હોડકા, તા. 23 : બન્ની વિસ્તારના સર્વાંગી વિકાસ, પશુપાલકોની સમસ્યાઓ અને ગ્રામજનોની પાયાની જરૂરિયાતોને
ધ્યાનમાં રાખીને કલેક્ટર તેમજ કચ્છ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા હોડકો જૂથ ગ્રામ
પંચાયતના ઘડિયાળો ગામે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો
અને પશુપાલકો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ, પાયાની જરૂરિયાતો
તથા વિકાસલક્ષી પ્રશ્નો જેમાં પાણી, ઘાસચારો, પશુધન માટેની સુવિધાઓ અને સમગ્ર બન્ની વિસ્તારના સર્વાંગી વિકાસ અંગે ચર્ચાઓ
કરાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, ડીડીઓ અતિરાગ ચપલોત,
પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, જિલ્લા પશુધન અધિકારી
આર.ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમ્યાન સમગ્ર બન્ની વિસ્તારના સેટલમેન્ટ અંગે
હકારામક ચર્ચા કરાઈ હતી. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય ઉકેલની ખાતરી અપાઈ હતી. આ પ્રસંગે
અધિકારીઆ,ઁ સ્થાનિક આગેવાનો, ભુજ તાલુકા
ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મુસા જુમા રાયસી, સાડઈ સરપંચ પઠાણ
મુસ્તાક ઈસ્માઈલ, હોડકોના માજી સરપંચ સલામ હાલેપોત્રા વગેરેએ
સન્માન કર્યું હતું. મુલાકાત દરમિયાન વિવિધ તળાવોની રૂબરૂ મુલાકાત લેવાઈ હતી. પાણીની
જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્યાં પાકા કુવા બનાવી આપવાની હકારાત્મક ખાતરી આપી હતી.