ભુજ : મૂળ ભીલડીના ચંદ્રકાન્તભાઇ દયારામભાઇ મજીઠિયા (ઉ.વ.
64) તે દયારામભાઇ કરમશીભાઇ મજીઠિયાના પુત્ર, વિમળાબેનના પતિ, શિવલાલભાઇ ચત્રભુજભાઇ
ચંદે (પલાંસવા)ના જમાઇ, નીલેશભાઇ, ભૂમિકાબેન કલ્પેશભાઇ સચદેના પિતા, નયનાબેન, કલ્પેશભાઇ
મૂળજીભાઇ સચદેના સસરા, હસમુખલાલ, દિનેશભાઇ, જગદીશભાઇ, સ્વ. દક્ષાબેન ભોગીલાલ રતાણી,
રેખાબેન અશોકભાઇ રતાણી, સ્વ. મંજુલાબેન દિનેશભાઇ હાલાણીના ભાઇ, ઠાકરશીભાઇ કરમશીભાઇ
મજેઠિયા, શંભુભાઇ કરમશીભાઇ મજેઠિયા, નારણભાઇ કરમશીભાઇ મજેઠિયા (ખાખર, તા. હારિજ)ના
ભત્રીજા, નરભેરામભાઇ, શંકરલાલ, કાંતાબેન બાબુલાલ તન્ના, વસંતીબેન નાનાલાલ મિરાણી, અનસૂયાબેન
વૈકુંઠભાઇ કોટક, રંજનબેન જમનાલાલ ઉદેચાના બનેવી, મનસુખરામ દેવચંદભાઇ રતાણીના દોહિત્ર,
રતિલાલ, ચીમનલાલના ભાણેજ તા. 27-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા
તા. 30-11-2024ના સવારે 10થી 11 નાનજી સુંદરજી સેજપાલ હોલ, ભુજ ખાતે.
આદિપુર : મૂળ પાંચોટિયાના લક્ષ્મીબેન ગઢવી (મંધરિયા) (ઉ.વ.
45) તે સ્વ. ગાવિંદ જુમાભાઈના પત્ની, સ્વ. જુમાભાઈ વાછિયાભાઈના પુત્રવધૂ, રવિના માતા,
લધાભાઈ ખીમરાજભાઈ ગેલવા (પાંચોટિયા)ના પુત્રી, ડાયાભાઈ લધાભાઈ ગેલવાના બહેન તા.
28-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી સોનલધામ, આદિપુર ખાતે તેમજ ઉત્તરક્રિયા ઘડાઢોળ
(પાણી) તા. 8-12-2024ના રવિવારે.
માંડવી : નર્મદાબેન રામજી સલાટ (ઉ.વ. 85) તે સ્વ. વાલીબેન રામજી
સલાટના પુત્રી, સ્વ. રવજીભાઇ, ઠાકરશીભાઇ (સસ્તા અનાજની દુકાનના કામદાર), દીપકભાઇ, સ્વ.
માણેકબેન, સ્વ. વનિતાબેન, ગં.સ્વ. માનવંતીબેનના બહેન, પ્રતાપ, કીર્તિ, ભરત, સંજય, પીયૂષ
(સસ્તા અનાજની દુકાનના ઓપરેટર), રેખા, માલતી, કલ્પના, ગૌરીના ફઇ, લક્ષ્મીબેન, સ્વ.
હેમકુંવરબેનના નણંદ તા. 29-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
30-11-2024ના શનિવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, માંડવી ખાતે.
અંજાર : જેનાબાઇ આમદ સાંધ (ઉ.વ. 82) તે ઇકબાલ સાંધ, રફીક સાંધના
માતા, મ. કલર કાસમ, સમેજા મામદ (પસવારિયા), નોડે અનવરના સાસુ, હોથી હાજી હુશેન, મ.
હોથી જુસબ (જાવેદ મોટર રિવાઇન્ડિંગવાળા), હોથી ઉસ્માનના બહેન, સાંધ ફકીરમામદ, સાંધ
સિદ્ધિકના ભાભી તા. 28-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-12-2024ના રવિવારે
સવારે 10.30થી 11.30 અલ્લાહવાલા સાઇ મસ્જિદ, વાઘડિયા ચોક, અંજાર ખાતે.
મુંદરા : મૂળ સાંયરા (તા. અબડાસા)ના મંધરા હાજી ઇસ્માઇલ હાજી
ઓસમાણ (માસ્તર) (ઉ.વ. 74) તે હાજી અબ્દુલહમીદ, હાજી અબ્દુલકરીમ, હાજી અનવરહુશેન, હાજી
મોહમદહનીફના પિતા, સાલેમોહમદ, હાજી નૂરમોહમદ, હાજી ઇબ્રાહિમ, અબ્દુલમજીદના ભાઇ, સુલેમાન,
હાજી આમદ, હાજી હારુન રસીદના સસરા તા. 28-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત
તા. 1-12-2024ના રવિવારે સવારે 11 વાગ્યે નિવાસસ્થાન સાંયરા (અબડાસા) ખાતે તથા તાજિયત
તા. 30-11-2024ના શનિવારે નિવાસસ્થાન ડાયમંડ સોસાયટી, નગરપાલિકાની બાજુમાં, મુંદરા
ખાતે.
ભચાઉ : દિવાળીબેન નવીનચંદ્ર ગંધા (ઉ.વ. 78) તે સ્વ. નવીનચંદ્ર
વેલજીભાઈ ગંધાના પત્ની, સ્વ. જાનુબેન પોપટલાલ ચંદારાણા (આધોઇ)ના પુત્રી, સ્વ. હરિલાલ
પોપટલાલ, સ્વ. બચુબેન લાલજીભાઈ ગણાત્રાના બહેન, ચંપાબેન ચમનલાલ (આણંદ), દીપાબેન જયેશકુમાર
(રાજકોટ), સ્વ. ભીખુભાઈના માતા, ગં.સ્વ. મીનાબેન ભીખુભાઈ ગંધાના સાસુ, દિપાલીબેન જગદીશકુમાર
રૂપારેલ, દક્ષાબેન કુણાલકુમાર મિરાણી, ચિરાગ, અંજલિના દાદી તા. 29-11-2024ના અવસાન
પામ્યા છે. બને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-12-2024ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી,
ભચાઉ ખાતે.
કોજાચોરા (તા. માંડવી) : સંગાર જેસંગભાઇ ગગાભાઇ ગુમા (ઉ.વ.
103) તે લીલબાઇ, કાનબાઇ, કુંવરબાઇ, નેણબાઇ, શિવજીભાઇ, હરિલાલના પિતા, લાડબાઇ કેશરભાઇના
ભાઇ, રતનભાઇ, શિવજીભાઇના કાકા, અમૂલ, રાહુલ, રાજેશ, ગીતા, રવિના, ગુંજનના દાદા તા.
29-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન કોજાચોરા ખાતે.
મોટી રાયણ (તા. માંડવી) : દેવલબેન જેઠાલાલ કેનિયા (ઉ.વ. 51)
તે જેઠાલાલ ગાંગજી કેનિયાના પત્ની, લક્ષ્મણ, પ્રમોદ, હિતીક્ષા ખીમજી ધુવા (ભુજ)ના માતા,
ગં.સ્વ. નેણબાઇ શામજી ચંદે (મઉં મોટી)ના પુત્રી તા. 29-11-2024ના અવસાન પામ્યા છે.
તા. 1-12-2024ના રવિવારે કોઠ (આગરી), તા. 2-12-2024ના સોમવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાન
સુખપરવાસ, રાયણ મોટી ખાતે.
ભદ્રેશ્વર (તા. મુંદરા) : કુંભાર ખતાબાઇ સિધિક (કાલાણી) (ઉ.વ.
90) તે ઇસ્માઇલ, રમજુ, સુમાર, ઇબ્રાહિમના માતા, ઇબ્રાહિમ આળત (ભુજ), ઇબ્રાહિમ કારા
(ભારાપર), અદ્રેમાન બાવલા (ભુજપુર), હાસમ આમદ (ભુજ)ના સાસુ તા. 29-11-2024ના અવસાન
પામ્યા છે. જિયારત તા. 1-12-2024ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ સમાજવાડી, ભદ્રેશ્વર
ખાતે.
રામપર-રોહા (તા. નખત્રાણા) : રબારી સીતાબેન મલુ (ઉ.વ. 95) તે
સેવા, જેસા, રામા, સ્વ. ભચીબેન, હરખુબેનના માતા, સ્વ. મેઠા, વેજા, ભામુ, સ્વ. બુધાના
કાકી, કારુ કરમશી (દેવપર ગઢ), સ્વ. રામા રાણા (માધાપર)ના સાસુ, ભીમા, બિજલ, વરજંગ અને
હાજાના દાદી તા. 28-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને રામપર (રોહા) ખાતે.
અંગિયા નાના (તા. નખત્રાણા) : રૂડાણી ધીરજલાલ (ઉ.વ. 53) તે સ્વ.
જશોદાબેન તુલસીદાસ ભાણજીના પુત્ર, નર્મદાબેનના પતિ, રમેશભાઇ, નિર્મળાબેન (વિથોણ), ભાનુબેન
(રાયપુર), ભગવતીબેન (મુંદરા)ના ભાઇ, જાગૃતિબેન (નાગપુર), પ્રિયાબેન (બુરહાનપુરા), સીમાબેન
(નાગપુર), હર્ષદના પિતા, વસ્તા વેલજી પારસિયા (ધાવડા)ના જમાઇ, દયારામભાઇ, હિંમતભાઇ,
સ્વ. મુકેશભાઇ, પ્રવીણભાઇ, મોહનભાઇના કાકાઇ ભાઇ તા. 28-11-2024ના અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 30-11- 2024 અને 1-12-2024ના સવારે 8.30થી 10.30 અને બપોરે 3.30થી
5 નાકરાણી પરિવાર સમાજવાડી, નાના અંગિયા ખાતે.
પાટણ : મૂળ હારિજના
ભરતકુમાર રઘુરામભાઇ સચદે (ઉ.વ. 47) (બારદાનવાળા) તે સ્વ. રઘુરામભાઇ ભૂરાલાલ સચદેના
પુત્ર, સ્વ. પ્રાગજીભાઇ દેવજીભાઇ પોપટ (ભચાઉ)ના જમાઇ, જયશ્રીબેનના પતિ, કિરણ અને સુજલના
પિતા, ચંદ્રકાન્તભાઇ (ભીખાલાલ), ઘનશ્યામભાઇ (અંજાર), નિમુબેન જગદીશભાઇ ભીંડે, પુષ્પાબેન
ઘનશ્યામભાઇ રતાણી, સુમિત્રાબેન યુકેશભાઇ નંદાણીના ભાઇ, અર્ચનાબેનના દિયર, રંજનબેન ચંદ્રકાન્ત
સચદે, ભાવનાબેન સુરેશકુમાર રેહાની (ભચાઉ), ગીતાબેન વિઠ્ઠલકુમાર ગંધા (ગાંધીધામ), શોભનાબેન
જગદીશકુમાર પૂજારા (સામખિયાળી), નૂતનબેન ભરતકુમાર મિરાણી (ગાંધીધામ), ચમનલાલ પ્રાગજીભાઇ
પોપટ (રવેચી ટ્રેડિંગ કું.-ભચાઉ)ના બનેવી, ધારા, નિધિ, આકાશ, શિવાની, હર્ષના કાકા તા.
27-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-12-2024ના રવિવારે બપોરે
3થી 5 કોમન પ્લોટ, તિરુપતિ ટાઉનશિપ, ગાર્ડન હોટેલની પાછળ, ચાણસ્મા હાઇવે, પાટણ ખાતે.