• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

40 વર્ષ બાદ બોફોર્સ કેસ બંધ

નવી દિલ્હી, તા. 7 : સુપ્રીમ કોર્ટે અંતિમ અરજી પણ રદ કરી નાખતાં 40 વર્ષ બાદ બોફેર્સ કેસ બંધ થઇ ચૂકયો છે. અહેવાલો અનુસાર, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, હવે આ કેસમાં કોઇ સુનાવણીની જરૂર નથી. સુપ્રીમે 2005ના દિલ્હી હાઇકોર્ટના એ ફેંસલાને પડકારતી અપીલ સાંભળવાની પણ ના પાડી દીધી હતી, જેમાં હિન્દુ બ્રધર્સ અને બોફોર્સ કંપનીને નિર્દોષ મુક્ત કરી દેવાયા હતા. આ મામલો 1986માં ભારત સરકાર અને સ્વીડનની કંપની એવી બોફોર્સ વચ્ચે થયેલી 1437 કરોડ રૂપિયાના તોપ ખરીદીના  સોદાનો હતો. આ સોદો મેળવવા કથિત કમિશન અપાયું હોવાનો ખુલાસો 1987માં થયો હતો. એ કૌભાંડના આરોપનાં કારણે દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી 1989માં ચૂંટણી હારી ગયા હતા. ત્યારબાદ, બોફોર્સ તોપ કૌભાંડ દેશનાં સૌથી મોટાં રાજકીય કૌભાંડોમાં સામેલ થઇ ગયું હતું. સુપ્રીમ કોર્ટના અંતિમ ફેંસલાથી પહેલાં એટલે કે, છેલ્લી ઘડી સુધી સીબીઆઇની ટીમ આ મામલામાં નવી જાણકારીઓ મેળવવા પ્રયાસ કરતી રહી હતી. એજન્સીએ અમેરિકાના માઇકલ હર્શમેન સાથે જોડાયેલી જાણકારી મેળવવાની કોશિશ કરી હતી. માઇકલે 2017માં કહ્યું હતું કે, બોફોર્સ સોદાની તપાસને ત્યારની સરકારે પ્રભાવિત કરી હતી.

Panchang

dd