• મંગળવાર, 24 નવેમ્બર, 2026

વાગડમાં વિકાસની નવી ઈમારત બનાવવા નેમ વ્યક્ત

રાપર, તા. 23 : વીરેન્દ્રસિંહ જાડેજા નથી બોલતા, તેમનું કામ બોલે છે. એટલે જ તો આટલી વિશાળ સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા છે. અત્યાર સુધી ગત પાંચ વર્ષના ખાડા પૂર્યા છે, હવે તેના ઉપર વિકાસની ઈમારત ઊભી કરીશું તેવી નેમ રાપર ખાતેના સ્નેહમિલનમાં  વ્યક્ત કરવામાં આવી હતી. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ચાર વર્ષ દરમિયાન વાગડમાં થયેલા કેનાલ, રોડ-રસ્તા, પાણીથી વંચિત ગામોમાં પાણી પહોંચાડવા માટેની વિવિધ સિંચાઇ યોજનાઓ, શિક્ષણ અને આરોગ્યલક્ષી કરોડો રૂપિયાનાં અનેક વિકાસકાર્યોનાં લેખાં જોખાં કર્યાં હતાં. આ વિકાસકાર્યોથી જ તો માત્ર એક આમંત્રણને માન આપી આટલી વિશાળ સંખ્યામાં તાલુકાનાં દૂર-દૂરનાં ગામોમાંથી લોકો આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હોવાનું જણાવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનાં વર્ચ્યુઅલ ઉદ્બોધન બાદ ઉપસ્થિત સંતો-મહંતો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર વગેરેના હસ્તે દીપ પ્રાગટય  કરાયું હતું. તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. વેપારી અગ્રણી બળવંતભાઈ ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધનમાં વીરેન્દ્રાસિંહ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાપરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનું જણાવ્યું હતું. કિશોર મહેશ્વરી, કાનજીભાઈ ગોહિલ, રામજીભાઈ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઢીલા, મહાદેવ ભૂષણ, અનવરશા સૈયદ, સુરેશભાઈ મકવાણા વગેરે વક્તાઓએ ધારાસભ્યના પ્રયાસથી વાગડમાં થયેલા વિકાસને વધાવ્યો હતો.  સ્વામિનારાયણ મંદિરના સંતો અક્ષરમૂનિ સ્વામી, નીલકંઠચરણદાસજી સ્વામી, હંસ નિર્વાણ સંપ્રદાયના સંતો, માનસ હનુમંત ધામ-કટારિયાથી ભાનુપ્રસાદજી, વજેપરથી પૂ. માતાજી સહિત વાગડનાં ગામેગામથી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતો-મહંતોનું ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ સ્વાગત સન્માન કર્યું હતું. આ પ્રસંગે રાપર ભચાઉ તાલુકાના અગ્રણીઓ જિલ્લા પંચાયતના સદસ્યો જયરામભાઈ સોનારા, નયનાબેન વણવીરભાઈ સોલંકી, જયદીપાસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્યો, પૂર્વ પ્રમુખ હમીરજી સોઢા, કમલાસિંહ સોઢા, ડોલરરાય ગોર, કેશુભા વાઘેલા, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, સત્તાપક્ષના નેતા મહાવીરાસિંહ જાડેજા, ભીખુભા સોઢા,  તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રાસિંહ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, મહામંત્રી મદુભા વાઘેલા, ડાહ્યાભાઈ રાઠોડ, કાંતિલાલ ઠક્કર, વિનુભાઈ થાનકી, પ્રદીપાસિંહ સોઢા, યુવા મોરચાના સદસ્યો, મહિલા મોરચાના બહેનો, ભચાઉ તાલુકાના ભાજપ અગ્રણીઓ, વેપારી અગ્રણીઓ, રાપર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, મહામંત્રી પ્રકાશ પટેલ તથા અન્ય હોદ્દેદારો, પાટીદાર, જૈન, લોહાણા, સોની, રાજપૂત, બ્રાહ્મણ, દરબાર, અ.જા., ભરવાડ, રબારી, કોળી-ઠાકોર સહિત અઢારે આલમના આગેવાનોએ ઉપસ્થિત રહી ધારાસભ્યને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે આયોજિત લોકડાયરામાં જાણીતા કલાકારો બ્રિજરાજદાન ગઢવી, ગાવિંદભાઈ આલ, પીયૂષ મારાજ વગેરે કલાકારોએ ભજન, લોકગીત અને હાસ્યરસની સરવાણી વહાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંચાલન જિજ્ઞેશ બારોટે અને આભારવિધિ નામેરીભાઈ ઢીલાએ કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd