંહ કરસનજી ઝાલા, ગોવિંદ દેવજી બુચિયા અને જિજ્ઞેશ કરસન બુચિયાને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી રોકડા રૂા. 42,450 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 25,000 અને ત્રણ બાઈક કિં. રૂા. 50,000 મળી કુલ રૂા. 1,17,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે નાસી છૂટેલા ગોવિંદ કાન્તિ પટણી સહિત તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd