• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

રહાણે ઇટીપીએલ ટી-20 લીગ સાથે જોડાયો

મુંબઇ, તા. 7 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલમાંથી તાજેતરમાં સંન્યાસ લેનાર પૂર્વ ભારતીય બેટધર અજિંક્ય રહાણેએ યુરોપીય ટી-20 પ્રીમિયર લીગ (ઇટીપીએલ)માં આમ્સટર્ડમ ફ્લેમ્સ ટીમ સાથે કરાર કર્યાં છે. આ વાતની આમ્સટર્ડમ ફ્લેમ્સ ટીમના મુખ્ય અધિકારી સ્ટીવ વોએ પુષ્ટિ કરી છે. આ ટીમનો કેપ્ટન ઓસ્ટ્રેલિયાનો મિચેલ માર્શ છે. ટીમમાં સ્ટીવન સ્મિથ, ટિમ ડેવિડ અને માઇકલ બ્રેસવેલ જેવા ખેલાડી સામેલ છે. ઇટીપીએલ લીગમાં આયરલેન્ડ, નોર્ધન આયરલેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડની ક્રોસ બોર્ડર ફ્રેંચાઇઝીઓ સામેલ છે. આ લીગની પહેલી સીઝન 26 ઓગસ્ટથી શરૂ થશે.

Panchang

dd