• મંગળવાર, 24 નવેમ્બર, 2026

સોશિયલ મીડિયા; સમજદારી અને તકેદારી વિશેષ જરૂરી

આખાં વિશ્વમાં યુવાઓનાં આકર્ષણરૂપ સોશિયલ મીડિયા સંવાદ, સૂચના અને અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ બની રહ્યું છે, પણ તેમાં પીરસાતી અશ્લીલતાએ સવાલ ઊભો કર્યો છે, એ સાથે હિંસા અને આપત્તિજનક કન્ટેન્ટ  પણ આ માધ્યમની ઉપયોગિતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, સોશિયલ મીડિયાના  અલગોરિધમ ઘણીવાર વધુ ને વધુ લોકો સુધી આ સામગ્રી પહોંચાડવામાં મદદ કરે છે, જેને કારણે સામાજિક મર્યાદાને અસર થાય છે, તો સાથે બાળકો અને કિશોરોનાં મન-મસ્તિષ્ક પર ખરાબ પ્રભાવ પાડે છે. આવી પરિસ્થિતિમાં ઇન્સ્ટાગ્રામે પોતાની કન્ટેન્ટ રેકમેન્ડેશન સિસ્ટમમાં બદલાવ કરવાનું નક્કી કર્યું છે, એ સ્વાગતયોગ્ય પગલું છે. આ પ્લેટફોર્મ પર એઆઇની મદદથી અશ્લીલતા અને હિંસક પોસ્ટની ઓળખ કરી યુઝર્સ સુધી પહોંચતાં પહેલાં રેકમેન્ડેશનથી હટાવવાની પ્રક્રિયા કરાઇ રહી છે. આ બદલાવ માત્ર ટેકનિકલ સુધારા જ નથી, બલ્કે સોશિયલ મીડિયાની જવાબદેહી નક્કી કરવામાં પણ મહત્ત્વનું પગલું છે. હકીકતે સોશિયલ મીડિયા પર સમસ્યા માત્ર આપત્તિજનક કન્ટેન્ટ અપલોડ કરવા પૂરતી નથી, પણ આ સામગ્રી ક્યાં અને કેવી રીતે આગળ વધે છે તેની છે. સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મના અલગોરિધમ  યુઝર્સની રુચિ અને તેની ગતિવિધિઓને આધારે પોસ્ટને આગળ વધારે છે. ઘણીવાર સનસનીખેજ, અશ્લીલ અને હિંસક સામગ્રી વધુ પ્રતિક્રિયા મેળવે છે. ભારત સરકારે મેટાને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની રેકમેન્ડેશન સિસ્ટમ અને અલગોરિધમની  સમીક્ષા કરવાની 10મી ઓક્ટોબરે સલાહ આપી હતી. આથી પહેલાં બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલા વિજ્ઞાપનો માટે પણ મેટાને નોટિસ ઠપકારી હતી. આ ઘટનાઓએ સોશિયલ મીડિયા કંપનીઓની દેખરેખ વ્યવસ્થા અને જવાબદેહી પર પ્રશ્નો ઊભા કર્યા હતા. આવી સામગ્રી પ્લેટફોર્મ સુધી પહોંચે જ કેવી રીતે છે અને વિજ્ઞાપનરૂપે તેનો પ્રસાર થવા પહેલાં તપાસ કેમ નથી કરાતી ? બાળકોની સલામતીના મામલે કોઇપણ પ્રકારની લાપરવાહીને સામાન્ય ચૂક બતાવી હાથ ખંખેરી શકાય કહીં. અલબત્ત એ.આઇ. સિસ્ટમ આધારિત તપાસ વ્યવસ્થા કે ફિલ્ટરિંગ એ સમસ્યાનું  સાચું સમાધાન નથી. કેમ કે, તેની પણ મર્યાદાઓ હોય છે, તેથી તેમાં ઘણીવાર આપત્તિજનક સામગ્રી ઓળખવામાં ચૂકી જવાય છે, તો બીજી તરફ જાગરુકતા, શિક્ષણ અને સામાજિક વિચાર-વિમર્શ જેવી સામગ્રી ખોટા વર્ગીકરણમાં ફસાઇ જાય છે. આ સમસ્યાના ઉકેલ  માટે એ.આઇ.ની સાથે સાથે માનવીય દેખરેખ, પારદર્શી ફરિયાદ નિવારણ વ્યવસ્થા અને નિયમિત સ્વતંત્ર સમીક્ષા તંત્ર ઊભું કરવાની જરૂર છે. કંપનીઓએ એ બતાવવું જોઇએ કે, આપત્તિજનક કન્ટેન્ટનાં માપદંડ શું છે ? અને ખોટી રીતે અટકાવેલી પોસ્ટ માટે ક્યાં ફરિયાદ કરવી. ઇન્સ્ટાગ્રામમાં નોટ ઇન્ટરેસ્ટેડ, સેન્સિટિવ કન્ટેન્ટ કન્ટ્રોલ અને હિડન વર્ડઝ જેવા વિકલ્પોનો ઉપયોગ કરી અનિચ્છનીય સામગ્રીને કાબૂમાં રાખી શકે છે. કિશોરો માટે ટીન એકાઉન્ટ્સ જેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકાય, પણ આ બધાનો પ્રભાવ ત્યારે જ થશે, જ્યારે તેનો ઉપયોગ કરનારાં બાળકોની ડિજિટલ પ્રસ્તુતિ પ્રત્યે સજાગ બનાય અને તેમનામાં ઇન્ટરનેટની જવાબદારીભર્યા ઉપયોગની સમજણ વિકસિત થાય. સોશિયલ મીડિયાની સ્વતંત્રતાનો અર્થ એવો તો નથી જ કે, અહીં કંઇપણ રજૂ કરવાની છૂટ છે, એ.આઇ.થી અશ્લીલતા અને હિંસક સામગ્રી લગાવવાની પહેલે ત્યારે જ સાર્થક થશે. જો તેને માત્ર સરકારી નિર્દેશ મળ્યો એટલે જ પગલું લેવાય છે એવું લાગે. ખરેખર તો સોશિયલ મીડિયા કંપનીઓની કાયમી જવાબદારી છે, તેને સુરક્ષિત, મર્યાદિત અને ઉપયોગી બનાવાય. આ માટે સરકાર, કંપનીઓ, ઉપયોગકર્તાઓ અને સમાજ બધાની પણ સામૂહિક જવાબદારી બને છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd